રૂંઢ મગદલ્લા મા ચાલી રહેલી મહેશભાઈ પાચીયા પરિવાર દ્વારા આયોજિત હંસદેવ ગિરી ની શિવ કથા મા વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની પધરામણી થઇ હતી. GTPL ના વિજયભાઈ ગોસ્વામી અને મહેશભાઈ પાચીયા એ કથાકાર પ્રફુલભાઇ શુક્લ નુ સ્વાગત કર્યું હતુ. કથા મા ઉપસ્થિત વિશાળ શ્રોતા સમુદાય ને ઉદબોધન કરતા પ્રફુલભાઇ શુક્લ એ કહ્યું હતુ કે “ *ક્ષણ મા રીજી જાય એ શિવ છે અને ક્ષણ મા નારાઝ થાય એ જીવ છે”, ” ભારત ની ભૂમિ ઉપર દેવતાઓ ને અવતાર લેવાની ઈચ્છા થાય છે. આવનારી 22 જાન્યુઆરી વિશે એમને *બધા ને હાકલ કરી ને કહ્યું હતુ કે ” રામ જન્મ ભૂમિ નો આ વૈશ્વિક ઉત્સવ છે, ઘર ઘર દીપ પ્રગટાવો, રંગોળી પુરાવો અને જીવન ની સૌ થી મોટી દીપાવલી માનવો”. જય શ્રી રામ
- પ્રફુલભાઇ શુક્લ ની ઓજસ્વી 8 મિનિટ બોલાયેલી વાણી થી કથા મંડપ ઝૂમી ઉઠ્યો હતો. અને ” જય શ્રી રામ ” ના પ્રચંડ નારાઓ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતુ .* સંચાલન ગોપાલભાઈ ટંડેલ અને કિશનદવે દ્વારા કરવામાં આવ્યું હતુ.
