રાસરાસડા એટલે શું ⁉️
‘#ગરબો’ અને ‘ #ગરબી’
આ બેઉ શબ્દ અલગ અલગ અર્થ થાય, હોંકે !
કેવી રીતે શરૂ થયાં ? રાસરાસડા એટલે શું ?
🚩 જેના ગર્ભમાં દીવો છે એવો ઘડો એટલે #સંસ્કૃતમાં
‘દીપગર્ભો ઘટ’, તેમાંથી થયો ‘દીપગર્ભો’, પછી ‘ગરભો’ અને અંતે ‘ગરબો’ !
તેને માથે રાખી કે વચ્ચે રાખીને થતું વર્તુળાકાર નર્તન પણ કાળક્રમે ‘ગરબો’ જ કહેવાયું. સૌમ્ય નૃત્યલાલિત્યને ‘લાસ્ય’ કહેવાય છે, જેનો ધબકાર ગરબામાં ઝિલાય છે.
🚩 સદીઓ પૂર્વે રચાયેલા ગ્રંથ ‘હરિવંશ’માં કૃષ્ણને #રાસેશ્વર કહેવાયા છે.
👉 સ્ત્રી-પુરુષ સાથે હાથમાં દાંડિયા પકડી રમે તે ‘રાસ’, તાળી સાથે સ્ત્રીઓ રમે તે ‘ગરબો’ કહેવાય.
અને પુરુષો રમે તે ‘ગરબી’ ! કહેવાય.
🚩 પુરુષો અને સ્ત્રીઓ હાથે તાળીઓ પાડી ગરબો લે તેને ‘ #હીંચલેવી’ કહેવાય, પણ માત્ર સ્ત્રીઓ જમણા પગનો પંજો ધરતી સાથે અથડાવી ગરબો લે તેને ‘#હમચીખૂંદવી’ કહેવાય.
🚩 હવેલી સંગીતનાં ગીતો-રાસડાઓના
કવિ વલ્લભ મેવાડા જયારે શ્રીનાથજીનાં દર્શન ગયા ત્યારે પૂજારીએ તેમને ‘દર્શન બંધ થઇ ગયા છે’ તેમ કહીને પાછા વળાવ્યા. ભગ્નહૃદયથી વલ્લભ મેવાડાએ વિચાર્યું કે, ‘જે બાપ (કૃષ્ણ) પોતાનાં સંતાનો (ભક્તો)ને દર્શન ન આપે તેની સ્તુતિ કરવા કરતાં હું સદાય સુલભ એવી મમતામયી મા (મા અંબિકા)ના સ્તવનો શા માટે ન લખું ?’
અને
દયારામના પુરોગામી તરીકે તેમણે આજે પણ પ્રચલિત એવા લોકપ્રિય ગરબાઓ રચ્યા, આજે ‘સ્ટેજ શો’માં ફેરવાઇ ગયેલા ગરબાઓ ગુજરાતની ગલી ગલીમાં ઘોળાઇ ગયા, ખોળિયું બદલતા ગયા ! મહાડ, કાફી, પીલુ, ધનાશ્રી, કાલિંગડો, સારંગ વગેરે રાગ અને ખેમટો, કેરવો કે દીપચંદી તાલમાં ગવાતો ગરબો આજે લેસર સિન્થેસાઇઝરના ડ્રમ-બીટ્સના ડિજીટલ ફયુઝન મ્યુઝિકમાં ફેરવાઈ ગયો છે.
🚩 ‘# ભાવપ્રકાશ’ નામના અતિ પ્રાચીન ગ્રંથમાં 📚 રાસના ત્રણ પ્રકાર વર્ણવ્યા છે.
- ‘તાલરાસક’ એટલે તાળી-રાસ,
- ‘દંડ-રાસક’ એટલે દાંડિયા-રાસ
અને 3. ત્રીજા પ્રકારના છે ‘લતા રાસક’,
એટલે સ્ત્રી-પુરુષનું યુગલ પરસ્પર ગૂંથાઇને જેમ લતા વૃક્ષ ફરતી વીંટળાઇ વળે, તે રીતે એકબીજામાં સમરસ થઇને રમે તેવો રાસ !
🚩 રોજ ગરબે ઘૂમીને આવવાનો થાક ઉતારતા ખેલૈયાઓને એક અપીલ છેઃ
#ભાણદાસ રચિત
‘ગગનમંડળ ગુણ ગરબી રે’ ગરબો ક્યારેક ચાંદાનાં અજવાળે વાંચજો-સાંભળજો કે…
જેમાં પૃથ્વી એ કોડિયું છે, સમુદ્રરૂપી તેલ છે, પર્વતરૂપી વાટ અને સૂર્યરૂપી દીવો છે, શેષનાગની ઇંઢોણી છે…
।। શુભ નવરાત્રિ ।।
● ગરબા રમવું એટલે શું..⁉️🤔 ●
🚩 ગરબો તે બ્રહ્માંડ નૂ પ્રતિક છે ..
👉 ગરબા મા 27 છિદ્ર હોય છે.
નવ નવ ની ત્રણ લાઈન એટલે 27 છિદ્ર તે
27 નક્ષત્ર છે..
👉 એક નક્ષત્ર ને ચાર ચરણ હોય છે. 27×4=108 .
🚩 નવરાત્રી મા ગરબા ને મધ્ય મા રાખી
108 વખત ગરબી રમવાથી અથવા
ઘૂમવાથી બ્રહ્માંડ ની પ્રદિક્ષણા કરવાનૂ પૂણ્ય મળે છે.
ગરબા રમવાનું મહાત્મ્ય છે
દર પુનમે આપણાં ધર ના ઉંબરે આસોપાલવ નું તોરણ બાંધવાથી કુળદેવી માતાજી ના આશીર્વાદ મળે છે
લીલાં લહેર ના પુનમ દિવસે ગાય ના ધી નો અખંડ દિપ કરવાથી કુળદેવી માં પુનમે કુંભ ભયોઁ છે સાંભળજો કરુણા જીવન ની તમામ કરુણા પુનમે દિપ કુળદેવી નો કરવાથી સવો મનોકામના અવશ્ય પૂર્ણ કરે છે.
🙏 જય માતાજી. 🚩 જય માં ભગવતી.. 🙏


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877