ધાર્મિક કથા : ભાગ 209
આજે સોમવતી અમાસ છે. જાણો ધાર્મિક મહત્વ 🙏🏻
સોમવતી અમાસના દિવસે જરૂર કરો આ ત્રણ કામ, રાહુ નહીં કરે હેરાન. સોમવતી અમાસના દિવસે સ્નાન-દાન અને પૂજા પાઠ કરવાથી સાધકની દરેક મનોકામના પુરી થાય છે.
આ વખતે તા. 17 જુલાઈ 2023 ના રોજ સોમવતી અમાસ આવે છે. હિન્દુ ધર્મમાં અમાસનું ઘણુ મહત્વ હોય છે. અમાસના દિવસે રાતના ચંદ્રમાં પુરી રીતે દેખાતા હોય છે. અમાસની રાત દર મહિને એટલે કે 30 દિવસે આવતી હોય છે, એમાં પણ જો સોમવારે અમાસ આવતી હોય તો તેનું વિશેષ મહત્વ વધી જાય છે અને તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે.
▶️ સોમવતી અમાસના દિવસે રાહુ સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. ધાર્મિક માન્યતા પ્રમાણે અમાસના દિવસે રાહુ વધારે હાવી બનતો હોય છે. તેથી આ દિવસે રાહુનો સ્ત્રોત કરવાથી ખરાબ અસરો ઓછી થાય છે અને રાહુના દોષથી મુક્તિ મળે છે.
▶️ આ દિવસે પીપળના વૃક્ષનાં પૂજનનો અનેરો મહિમા અને મહત્વ છે. પીપળાનું વૃક્ષ પિતૃમોક્ષ માટે પવિત્ર ઉપકારક અને ઉધ્ધારક માનવામા આવે છે પીપળાના વૃક્ષને વિષ્ણુ સ્વરૂપ માનવામાં આવે છે. પીપળાના વૃક્ષને વેદ વૃક્ષ પણ કહે છે, એમાં ત્રિદેવનો વાસ છે. એવું એવું પણ કહેવાય છે કે સૂર્યોદય પહેલા પીપળાના વૃક્ષ ઉપર દરિદ્રતા વસે છે અને સૂર્યોદય બાદ લક્ષ્મીનો વાસ હોય છે. અંત: પીપળાની પૂજા સૂર્યોદય બાદ કરવી જોઈએ. સોમવતી અમાસના દિવસે પીપળના પાન પર દિપક કરવો જોઈએ પરંતુ તેમાં એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે દિવો સરસીયોના તેલનો હોવો જોઈએ અને દિપક કરતાની સાથે તેમાં લવિંગ પણ મુકવુ જોઈએ. તેનાથી રાહુની ખરાબ પ્રભાવની અસર નહી પડે.
▶️ સોમવતી અમાસના દિવસે કુતરાને અવશ્ય રોટલી ખવડાવી જોઈએ, તેમાં પણ કાળા કુતરાને રોટલી ખવડાવવામાં આવે તો ઘણુ સારું. આવું કરવાથી ઘરમાંથી બીમારી દુર થાય છે તેમજ આ ઉપાય કરવાથી રાહુની દશામાં શાંતિ પ્રાપ્ત થાય છે અને તેનો શુભ પ્રભાવ પડે છે. સોમવતી અમાસના દિવસે હર્ષણ યોગ, પુનર્વસુ નક્ષત્ર અને સર્વાર્થે સિદ્ધિ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ દિવસે અન્ન, દૂધ, ફળ, ચોખા, તલ અને આમળાનું દાન કરવાથી પુણ્ય મળે છે. ગરીબો, ઋષિઓ, મહાત્માઓ અને બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. આ દિવસે સ્નાન, દાન વગેરે ઉપરાંત પિતૃઓનું તર્પણ કરવાથી પરિવાર પર પિતૃઓના આશીર્વદ રહે છે.
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877