ઓલિવ ઓઇલ વાળા દેશ માં પણ *સીંગતેલ* ની બોલબાલા : Varsha Shah

Views: 72
0 0
Spread the love

Read Time:4 Minute, 22 Second

એક વિદ્વાન આયુર્વેદ આચાર્ય ને પ્રશ્ન કર્યો કે ખાવા માં કયું તેલ વાપરવું? 
તેમનો જવાબ ખુબ માર્મિક હતો..
 “જે તેલીબિયાં તમે મોઢા માં નાખી ખાઈ શકો તેને તમે તેલ કાઢી ને ખાવ તો તે ઉત્તમ છે… શું આપણે *કપાસિયા* મોઢામાં નાખી ખાઈ શકીએ? *સૂર્યમુખી* ના બી કોઈ વાર નાખજો મોઢા માં…  *ચોખા* ના વળી તેલ નીકળે? આ વિજ્ઞાપન વાળા કહે અને આપણે તેલ બદલી નાખીયે.. ભાઈ ભાઈ..
ટેસ્ટ અને ગંધ વગર નુ સૌથી મોંઘુ *ઓલિવ તેલ* ખાવાનો પણ ક્રેઝ છે..  પરંતુ ભાઈ હવે ઓલિવ ઓઇલ વાળા દેશ માં પણ *સીંગતેલ* ની બોલબાલા છે..
*BT કપાસ માંથી નીકળતું તેલ કોઈ દિવસ live જોયુ* ? એક વાર ઘાણી માં જઈને જોજો..  … સાત પેઢી સુધી કહેશો કે કપાસિયા નુ તેલ કોઈ ન ખાશો… *સૌથી વધારે ભયાનક છે કપાસનુ તેલ*… કોઈ ખેડૂત મિત્ર હોય તો પૂછજો કેટલી જંતુનાશક દવા કપાસ ના પાક માં નાંખે છે.. આજે વિશ્વ ના લગભગ 20 દેશો એ BT કપાસ પર પ્રતિબંધ મુક્યો છે..
રહી વાત *બદામ* ના તેલ ની.. તે ખુબ ગુણકારી છે પણ ભાવ પૂછ્યો બદામ નો !દક્ષિણ ભારત માં *કોપરા* નુ તેલ વધારે ખવાય છે પણ એની પણ મર્યાદા છે..
🥓 તો હવે સદીઓ થી *તલ* અને *સીંગ* ના તેલ ની બોલબાલા છે.. પણ ઓલી જાહેરાત માં આવે કે તમે દર મહિને તેલ બદલી નાખો …કેટલાક વળી કોલર ઊંચો કરી ને કેશે કે, બાપુ આપણે તો ઓલિવ ઓઇલ ખાઈ…
*અમેરિકા માં થયેલ સંશોધન એમ કે છે કે મગફળીની સીંગ માં રહેલ  પૌષ્ટિક તત્વો જ ઘાણી ના સીંગતેલ ને વિશ્વ નુ શ્રેષ્ઠ તેલ બનાવે છે*…દરેક હાલતી ચાલતું પ્રાણી કે જીવ ખાઈ જતું આપણું પાડોશી ચીન છેલ્લા બે ત્રણ વર્ષો થી સીંગદાણા અને તેલ ની આપણે ત્યાં થી લાખો ટન ખરીદી કરી રહ્યું છે…મારાં મતે હૃદય ને 100 વર્ષ સુધી ધડકતું રાખવું હોય અને કાઠિયાવાડી ભાષા માં *રાતડી રાણ્ય* જેવા રેવું હોઈ તો દિવાળી પછી અને ફેબ્રુઆરી પહેલા ઘાણી માં કાઢેલું *કાળા તલ* નુ અને *મગફળીનુ સીંગતેલ* આખા વર્ષ માટે ભરી લો… જ્યાં સુધી ઠંડી હોઈ તલ તેલ ખાવ પછી સીંગતેલ નો ડબ્બો તોડો… હા આને ફરસાણ બધું સીંગતેલ માં જ બનાવો અને થોડું થોડુંજ બનાવી જલ્દી ખાઈ જાવ.. (બજારમાં મળતા દરેક બ્રાન્ડ નુ ફરસાણ, જંતુનાશક દવાઓ વાળા *BT કપાસ* માંથી બને છે અને મહિનાઓ સુધી બગડતું નથી.. હા પરંતુ આપણી તબિયત પુરી બગાડી નાંખે છે )
ઘણા પાછા એકદમ એડવાન્સ થાય અને તેલ કાઢવા નુ મીની મશીન ઘરે લાવી રોજ તેલ કાઢી તાઝુ જ ખાય…. આયુર્વેદ માં તેલીબિયાં માંથી તેલ કાઢવા નો ઉત્તમ સમય જયારે પાક તયાર થાય અને ભુર વા ઉડે અને સીંગ માં દાણો ખખડવા લાગે ત્યારે કાઢેલું તેલ શરીર માટે ઉત્તમ પણ છે અને આખું વર્ષ બગડતું પણ નથી..
*શું તમે ક્યારેય Raw તલ તેલ કે સીંગતેલ ખાધું* ?*અદભુત ટેસ્ટ અને ગુણકારી છે કાચું તેલ.. ક્યારેક ગરમ ગરમ ખીચડી માં ઘી ની જગ્યા એ તલ તેલ નાખજો.. અને શિયાળા માં ભઠા માં શેકેલ રીંગણાં પર કાચું સીંગતેલ ને મસાલા નાખી ખાજો … એકલી મજા જ આવશે*…
બહુ જાહેરાતો જોઈ ભરમાવું નહિ કારણ કે એ પણ છાનામાના ઘાણી નુ સીંગતેલ લાવી ને ખાઈ રહ્યા છે..અક્કલમંદ કો ઈશારા કાફી હૈ..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *