દમણ.. ૨૪-૦૨-૨૦૨૪
માછી મહાજન ‘જ્ઞાનયજ્ઞ’ રહ્યું યાદગાર, કેશવ બટાક સહિતના પનોતા પુત્રો ખાસ લંડનથી પધાર્યા, કથાકારે કહ્યું- માછી સમાજ બહુ ધાર્મિક, હવે આમંત્રણે લંડનમાં સંભળાવિશું કથા
દમણના માછી સમાજના શીર્ષ સંગઠન શ્રીમાછી મહાજન મંડળ ( નાની દમણ) ના ૫૩ મા જ્ઞાનયજ્ઞ શ્રીશિવ મહાપુરાણ કથા (૧૪-૨૨ ફેબ્રુઆરી) ખૂબજ યાદગાર અને બેજોડ રહ્યું. નવે નવ દિવસ શ્રદ્ધાલુઓએ પ્રેમપૂર્વક કથા સાંભળ્યું હતું. કથાના યજમાન બરૂડિયા શેરી (નાની દમણ) ના લંડનમાં રહેતા રહીશો માછી સમાજના પનોતા પુત્રો ખાસ કથા જ્ઞાનયજ્ઞમાં શામેલ થવા સપરિવાર યૂકેથી દમણ આવ્યાં હતાં. બરૂડિયા શેરીના દિકરો કેશવ બટાકે પણ જ્ઞાનયજ્ઞના લાભ લેવા પરિવાર સાથે સેન્ટ્રલ લંડનથી માદરેવતન દમણ પહોંચ્યા હતાં. શ્રીમાછી મહાજનની શ્રીશિવ મહાપુરાણની પોતાની ૩૦ મી કથાને યાદગાર કહ્યું હતું. કથાકાર મિત્તલ ઠાકરજીએ વાતચીતમાં જણાવ્યું હતું કે દમણના માછી સમાજ બહુ ધાર્મિક છે. મારી કથામાં શરૂથી પૂર્ણાહુતિ સુધી કથાસ્થલ શ્રદ્ધાલુઓથી ભરાયેલ રહ્યું. જ્યારે લોકો અહીં બીજી કથાઓમાં ત્રીજા-ચોથા દિવસથી ભારે શ્રદ્ધાલુઓની આવવાની વાત કહેતાં હતાં. મિત્તલ ઠાકરજીએ કહ્યું કે જ્યારે શ્રોતાઓ ધ્યાનથી કથા સાંભળતાં હોય તો કથાકારને પણ કથા કહેવામાં આનંદ આવે છે. શ્રીમાછી મહાજનની શ્રીશિવ મહાપુરાણ કથામાં એવુંજ સંનિષ્ઠ શ્રોતા શ્રદ્ધાલુઓ રહ્યાં હતાં. લંડનના કેશવભાઈ બટાક અને યૂકેમાં રહેતા માછી સમાજના કેટલાક અગ્રણીઓ મને કથા કહેવા લંડન આવવાનો આમંત્રણ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે માછી સમાજના કુલગુરુ ૧૦૦૮ બેતીયા પીઠાધીશ્વર શ્રી
મહંત ગોપાલદાસજી ગુરૂ અલી રામમિલન દાસજી શાસ્ત્રી ડાકોરવાળા ( હોડીવાળા મહારાજશ્રી) ની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રીમાછી મહાજન (નાની દમણ) ના ૫૩ મા કથા જ્ઞાનયજ્ઞના સફળ આયોજન બરૂડિયા શેરીની મુખ્ય યજમાનીમાં કરવામાં આવ્યું હતું. પૂર્ણાહુતિના દિવસે માછી સમાજના અગ્રણીઓ કેસરિયા પગડી અને સફેદ પહરવેશમાં ખૂબજ સુંદર લાગી રહ્યાં હતાં.
બૉક્સ
કેશવ બટાક અને કથાકાર ઠાકરજીએ ભારતને હિન્દૂ રાષ્ટ્ર બનાવવા જગાવશે અલખ
‘ભારતને હિન્દૂ રાષ્ટ્ર બનાવવું (ઘોષિત કરવું ) જોઈએ’ ના મુદ્દે એનઆરઆઈ ગ્રુપ લંડન યૂકેના કન્વીનર કેશવભાઈ બટાક અને કથાકાર મિત્તલ ઠાકરજી સહમત છે. શ્રીમાછી મહાજનની ૫૩ મી કથા સંભળાવવા દમણ પ્રવાસ દરમિયાન કથાકાર મિત્તલ ઠાકરજી અને સનાતન ધર્મના પ્રચારક કેશવભાઈ બટાકની મુલાકાત થઈ હતી. કેશવભાઈ બટાકે કથાકાર ઠાકરજીને દરેક કથાઓમાં ‘ભારતને હિન્દૂ રાષ્ટ્ર બનાવવા’ અંગે અલખ જગાવાનો આગ્રહ કર્યું હતું. કથાકાર ઠાકરજીએ કેશવભાઈ બટાકની વાતને ટેકો આપી ભારતને હિન્દૂ રાષ્ટ્ર બનાવવાની જરૂરત જણાવ્યું હતું. કથાકાર મિત્તલ ઠાકરજીએ પ્રેસ બયાનમાં કહ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ભારત ચારેય બાજુ બધી ક્ષેત્રે સર્વાંગી વિકાસ કરી વિશ્વગુરૂ બનવા પ્રયાણ કરી રહ્યું છે.
દમણ.. ૨૪-૦૨-૨૦૨૪ માછી મહાજન ‘જ્ઞાનયજ્ઞ’ રહ્યું યાદગાર, કેશવ બટાક સહિતના પનોતા પુત્રો ખાસ લંડનથી પધાર્યા, કથાકારે કહ્યું- માછી સમાજ બહુ ધાર્મિક, હવે આમંત્રણે લંડનમાં સંભળાવિશું કથા
Views: 71









Read Time:4 Minute, 9 Second
