Read Time:1 Minute, 24 Second
. ચોથો વિલાસ
( મુખ્ય સખીઃ શ્રી ચંદ્ર્ભાગાજી)
આજનો આસોસુદ -૪નો ચોથો વિલાસ શ્રીઠાકોરજીના મુખ્ય અષ્ટ સખીઓમાંના *એક સખી શ્રીચંદ્રભાગાજીનો છે.* આજના દિવસે શ્રીચંદ્રભાગાજી તેમને પોતાના યૂથની સખીઓને આમંત્રણ મોકલી *પરાસોલી વન (ચંદ્રસરોવર)* બોલાવી છે. શ્રી ચંદ્રભાગાજી તેમની યૂથની સખીઓ સાથે પરાસોલી પધાર્યા અને ત્યાં આવેલ દેવીના મંદિરે સૌ પહોંચ્યા, દેવીનું પૂજન, અર્ચન કર્યુ, ત્યારે ત્યાં પણ શ્રીઠાકોરજી પધાર્યા, આજે શ્રીઠાકોરજી, શ્રીચંદ્રભાગાજી અને સર્વ યૂથની ગોપીજનોએ *સફેદ રંગનાં વસ્ત્ર* પરિધાન કરેલ છે. યુગલ સ્વરુપે મુગટ પણ ધારણ કરેલ છે.
યૂથની સખીઓ શ્રીયુગલ સ્વરુપ માટે સિકોરી, ખંડમંડા, જલેબી અને બુંદીના લાડુંની સામગ્રી અંગીકાર કરાવી.
ભોગ આરોગ્યા પછી યુગલ સ્વરુપ અનેક રસાદિ લીલાઓ કરવા લાગ્યા.
શ્રી સમસ્ત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમર્પણ ટ્રસ્ટ વલ્લભ વિધાનગર
