કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલ બજેટ યુવા લક્ષી નથી : કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ કેતન પટેલ
કેન્દ્ર સરકાર દ્વારા રજુ કરાયેલ બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપતા સંઘ પ્રદેશ દિવ દમણ ના કોંગ્રેસ પ્રમુખ એ જણાવ્યું હતું કે આ બજેટ ન તો યુવા લક્ષી છે, ન તો યુવાઓ ને રોજગાર આપતી એમાં કોઈ નક્કર યોજનાઓ છે, ઘણા સમય થી દેશ બેરોજગારી ના સામનો કરી રહ્યો છે અને એમાં પણ ઘણા યુવાઓ બેરોજગાર છે તો કોરોના બાદ ઘણા ની નોકરી છૂટી જતા તેઓ પણ બેરોજગાર બન્યા છે ત્યારે કેન્દ્ર સરકાર માત્ર કાગળ પર આત્મનિર્ભર જેવા ભારે ભરકમ શબ્દો થી લોકો ને આકર્ષિત કવાની માત્ર કોશિશ કરે છે પણ જમીની હકીકત જોઈએ તો યુવાઓ ના રોજગારી ના પ્રશ્ન નો હલ આ બજેટ માં ક્યાંય દેખાતો નથી, આ સાથે બજેટ માં યુવાઓ ને કોઈ પણ ટેક્સ બેનિફિટ પણ આપવામાં આવ્યો નથી, ગૃહિણીઓ ને પણ આવા બજેટ થી ઘર ના બજેટ નું કેવી રીતે આયોજન કરશે એ સમજાવી શક્યા નથી…એક મહિલા ફાઇનાન્સ મિનિસ્ટર ને તક મળી છતાં મહિલાઓ ને કોઈ વિશેષ ફાયદો અપાવી શક્યા નથી…આ સાથે 75 વર્ષ થી ઉપર ના લોકો ને ફાયદો આપવા ની જાહેરાત કરી પણ એની સામે યુવાઓ ને પ્રોત્સાહિત કરવુ જરૂરી હતું. આ બજેટ થી સંઘ પ્રદેશ દીવ દમણ કે જે પર્યટન માં ખૂબ સારું કરી રહ્યું હતું એના માટે કોઈ વિશેષ પેકેજ આવ્યું નથી જે બતાવે છે કે હાલ ના સાંસદ લાલુ પટેલ ની નિષ્ક્રિયતા છે..પ્રદેશ માટે પોતાની સરકાર પાસેથીજ ફાયદો લેવામાં તેઓ નિષફળ રહ્યા છે, સંઘ પ્રદેશ ની ઇન્ડસ્ટ્રી ને પણ કોઈ ખાસ પ્રોત્સાહન આ બજેટમાં મળ્યું નથી ત્યારે કોરોના કાળ માં સંઘ પ્રદેશ ના ઉદ્યોગ કોઈ સારું પેકેજ કે યોજનાઓ નો સારો લાભ સાંસદ અપાવી શક્યાં હોત પણ તેઓનું જ્ઞાન બજેટ ને લઈને જેટલું હોઈ તેટલો ફાયદો પણ સંઘ પ્રદેશ ને અપાવી નથી શક્યા.
હાલ દમણ માં પર્યટન ને લાગતા સારા કામ થઈ રહ્યા હોય ત્યારે ઉદ્યોગ ને કોઈ પ્રોત્સાહિત કરતું પેકેજ ઘણી રોજગારી ની તક આપી શક્યું હોત પણ આ બજેટ થી એવો કોઈ ફાયદો પ્રદેશ ને થનાર નથી..
