પ્રખર ગાયત્રી ઉપાસક પુ. ગુરૂદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” (ઝાલાવાડનાં ઈતિહાસવિદ ડો. ઇન્દ્રવદન આચાર્ય) નાં અત્યંત પ્રિય એવા બે ક્ષત્રિય શિષ્યોનું થોડા સમય પહેલા અવસાન થયું, જેમાંનાં સૌપ્રથમ એવા સ્વ. રામસિંહજી દહિયાનું જોધપુર ખાતે તા. 15 ઓક્ટોબર 2023 નાં રોજ અવસાન થયું અને સ્વ. રાજેન્દ્રસિંહ પરમાર (મૂળી-રાજકોટ) નું અવસાન તા. 13 નવેમ્બર 2023 નાં દિવાળીનાં દિવસે થયું. આ બંન્ને ક્ષત્રિય મહાનુભાવોનાં શ્રેયાર્થે તા. 10 માર્ચ, રવિવારે બપોરે 3.30 થી 7.30 દરમિયાન ગાયત્રી યજ્ઞનું આયોજન શ્રી સિદ્ધ ગાયત્રી શક્તિપીઠ દ્વારા કરવામાં આવ્યું હતું. અનિવાર્ય સંજોગોને હિસાબે દહીયા સાહેબનાં પરિવારનાં સભ્યો હાજર રહી શક્યા નહોતા પરંતુ એમના વતી એમનાં નિકટનાં સ્નેહી શ્રી નરેન્દ્રસિંહ રાણા (દુધરેજ, હાલ રાજકોટ) હાજર રહ્યા હતા જયારે આ યજ્ઞમાં સ્વ. રાજેન્દ્રસિંહજીનાં સુપુત્ર શ્રી ભગીરથસિંહ પરમાર, તેમનાં ધર્મપત્ની નયનાબા તથા તેમનો પરિવાર, સસરા શ્રી નરેન્દ્રસિંહ ગોહીલ, સાસુ ગીતાબા, સાળા સાહેબ શ્રી પૃથ્વીરાજસિંહ સહિત અન્ય સત્સંગીઓએ પણ યજ્ઞમાં આહૂતિ આપી, બંન્ને પવિત્ર દિવંગત આત્માઓને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. પૂ. શ્રી માડીનો આ 1104 મો અનુષ્ઠાન યજ્ઞ હતો અને તેમની છેલ્લી 40 વર્ષની સાધનામાં 19 કરોડ અને 80 લાખ મંત્રજાપ પૂર્ણ થયા છે. સ્વ. ઠાકુર રામસિંહજી દહીયા સાહેબનો જન્મ તા. 3 ફેબ્રુઆરી 1953 નાં રોજ જોધપુરમાં થયો હતો. પિતાનું નામ ઠા. ઉત્તમસિંહ અને માતાનું નામ અંજના કંવર જૈતાવત (રાઠોડ) હતું. પ્રારંભિક શિક્ષણ જોધપુરની સરકારી શાળામાં થયું. આર્થિક પરિસ્થિતિને હિસાબે જીવન સંઘર્ષપૂર્ણ રહ્યું પરંતુ હિંમત હાર્યા વગર સતત આગળ વધતા રહ્યા. બે સરકારી નોકરી કરીને છોડી પણ દીધી અને પોતાનો સ્વતંત્ર વ્યવસાય રાશનની દુકાન શરૂ કરીને કર્યો અને બે પુત્રો નવલસિંહ અને મહેન્દ્રસિંહ તથા પુત્રીઓ રેખાકંવર અને હેમકંવરને ભણાવી ગણાવી, લગ્ન કરાવીને જીવનમાં સ્થિર કર્યા તેમજ 1980 માં પોતાનું નિવાસસ્થાન પણ બનાવ્યું. આ દરમિયાન તેમનાં ધર્મપત્ની ભારતીબાએ સતત સહકાર આપ્યો હતો. મારા પિતાશ્રી ડો. ઇન્દ્રવદન આચાર્ય સાથે તેમની મુલાકાત 2016 માં થઇ ત્યારથી તેમનાં શિષ્ય બન્યા હતા. આ મુલાકાત માટે પુ. ગુરૂદેવનાં શિષ્યો શ્રી બહાદુરસિંહ સિસોદીયા (સરા) તથા શ્રી રણુભા ઝાલા (દીઘડીયા) નિમિત્ત બન્યા હતા અને મારા પિતાશ્રીના Ph. d. (1974) પુસ્તક “સૌરાષ્ટ્રમાં ઝાલા રાજવંશના શાસનનો ઇતિહાસ” નું વિમોચન દીઘડીયા ખાતે તા. 11 નવેમ્બર 2016 નાં રોજ ઝાલાવાડનાં સ્થાપના દિવસે થયું ત્યારે તેઓ પણ હાજર હતા. તે પછી તેમણે જોધપુર ખાતે 25 ડિસેમ્બર 2016 માં ‘રાજપૂત પ્રતિભા સમ્માન સમારોહ’ અંતર્ગત મારા પિતાશ્રી ડો. ઇન્દ્રવદન આચાર્યનું સન્માન જોધપુરનાં મહારાણાશ્રી ગજસિંહજી રાઠોડ સાહેબનાં સ્વહસ્તે કરાવેલ. દહીયા સાહેબ કૈ. વાય. સંદેશ પત્રિકાનાં 1999 થી 2016 સુધી સંપાદક રહ્યા અને ખુબ સારા લેખક પણ રહ્યા. તેમનાં જીવનકાળ દરમિયાન 9 પુસ્તકો લખ્યા, જેમાંનાં તેમનાં સાસુ स्व. दिलर कुंवर झालीजी (दुधरेज) माधाणी परिवार के नाम पर जुनागढ के चुडासमा और दुधरेज (सौराष्ट्र) के झाला राजवंश का संक्षिप्त इतिहास वर्ष 2016 તથા બીજા પુસ્તક परमार राजवंश का संक्षिप्त गौरवमय इतिहास પુસ્તકનું વિમોચન રાજકોટ ખાતે અમારી સંસ્થા શ્રી સિદ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ ખાતે થયું હતું ત્યારે અનેક રાજવી પરિવારો, ભાયાતો તથા મહાનુભાવોએ હાજરી આપી હતી. આ બંન્ને કાર્યક્રમમાં સ્વ. રાજેન્દ્રસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્વ. રાજેન્દ્રસિંહ પરમારનાં પરિચયમાં જોઇએ તો તેઓ એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવ્યા હતા અને બાળપણ મુળીમાં વિતાવ્યું. ખેતીવાડી ખાતામાં સરકારી નોકરી મળતાં રાજકોટ આવ્યા અને ત્યાં જ કાયમ માટે રહેવાનું થયું. નોકરી એવી સારી હતી કે નોકરી કરતા વધારે સમાજલક્ષી કાર્ય કરતા હતા. ‘પરમાર વંશ સાગર’ પુસ્તકના લેખક સાથે રહીને સમાજ એટલે શ્રી પરમાર ક્ષત્રિય સમાજ મુળી ચોવીસી રાજકોટની સ્થાપના કરેલ હતી ત્યારબાદ શ્રી રાજ શક્તિ યુવક મંડળની સ્થાપનાથી લઇ છેલ્લે સુધી એમાં જોડાયેલ રહેલા અને છેલ્લે તેઓ સંસ્થાના પ્રમુખ હતા. શ્રી પરમાર ક્ષત્રિય સમાજ મુળી ચોવીસી રાજકોટના સતત ૨૫ વર્ષ સુધી મહામંત્રીના હોદેદાર રહ્યા હતા. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના રાજકોટ ખાતે સંસ્થાના સંગઠનને ટોપ પર લઈ ગયા હતા ને એમાં પણ ટ્રસ્ટી સુધીના હોદાને ગ્રહણ કરેલ હતા. મુળી ઠાકોર સાહેબશ્રી જીતેન્દ્રસિંહજી પરમારનાં પી. એ. તરીકે પણ સેવા આપી હતી. એક વાત ખુબ ગર્વ લેવા જેવી કે સામાન્ય માણસથી લઇ ટોપના માણસ સુધી સારા વ્યવહાર રાખેલ. ઉપ રાષ્ટ્રપતિ શ્રી ભૈરવસિંહ શેખાવત સાથે મીટીંગ પણ કરેલ હતી. છેલ્લે તો પોતાનો ધ્યેય ફક્ત પરમાર ક્ષત્રિય સમાજ પર રાખીને રાજકોટની સાથે પાંચ શહેરમાં મુળી ચોવીસીની સંસ્થાઓ બનાવી હતી. પુ. ગુરૂદેવ શ્રી માડીનાં અનન્ય શિષ્ય રહ્યા અને તેમની અતૂટ આસ્થા રહી. દરેક કાર્યક્રમમાં એમની હાજરી અચુક હોય જ. ઇવન તેમનાં અવસાન પહેલાં નવરાત્રિની આઠમે પણ પરમાર દંપતિ ગાયત્રી માતાજીનાં દર્શનાર્થે પધાર્યા હતા. પ્રભુને પ્રાર્થના કે સ્વ. રામસિંહજી દહીયા તથા સ્વ. રાજેન્દ્રસિંહ પરમારનાં દિવ્ય આત્માઓને પરમ શાંતિ અર્પે એ જ અભ્યર્થના.. 💐 ૐ શાંતિ ૐ