પ્રતિ દિનાંક ૨૩-૦૨-૨૦૨૩
શ્રી નરેન્દ્રભાઈ મોદીજી,
વડાપ્રધાન, ભારત સરકાર,
સાઉથ બ્લોક, નવી દિલ્હી-૧૧
માનનીય વડાપ્રધાનશ્રી , સપ્રેમ નમસ્કાર.
ભારત નવ-નિર્માણનો આપશ્રીનો ભગીરથ પ્રયત્નોને અમે સૌ અવકારીએ છીએ. આપશ્રીનાં પ્રતાપે ભારત વિશ્વ ક્ષિતિજ પર ચમકી રહ્યું છે.
નવ-નિર્માણની પ્રક્રિયામાં આપશ્રીની સરકારે ઘણાં જૂના અનુપયોગી કાનૂનો
સમાપ્ત કર્યો છે. હવે ભારતને અનુપયોગી આર્થિક ભારણોને હટાવવાની જરૂર છે.
પૂર્વ સાંસદો, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ વિધાન પરિષદ સભ્યોનાં એકથી વધારે પેંશનો-ભથ્થું -સુવિધાઓ અને પૂર્વ મુખ્યમંત્રીઓની સુવિધાઓ પર પ્રજાનાં આપેલ ટૈક્સનાં સૈકડો કરોડ ખર્ચને રાષ્ટ્રહિતમાં બંધ કરવું જોઈએ. એવા ઘણાં અનાવશ્યક વ્યય પર સરકારોને બ્રેક લગાવવાની જરૂર છે.
ટૈક્સો વધવાનાં કારણે રોજિંદા વધતી મોંઘવારીથી પીડાતા લોકો આપશ્રીની રાષ્ટ્રસેવા કાર્યોનાં લીધે બઘુ સહન કરી રહ્યો છે. હવે ઉક્ત પૂર્વ માનનીયોને નિર્વાહ યોગ્ય પેંશન રાશિ લઈ વધારાની પેંશન-ભથ્થુંનાં રકમ અને શાહી સુવિધાઓને રાષ્ટ્રહિતમાં
સ્વત: ત્યાગ કરવી નહીંતર સરકારોને એવા ફાલતુ ખર્ચો બંધ કરવી જોઈએ.
બ્રિટિશ પીએમ અને સાંસદો જો રાષ્ટ્રહિતમાં ખર્ચોમાં કટૌતી કરી શકે તો મોંઘવારી અને નબડી અર્થ-વ્યવસ્થાથી પીડાતી ઇંડિયાની કેન્દ્ર-રાજ્યોની સરકારો, સાંસદો, ધારાસભ્યોને શું વાંધો છે?
અમે યૂકે અને દુનિયા ભરમાં વસતાં કરોડો ભારતીયો ભારતને વિકસિત અને સુખમય રાષ્ટ્ર તરીકે જોવાની ઈચ્છિએ છીએ. કરોડો ભારતીયોની આ સ્વપ્ન તમેજ સાકાર કરી શકો છો. એમાં ભારતીયો વર્ષોથી અંશદાન કરી રહ્યો છે. હવે વારો હયાત અને પૂર્વ સાંસદો, ધારાસભ્યો, મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, ગવર્નરો, નૌકરશાહો વગેરે ધનકુબેરોનું છે. વગર માનનીયોનાં ત્યાગે સોનેરા ભારતનું સ્વપ્ન અધુરું રહેશે.સાહેબ ભ્રષ્ટાચાર જો સમાપ્ત કરી શકાય તો ભારતમાં રામરાજ્ય આવી જશે.
સેન્ટ્રલ લંડન સાદર
કેશવ બટાક,
ભારતબંઘુ
