Explore

Search

October 27, 2025 12:36 pm

लेटेस्ट न्यूज़

Advertisements

લાયન્સ પરિવાર દમણે આજ રોજ દેવકા તાઇવાડ સ્કૂલમાં બાળકોના મનની શાંતિ અને એકાગ્રચિત રહે તે માટે યોગા અને મેડીટેશન નું આયોજન

લાયન્સ પરિવાર દમણે આજ રોજ  દેવકા તાઇવાડ સ્કૂલમાં બાળકોના મનની શાંતિ અને એકાગ્રચિત રહે તે માટે યોગા અને મેડીટેશન નું આયોજન

દમણ

લાયન્સ પરિવાર દમણે આજરોજ તારીખ 7 /7 / 2023 ને શુક્રવારને દિવસે દેવકા તાઇવાડ સ્કૂલમાં બાળકોના મનની શાંતિ અને એકાગ્રચિત રહે તે માટે યોગા અને મેડીટેશન નું આયોજન કર્યું હતું આ આયોજન લાયન્સ પ્રેસિડન્ટ ઇલા ટેલર અને લીયો પ્રેસિડેન્ટ વિધિ ટેલર દ્વારા કરવામાં આવ્યું હતું.

યોગા અને મેડીટેશન શ્રી શ્રી રવિશંકરજીના શિષ્ય અને દમણમાં યોગા અને મેડીટેશનના શિક્ષક લાયન ઉષાબેન રાણા દ્વારા કરવામાં આવ્યું હતું. દેવકા ટાઈવડ શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી આ આયોજનને વધાવી લીધો હતો. અને ખૂબ જ મજા કરી હતી. લાયન ઉષાબેન રાણાએ બાળકોને ખૂબ જ ગમ્મત સાથે મેડીટેશન અને યોગા કરાવ્યા હતા. શાળાના શિક્ષકોએ ખૂબ જ સાથ અને સહકાર આપ્યો હતો.

આ સાથે જ 50 થી 55 બાળકોને શૈક્ષણિક કીટ જેમાં નોટબુક, પેન, પેન્સિલ, રબર, ફૂટપટ્ટી,શાર્પનર સાથે ચોકલેટ અને સૂકા નાસ્તા નું વિતરણ કર્યું હતું.

આ આયોજનમાં લાયન પ્રેસિડેન્ટ ઈલા ટેલર, લિયો પ્રેસિડેન્ટ વિધિ ટેલર, ઝેડ સી પ્રવીણભાઈ પટેલ, યોગા અને મેડીટેશનના શિક્ષક લાયન ઉષાબેન રાણા, લાયન વર્ષા પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements