. દિનાંક ૨૯-૦૪-૨૦૨૩
સર્વ-સમાજ અને સર્વ-કોમના લોકો સાથે મળી લેસ્ટરવાસીઓના હિતના કામો અને લેસ્ટરની તકદીર બદલવાની સંકલ્પ સાથે જનાદેશ મેળવતાં સંજય મોઢવાડિયા
- પરિવર્તન સાથે સિટી મેયરના સિસ્ટમમા સુધારો કરી લેસ્ટરના સ્થાનિક નાગરિકોના હિતોની પ્રાથમિકતા આપી કામ કરવાના ભરોસો આપતાં કંજરવેટિવ સંજય મોઢવાડિયા હૉટ ફેવરિટ
લેસ્ટર.સંજય મોઢવાડિયા ‘ સમસ્યામુક્ત ‘ લેસ્ટર ‘
અને ‘ પરિવર્તન- ક્રાંતિ’ સંદેશોથી જનાદેશ મેળવતાં જણાય રહ્યું છે. લેસ્ટર સિટી મેયરના કંજરવેટિવ ઉમ્મેદવાર સંજય મોઢવાડિયાની ગુજરાતી-ભાષી બાહુલ્ય લેસ્ટરને ભારે કૌંસિલ ટૈક્સો, મોંઘા મકાનો, અસુરક્ષિત શેરીઓ, સામ્પ્રદાયિક અશાંતિ જેવી સમસ્યાઓથી મુક્તિ અપાવવાની વાતો લોકો ગંભીરતાથી સાંભળતાં દેખાય છે. સંજય મોઢવાડિયા લેસ્ટર સિટીના લોકોને સંબોઘતા વીડિયો સંદેશમા કહ્યું કે ” લેસ્ટર સિટી કૌંસિલ સાથે સિટી મેયર સિસ્ટમમા પરિવર્તન જરૂરી છે. કેમકે લેબર-રાજની લેસ્ટર કૌંસિલ અને સિટી મેયર સિસ્ટમના દુષ્પરિણામોથી કમરતોડ ટૈક્સો, ના પરવડે તેવા મકાનો, આપણા બધાના ભાંગી પડયો વ્યવસાયો, ઉદ્યોગોના કારણે નૌકરીયોની સમસ્યા વધી છે. હું સિટી મેયર તરીકે ચૂંટાઈને આવું તો આ બધી સમસ્યાઓનું પ્રાથમિકતાથી નિરાકરણ કરીશું. લાખો પાઉન્ડના ફાલતુ ખર્ચો બચાવી લેસ્ટર સિટીના જનહિતના કામો કરી લેસ્ટરની તકદીર બદલવાની કામગીરી કરીશું. હું લેસ્ટર સિટી કૌંસિલની મીટિંગમાં લીધેલો નિર્ણયને અમલમાં લાઈ સર્વસમાજના લોકોની ભલાઈના કામોને પ્રાયોરિટી સાથે કરીશું. અમે સર્વસમાજના લોકો મળીને કામ કરીશું અને લેસ્ટર સિટીને રહેવા લાયક, સમસ્યામુક્ત, સુવિધાયુક્ત અને શાંતિપ્રિય શહેર બનાવીશું. ” સંજય મોઢવાડિયાની કૌમી એકતા, સર્વસમાજ હિતૈષી અને સામુહિક સહયોગે કામ કરવાની સોચ લોકોને પસંદ આવી રહી છે.ડોર-ટૂ-ડોર ચૂંટણી પ્રચારમા સંજય મોઢવાડિયાને વ્યાપક જન-પ્રતિસાદ મળતો દેખાય છે. જેથી સંજય મોઢવાડિયા વિજયપથ પર અગ્રેસર કહેવાય રહ્યા છે.
બૉક્સ
સંજય મોઢવાડિયા, Nags Agath , જયંતિ ગોપાલ વિજયના હકદાર,ત્રણેય લોકસેવીઓને પ્રચંડ મતોથી જીતાઓ : કેશવભાઈ બટાક
લંડન. એનઆરઆઈ ગ્રુપ, લંડન-યુકેનાં કન્વીનર કેશવભાઈ બટાકે કંજરવેટિવ સંજય મોઢવાડિયાને નાર્થ એવિંગ્ટનના કાઉન્સિલર અને લેસ્ટર સિટીના મેયર બન્ને પદો પર ભારે મતોથી જીતાવવાની અપીલ કરી છે. કેશવભાઈ બટાકે સેન્ટ્રલ લંડનથી જારી કરેલ પ્રેસ બયાનમાં કહ્યું કે સંજય મોઢવાડિયા વિજનરી, સેવાભાવી અને પોલીસ-પ્રશાસન-સરકારમાં સારી પહોંચ ધરાવે છે. સંજય મોઢવાડિયામા લેસ્ટર સિટીની તકદીર બદલવાની ક્ષમતા છે. સંજય મોઢવાડિયા જેવા સર્વ-સમાજ હિતૈષી મેયર મળવાનો દુર્લભ છે. જેથી લેસ્ટર સિટીના બધા મતદારશ્રીઓને મેયર તરીકે સંજય મોઢવાડિયાને ભારે મતોથી જીતાવવાની મારી નમ્ર વિનંતી છે. ભારતબંઘુ કેશવભાઈ બટાકે જણાવ્યું કે સંજય મોઢવાડિયા, જયંતિ ગોપાલ,
Nags Agath જેવા કર્મઠ, લોકોની સેવામા સદાય તત્પર રહેવા વાળા બધાજ કંજરવેટિવ ઉમ્મેદવારોને રેકોર્ડ બ્રેક વોટોથી વિજય બનાવવાની મારી નમ્ર અપીલ છે.
લિ.
NRI Group, London-UK
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877