આજ નું પંચાગ અને રાશિફળ
તા.૦૭.૦૨.૨૦૨૧ રવિવાર,
સવંત ૨૦૨૧,
પોષ વદ અગિયારસ,
ષટતિલા એકાદશી,
જ્યેષ્ઠા નક્ષત્ર,
વ્યાઘાત યોગ,
બવ કરણ.
આજે જન્મેલાંની ચંદ્રરાશિ વૃશ્ચિક (ન,ય) બપોરે ૦૪:૧૫ સુધી ત્યારબાદ ધન (ધ,ભ,ફ,ઢ) રહેશે.
મેષ (અ,લ,ઈ) :
વિચારોથી હકારાત્મક રહેવાથી લાભ રહે, સફળતા માટે ધીરજ પૂર્વક આગળ વધવું, નવીન તક હાથ માં આવે.
વૃષભ (બ,વ,ઉ) :
માનસિક શાંતિ જણાય, ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, કામકાજ ક્ષેત્રે સારું રહે, દિવસ મધ્યમ રહે.
મિથુન (ક,છ,ઘ) :
કામકાજમાં વાદવિવાદ ઉદ્ભવી શકે, ગુસ્સો ક્રોધ ન કરવો, નમ્રતા પૂર્વક આગળ વધવું.
કર્ક (ડ,હ) :
કામકાજે ક્ષેત્રે સફળતા, રોકાણથી લાભ, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે, વ્યસ્તતાવાળો દિવસ રહે.
સિંહ (મ,ટ) :
કાર્યક્ષમતામાં ઉત્સાહ જળવાઈ રહે, સંતાન અંગે સારું રહે, અંગત સંબંધો સુધારી શકો, શુભ દિન.
કન્યા (પ,ઠ,ણ) :
ગણપતિ ઉપાસના સાથે દિવસની શરૂઆત કરવી, જમીન મકાન વાહન સુખ સારું રહે, આગળ વધવાની તક મળે, ઉત્તમ દિવસ.
તુલા (ર,ત) :
દરેક કાર્યમાં લાભ આપનાર દિવસ, પ્રયત્ન કરવાથી સફળતા મેળવી શકાય, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નવા કાર્ય માં લાભ મેળવી શકો.
વૃશ્ચિક (ન,ય) :
ધારેલા કાર્યો પૂર્ણ કરી શકાય, શુભ સમાચાર પ્રાપ્ત થાય, આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન થી લાભ થાય.
ધન (ધ,ભ,ફ,ઢ):
કામકાજ માં સફળતા મળે, દિવસ પ્રગતિકારક રહે, વાદ-વિવાદથી દૂર રહેવું, ધીરજ રાખી શાંતિથી દિવસ પસાર કરવો.
મકર (ખ,જ) :
ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી, બજાર બાબતનું ગણિત સંભાળી ને કરવું, રોકાણના કરવું, નેગેટિવ વિચારો દૂર રહેવું.
કુંભ (ગ,સ,શ ) :
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, કાર્ય માં પ્રગતિ કરી શકો, કામકાજને લઈને કોઈ અગત્યનો નિર્ણય લઈ શકાય.
મીન (દ,ચ,ઝ,થ):
નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો, કાર્યમાં સફળતા મળી રહે, માન સન્માનની પ્રાપ્તિ થાય, પ્રગતિકારક દિવસ.
આજની તિથિ અગિયારસના સ્વામી વિશ્વ દેવતા છે, તેમનું પૂજન અર્ચન કરવાથી ધન ધાન્ય માં વધારો થાય છે અને જમીનને લગતા પ્રશ્નોનું સમાધાન આવે છે.
રવિવાર એટલે સૂર્યનો દિવસ. આ દિવસે જો તમે લાલ રંગનાં વસ્ત્રો પહેરો છો તો તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે. જીવનમાં જલ્દીથી પ્રગત્તિ ઇચ્છતા હો તો લાલ રંગનાં કપડા પહેરો.
આજે રવિવાર હોવાથી સૂર્ય ગ્રહ નું દાન નીચે મુજબ આપી શકાય
ઘઉં, ગાય, લાલ વસ્ત્ર, ગોળ, તાંબુ, લાલ ફુલ, સોનુ, માણેક, લાલ ચંદન, કમળ, કેસર, બિલ્વ, દ્રાક્ષ.
આજે કયા કયા કાર્યો થઈ શકે
(૧)શ્રી વિષ્ણુ મહાલક્ષ્મી ઉપાસના
(૨)એકાદશી વ્રત ઉપવાસ
(૩)જયેષ્ઠા જન્મ નક્ષત્ર શાંતિ પૂજા
(૪)સત્યનારાયણ પૂજન-અર્ચન
(૫)સૂર્ય ઉપાસના
(૬)ગાયત્રી મંત્ર, હવન
(૭)વિશ્વ દેવતાનું પૂજન
(૮) ગાય માતા નું પૂજન
(૯) તુલસી, પીપળાનું પૂજન
(૧૦)વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર પાઠ
(૧૧)શ્રી સૂક્ત, પુરુષસુક્ત
(૧૨)બુધ ગ્રહ દેવતા ના મંત્ર જાપ
(૧૩)આંખોની સારવાર લેવી
(૧૪)કુદરતી ઉપચાર
(૧૫)આયુર્વેદ ઉપચાર પ્રારંભ કરવો
(૧૬)યોગ કસરત ધ્યાન વગેરેનું પ્રારંભ કરવો
(૧૭)પ્રાણી પાળવા
(૧૮)ખેતીવાડી ને લગતા કાર્ય
