શિવ કથા : ભાગ 12
શ્રાવણ સુદ તેરસ
🌸🌹🌺🌷💐
ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ
ત્રંબકેશ્વર એ મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના ત્રંબક શહેરમાં આવેલું પ્રાચીન હિંદુ મંદિર છે. ત્રંબક નાસિક શહેરથી ૨૮ કિમી દૂર આવેલું છે. ત્રંબકેશ્વર શિવના ૧૨ જ્યોતિર્લિંગમાંનું એક એવું આઠમું જ્યોતિર્લિંગ છે. મંદિરના પરિસરમાં આવેલો કુંડ કુશાવર્ત ગોદાવરી નદીનો સ્ત્રોત ગણાય છે. ગોદાવરી નદી દખ્ખણ પ્રદેશમાં આવેલી સૌથી લાંબી નદી છે. હાલનું મંદિર પેશ્વા બાલાજી રાવ (નાનાસાહેબ) દ્વારા બાંધવામાં આવ્યું હતું.
આ મંદિર પંદરેક ફૂટ ઊંચા કિલ્લાથી રચાયેલ છે. ઉત્તરમાં આવેલ સિંહદ્વારમાંથી દાખલ થતાં જ વિશાળ પટાંગણ આવે છે. અને તેની વચ્ચે ૯૦ ફૂટ પહોળું, ૧૧૫ ફૂટ લાંબુ અને ૯૫ ફૂટ ઊંચુ અદ્ભૂત કોતરણીવાળું કાળમીંઢ પથ્થરનું ભવ્ય મંદિર આવેલ છે. આ જયોર્તિલિંગ પરંપરાગત શિવલિંગ જેવું નથી. ગર્ભગૃહની અંદર વિશાળ થાળામાં અડધો ફૂટ પહોળો અને દોઢેક ફૂટ ઊંડો ખાડો છે. જે મોટેભાગે આ જયોર્તિલિંગના પેટાળમાં વહેતી ગૌતમી નદીના પાણીથી ભરાયેલો જ રહે છે. એથી જયાંથી જળનો સ્ત્રાવ થાય છે, તે મુખને હાથથી બંધ કરી દેવામાં આવે તો તેની અંદરની દિવાલ પર થોડા ઊંડે આવેલ મોટા લીંબુ જેવડા ત્રણ લિંગો અને ચોથો ખાડો સ્પષ્ટ દેખાય છે. અહીં સ્ત્રીઓને જયોર્તિલિંગની પૂજા કરવાની મનાઈ છે.
પૌરાણિક કથાસાર પ્રમાણે, હજારો વર્ષ પહેલાં મહાન ૠષિ ગૌતમ અને તેમની પત્ની અહલ્યા આશ્રમમાં બીજા ૠષિઓ સાથે રહેતા હતા પરંતુ એક વખત ઝઘડો થતાં બીજા ૠષિઓએ ગૌતમ ૠષિને હેરાન કરવા શ્રી ગણેશજીને રીઝવવા તપ કર્યું. ગણપતિજી પ્રસન્ન થયા ત્યારે આ આશ્રમમાંથી ગૌતમ ૠષિને કાઢી મૂકવાનું વરદાન માંગ્યુ. ત્યારે ગણેશજીએ નિર્બળ ગાયનું રૂપ ધારી ગૌતમ ૠષિ પાસે પડેલું ધાન ખાવા ગયા. જેવા ગૌતમ ૠષિએ ઘાસના પૂળાથી ગાયને અટકાવી કે તરતજ ગાય જમીન પર પડીને મૃત્યુ પામી. આ સમયે અન્ય ૠષિઓ દોડી આવ્યા અને કહ્યું કે તમે ગૌહત્યા કરી છે, માટે સપરિવાર અહીંથી ચાલ્યા જાવ. ત્યારે ગૌતમ ૠષિએ ગૌહત્યાના પાપ-નિવારણનો ઉપાય પૂછતાં ૠષિઓએ જવાબ આપ્યો કે ગંગા નદી કે અહીં બોલાવીને તેમાં સ્નાન કરવું તેમજ ૧૧ વખત બ્રહ્મગિરિ પર્વતની પ્રદક્ષિણા કરીને જો પાર્થિવ શિવલિંગને એ ગંગાજળથી સ્નાન કરાવશો તો પાપશુદ્ધિ થશે આ પ્રમાણે ગૌતમ તથા અહલ્યાએ કર્યું. આથી ભગવાન શંકર પ્રસન્ન થઈને પ્રકટ થયા અને વરદાન માંગવા કહ્યું. ત્યારે ૠષિએ તેમને પાપ મુકત કરવા કહ્યુ, આ પછી મહર્ષિ ગૌતમની ભકિતપૂર્ણ યાચનાથી બ્રહ્મગિરિના પર્વત ઉપરથી ગંગાજી નીચે ઊતર્યા અને ૠષિના આશ્રમ પાસે થઈને વહેવા લાગી, જયારે તેને કિનારે ભગવાન શંકર, બ્રહ્મા, વિષ્ણુ અને ઈન્દ્ભ એમ ચાર શિવલિંગોના બનેલા જયોર્તિલિંગ સ્વરૂપે શિવજી અહીં સ્થિત થયા. અહીં આ ગંગા નદી ગૌતમીના નામથી પૂજાવા લાગી. એક વખત ઈન્દ્ર અહલ્યાના રૂપથી મોહિત થઈને તેમને છેતરીને તેનો ઉપયોગ કર્યો. તેની સજારૂપે ભગવાન શંકરે જયોર્તિલિંગના સ્થાનમાંથી ઈન્દ્રને કાઢી મૂક્યા, તેથી ત્યાં ખાડો રહ્યો. આમ, ત્રણ લિંગનું બનેલુ આ જયોર્તિલિંગ ત્ર્યંબકેશ્વર કહેવાય છે. ગૌતમ ઋષિ, ગોદાવરી અને બધા દેવોની પ્રાર્થના પર ભગવાન શિવ આ સ્થળે નિવાસ કરવાનું નકકી કર્યું હતું. ત્યાંથી ત્રંબકેશ્વર નામ પડ્યું છે કેમકે જ્યોતિર્લિંગમાનું સૌથી આશ્ચર્યજનક એ છે કે તેના ત્રણ ચહેરા છે જે એક ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને ભગવાન રુદ્રનું સ્વરૂપ માનવામાં આવે છે. આ લિંગની આસપાસમાં જ મુકવામાં આવ્યો છે જેને ત્રિદેવનો ચહેરો માનવામાં આવે છે. નીલમણી, હીરા અને ઘણા કિંમતી રત્નો આ તાજમાં છે. નાસિક-ત્ર્યંબક અવિભાજય બની ગયેલા અંગ છે. ગોદાવરી નદીના તટે વસેલું નાસિક દક્ષિણનું બનારસ પણ કહેવાય છે કારણ કે અહીં સંખ્યાબંધ મંદિરો છે. જોવાલાયક મંદિરોમાં સુંદરનારાયણ મંદિર, કાલારામ મંદિર, ગોરારામ મંદિર, મુકિતધામ, પંચવટી અને તપોવન મુખ્ય છે. દર બાર વર્ષે અહીં કુંભમેળો ભરાય છ
ે
અને ભક્તો ગૌતમ ગંગામાં સ્નાન કરીને ભગવાન શ્રી ત્રંબકેશ્વરના દર્શન કરે છે.
।। त्रंबकश्वर महादेव की जय हो ।।
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય, રાજકોટ
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877