Explore

Search

November 21, 2024 1:15 pm

लेटेस्ट न्यूज़

ઉમંગ ટંડેલે રણજી ટ્રોફીમાં રાજસ્થાન સામે 153 રનની અણનમ સદી ફટકારી.

ઉમંગ ટંડેલે રણજી ટ્રોફીમાં રાજસ્થાન સામે 153 રનની અણનમ સદી ફટકારી.

આવી બીજી ઘણી ઇનિંગ્સ રમશે. (ક્રિકેટ કોચ ભગુ પટેલ)

 BCCI દ્વારા આયોજિત અખિલ ભારતીય આંતર રાજ્ય ચાર દિવસીય રણજી ટ્રોફી મેચ 26 ઓક્ટોબરથી રાજસ્થાન અને ગુજરાત વચ્ચે જયપુરના માનસિંહ સવાઈ સ્ટેડિયમમાં ચાલી રહી હતી જેમાં રાજસ્થાનના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાત તેની પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરતા 97.4 ઓવરમાં 335 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું જેમાં પ્રિયંક પંચાલે 110 રન, આર્ય દેસાઈએ 86 રન, જયમીત પટેલે 61 અને ઉમંગ ટંડેલે 41 રન બનાવ્યા હતા. પ્રથમ દાવમાં 335 રનનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમ 105.5 ઓવરમાં 319 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ગુજરાત તરફથી બોલિંગમાં અરઝાન નાગવાસવાલાએ 3, જયમીતે 3 વિકેટ, કેપ્ટન ચિંતન ગજાએ 2, રવિ બિશ્નોઈ અને તેજસ પટેલે 1-1 વિકેટ લીધી હતી. બીજા દાવમાં ગુજરાતની ટીમ 16 રનની લીડ સાથે બેટિંગ કરવા આવી હતી અને શરૂઆતી આંચકોનો સામનો કર્યા બાદ તેણે 84 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ ઉમંગ ટંડેલ બેટિંગ કરવા આવ્યો હતો અને જયમીત પટેલ સાથે મળીને ઉમંગે 153 રનની મજબૂત ભાગીદારી નોંધાવી હતી. પાંચમી વિકેટ માટે રનની ભાગીદારી કરીને ગુજરાતને મજબૂત સ્થિતિ અપાવી હતી અને 237 રનના સ્કોર પર ગુજરાતની પાંચમી વિકેટ જયમીત 82 રન બનાવીને આઉટ થઈ ગઈ હતો, પરંતુ ઉમંગ ટંડેલે પોતાની નજર નક્કી કરી લીધી હતી અને ઉમંગે રાજસ્થાનના તમામ બોલરોનો ખૂબ જ સરળતાથી એકલા હાથે સામનો કર્યો હતો.ગુજરાતની ટીમે 9 વિકેટ ગુમાવીને 314 રન પર પોતાનો બીજો દાવ ડિકલેર કર્યો જેમાં ઉમંગ ટંડેલે 56.88ના સ્ટ્રાઈક રેટથી 269 બોલમાં 17 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 153 રન બનાવ્યા અને ગુજરાતની ટીમને સારી સ્થિતિમાં પહોંચાડી દીધી. ગુજરાતે તેનો બીજો દાવ ડિકલેર કર્યો હતો અને ત્યાર બાદ રાજસ્થાન અને ગુજરાતના બંને કેપ્ટન વચ્ચે પરસ્પર સંમતિ બાદ મેચ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી, આમ ગુજરાતે પ્રથમ દાવના આધારે મેચ જીતી લીધી છે. મેચ બાદ ઉમંગના કોચ ભગુ પટેલે પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે ઉમંગ એક શાનદાર બેટ્સમેન છે જે એકવાર પોતાની લયમાં આવી જાય તો તે જાણે છે કે કેવી રીતે મેચને પોતાની તરફેણમાં ફેરવી શકાય અને ઉમંગે રાજસ્થાન સામે એવુજ કર્યું છે. ઉમંગ ના કોચ ભગુ પટેલે વધુમાં કહ્યું કે હું ઉમંગના પ્રદર્શનથી ખૂબ જ ખુશ છું અને ઉમંગ ભવિષ્યમાં પણ તેનું પ્રદર્શન ચાલુ રાખશે અને ગુજરાતની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વિશ્વાસ પર ખરા ઉતરશે. ઉમંગના પ્રદર્શનથી ઉમંગના ચાહકો અને તમામ ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.
admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग