પરિચિત અજવાળુ : Varsha Shah

Views: 61
0 0
Spread the love

Read Time:3 Minute, 24 Second

વાત ઓલમોસ્ટ ભૂલાઈ ગઈ છે, અને મારે યાદ પણ નહોતી કરવી. પણ હોસ્પિટલમાં ગઈકાલે આવેલા એક વૃદ્ધ યુગલે મારું વિઝન ઘણુંખરું સ્પષ્ટ કરી નાખ્યું. સિત્તેર વટાવી ચુકેલા એક ‘વેલ-ટુ-ડુ’ દંપતિએ સાવ કેઝ્યુઅલી કહી નાખેલી એક નાનકડી એવી વાત, ભવિષ્યમાં ‘એન્ટી-ડિવોર્સ થિયરી’ બની જાય તો નવાઈ નહીં! 
પોતાની પત્ની તરફ ઈશારો કરીને વડીલે કહ્યું, ‘સાંજે બહાર નીકળું, ત્યારે આને લઈને નીકળું છું. એકલો હોઉં અને અંધારું વહેલું થઈ જાય, તો હવે પડી જવાનો ડર લાગે છે.’ અને કોઈ બ્લોક-બસ્ટર મૂવીનું સ્ક્રીનપ્લે લખતા હોય, એમ દાદીએ શરમાઈને રીફ્લેક્સલી કહ્યું, ‘એકબીજાને અજવાળે ચાલ્યા કરીએ છીએ.’ And my first reaction was like ‘WOW’.
યુ નોટ વ્હોટ ? આપણી સૌથી મોટી સમસ્યા એ છે કે આપણે હંમેશા વિનાશક કે વિચ્છેદન પામતી ઘટનાઓને જ ગ્લોરીફાય કરીએ છીએ. આમિર ખાન-કિરણ રાઓના ડિવોર્સની વાત દરેક ન્યુઝ-ચેનલ, સોશિયલ મીડિયા પોસ્ટ કે અખબારના ‘ટ્રેન્ડીંગ-ન્યુઝ’ બની ગયા. પણ કેન્સર સામેની લડત દરમિયાન પત્ની કિરણ ખેરને, અનુપમ ખેરે જે ઈમોશનલ સપોર્ટ આપ્યો એની ચર્ચા આપણે ક્યારેય નથી કરી. 
સાંજ પડે ત્યારે પંખીઓ પણ સમૂહમાં પાછા ફરતા હોય છે. એ આકાશમાં થતો હોય કે જીવનમાં, સૂર્યાસ્ત હંમેશા સથવારો માંગે છે. જીવનનો સૂરજ ડૂબવામાં હોય ત્યારે તમને કોનો હાથ પકડી રાખવો ગમશે ? એ વ્યક્તિનો, જે તમને તમારી નબળાઈઓ, ઉણપો અને ખામીઓ સાથે પણ ચાહે છે, સમજે છે, સ્વીકારે છે કે પછી કોઈ એવી વ્યક્તિઓ, જેને એકડેએકથી ઈમ્પ્રેસ કરવામાં બાકી બચેલી જિંદગી બરફની જેમ ઓગળી જાય. ખુરશીની જેમ જીવનસાથીઓ બદલતા કે ‘ટ્રાય’ કરતા રહેવા માટે, ધીઝ લાઈફ ઈઝ ટુ શોર્ટ. જે ઉંમર પછી પ્રેમિકા ઓછી, ને પત્ની વધારે યાદ આવે એ ઉંમર એટલે પરિપક્વતા. 
આર્થિક રીતે ગમે તેટલા સ્વતંત્ર થઈ ગયા હોઈએ, ‘ઈમોશનલ ઈન્ડીપેન્ડન્સ’ મેળવી શકીએ, તો છુટા પડી શકીએ. ત્રણ દિવસ સુધી પાડોશીનું ઘર બંધ હોય, તો એમને પણ આપણે મિસ કરતા હોઈએ છીએ. તો જેમની સાથે ત્રણ દાયકા ગાળ્યા છે, એમનો કેટલો બધો સામાન આપણા ઘરમાં પડ્યો હશે ! વો સામાન કૈસે લોટાઓગે ? ઉપર જવાનો સમય નજીક આવતો જાય એમ બંધનો છોડવાના હોય, તોડવાના નહીં. 
આંખનો પડદો નબળો પડે, પછી જ દ્રષ્ટિ સુધરે. ‘ઈન્ડીપેન્ડન્ટ’ હોવાનું ઈલ્યુઝન લઈને ઘરની બહાર નીકળ્યા હોઈએ અને અચાનક અંધારું છવાઈ જાય, પછી જ પેલું પરિચિત અજવાળુ સૌથી વધારે મિસ થાય. -©️ડૉ. નિમિત્ત ઓઝા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *