[Manoj Aachary: ધાર્મિક કથા : ભાગ 279





દેવાધિદેવ મહાદેવનો પ્રિય માસ શ્રાવણ મહિનાનો પ્રારંભ 5 ઓગસ્ટના રોજ થવાનો છે. આ વખતનો શ્રાવણ માસ ખૂબ જ ખાસ છે. આ વર્ષે ગ્રહો અને નક્ષત્રો વચ્ચે ખાસ સંયોગ થઈ રહ્યો છે, જે મહિનાને ખૂબ જ શુભ બનાવી રહ્યો છે. વૈદિક કેલેન્ડર મુજબ આ વખતે સાવન મહિનામાં ચાર શુભ સંયોગ બની રહ્યા છે. લગભગ 72 વર્ષ પછી શ્રાવણ માસમાં આ અદ્ભુત સંયોગ જોવા મળી રહ્યો છે. આ વખતે શ્રાવણ માસમાં 5 સોમવાર છે. આ પવિત્ર માસમાં શુક્રાદિત્ય યોગ, બુધાદિત્ય યોગ, નવપંચમ યોગ, ગજકેસરી યોગ, કુબેર યોગ તથા શશ યોગ રચાશે. હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ શ્રાવણિયા સોમવારનું પણ છે. સોમવાર ખાસ મહત્વના પગલે શિવ ભક્તો સોમવારે ઉપવાસ રાખીને શિવજીની પૂજા અર્ચના કરતા હોય છે. આ વખતે શ્રાવણ મહિનો વધારે ખાસ છે કારણ કે શ્રાવણ માસની શરુઆત સોમવારના દિવસથી જ થાય છે અને સોમવારના દિવસે જ શ્રાવણ પુરો થાય છે. એટલું જ નહીં આ વખતે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર આવશે. આ શ્રાવણ માસમાં જન્માષ્ટમી પણ સોમવાર છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે, મહાદેવજીને સોમવાર ખુબ જ પ્રિય છે. તેથી સૌ લોકો આ દિવસે વ્રત કરે છે તેમની પૂજા કરે છે અને પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરે છે. દેવો અને દાનવો વચ્ચે શ્રાવણ મહિનામાં જ સમુદ્રમંથન થયું હતું, જેના કારણે મહાદેવ નિલકંઠ કહેવાયા હતા. વિષપાન કરીને ભગવાન શિવ નિલકંઠ બન્યા હતા. ઝેરની અસરથી સૃષ્ટિ બચાવવા માટે મહાદેવ વિષપાન કરે છે અને નિલકંઠ બને છે. આ પૌરાણિક વાતોના મહત્વ સાથે શ્રાવણ માસમાં મહાદેવના વિષપાનની અસર ઓછી કરવા માટે ભક્તો તેમના પર જળાભિષેક કરે છે.
👉 શ્રાવણ મહિનામાં આવતા વાર તહેવાર 👇🏻
▶️ તારીખ તિથિ – તહેવાર
5 ઓગસ્ટ 2024 શ્રાવણ મહિનો શરુ, શ્રાવણ માસનો પ્રથમ સોમવાર
7 ઓગસ્ટ 2024 મધુશ્રુવા ત્રીજ, ઠકુરાણી ત્રીજ, હરિયાળી ત્રીજ
8 ઓગસ્ટ 2024 વિનાયક ચોથ
9 ઓગસ્ટ 2024 જીવંતિકા પૂજન, નાગપાંચમ (દ.ગુ)
10 ઓગસ્ટ 2024 કલ્કિ જ્યંતિ
11 ઓગસ્ટ 2024 ભાનુ સપ્તમી
12 ઓગસ્ટ 2024 ગો.તુલસીદાસ જ્યંતી, શ્રાવણ માસનો બીજો સોમવાર
15 ઓગસ્ટ 2024 પતેતી, સ્વાંતત્ર્ય દિવસ
16 ઓગસ્ટ 2024 પુત્રદા એકાદશી (શીંગોડા)
17 ઓગસ્ટ 2024 દામોદર દ્વાદશી
19 ઓગસ્ટ 2024 રક્ષાબંધન, શ્રાવણ માસનો ત્રીજો સોમવાર
22 ઓગસ્ટ 2024 કુલકાજલી ત્રીજ, બોળ ચોથ
23 ઓગસ્ટ 2024 નાગ પાંચમ
24 ઓગસ્ટ 2024 રાંધણ છઠ્ઠ
25 ઓગસ્ટ 2024 શીતળા સાતમ
26 ઓગસ્ટ 2024 જન્માષ્ટમી, શ્રાવણ માસનો ચોથો સોમવાર
27 ઓગસ્ટ 2024 નંદ મહોત્સવ, રામાનુજ જ્યંતિ
29 ઓગસ્ટ 2024 અજા એકાદશી
31 ઓગસ્ટ 2024 જૈન પર્યુષણ મહાપર્વ પ્રારંભ
2 સપ્ટેમબર 2024 શ્રાવણ માસ પુર્ણ, શ્રાવણ માસનો પાંચમો સોમવાર
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
] Manoj Aachary: ધાર્મિક શિવ કથા : ભાગ 280
🙏🏻 શ્રાવણ સુદ એકમ 🙏🏻
પુરાણોમાં શિવ શંકર ભગવાન વિશે અનેક વખત વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. શિવમહાપુરાણમાં ભગવાન શિવ અને દેવી પાર્વતી વિશે તથા તેના વાર્તાલાપ અંગેનું સરસ આલેખન છે. તમામ પુરાણોમાં શિવમહાપુરાણનું એક આગવું મહત્ત્વ છે. આ ઉપરાંત બીજા પુરાણો કરતા તે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેમાં શિવજીના વિવિધ રુપ, અવતાર, જ્યોતિર્લિંગ, ભક્તો અને ભક્તિનું વર્ણન આપવામાં આવ્યું છે. તમામ પુરાણોમાં શિવને ત્યાગ, તપસ્યા, વાત્સલ્ય તથા કરુણામૂર્તિ દર્શાવવામાં આવ્યા છે. એવું પણ કહેવાય છે કે, શિવ ઝડપથી પ્રસન્ન થતા દેવા પૈકી એક છે. આ સિવાય તે મનપસંદ ફળ આપનારા છે. શિવપુરાણમાં શિવજીના જીવનચરિત્ર પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. જેમાં સંસાર, વિવાહ અને પુત્રની ઉત્પતીની વાતનો સમાવેશ થાય છે. શિવમહાપુરાણમાં 12 સ્કંઘ છે. જેના દરેક સ્કંધમાં શિવજીના જુદા જુદા રૂપ અને તે રુપનો મહિમા દર્શાવાયો છે. આ પુરાણમાં કુલ 24000 શ્લોક છે તથા ક્રમશઃ6 ખંડ છે. વિશ્વેસર સંહિતા, રુદ્ર સંહિતા, કોટિરુદ્ર સંહિતા, ઉમા સંહિતા, કૈલાશ સંહિતા, વાયુ સંહિતા આ છ સંહિતા છે. પહેલા સ્કંઘમાં શિવમહાપુરાણની મહિમાનું વર્ણન છે. બીજા સ્કંઘમાં શિવના પ્રકાર અને પૂજાનું વર્ણન છે. ત્રીજા સ્કંધમાં પાર્વતીની કથાનું વર્ણન છે. ચોથા સ્કંધમાં ભગવાન કાર્તિકેયની કથાનું વર્ણન છે. પાંચમા સ્કંધમાં શિવજીએ કરેલા ત્રિપુરાસુરના વધની કથા છે. છઠ્ઠા સ્કંધમાં શતરુદ્રસંહિતામાં શિવના અવતારો અને શિવની પ્રતિમાની કથા છે. સાતમા સ્કંધમાં 12 જ્યોતિર્લિંગની કથા છે. આઠમાં સ્કંધમાં મૃત્યું અને નરકનું વર્ણન છે. નવમાં સ્કંધમાં શિવના અર્ધનારેશ્વર રુપનું વર્ણન છે. દસમા સ્કંધમાં શિવની વિભૂતીઓનું વર્ણન છે. કોઈ પણ વ્યક્તિ કોઈ કામ કરે તે પહેલાં તેનાથી શું લાભ થવાનો છે તેના વિશે વિચારે છે. આ પુરાણની શરુઆતમાં જ તેના મહિમાં અને લાભ અંગે વાત કરવામાં આવી છે. આ પુરાણ વાંચવાથી ભોગ અને મોક્ષ બંનેની પ્રાપ્તિ થાય છે. અજાણતા કોઈ પાપ થયું હોય તો તેની મુક્તિ પણ આ પુરાણ વાંચવાથી થાય છે. આ પુરાણ વાંચવાથી મૃત્યુ બાદ શિવજીના ગણ વ્યક્તિને લેવા માટે આવે છે. શ્રાવણ મહિનામાં શિવપુરાણ વાંચવાથી અનેક લાભ થાય છે.
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
[
PM] Manoj Aachary: ધાર્મિક કથા : ભાગ 279
એક કથા પ્રમાણે સનતકુમારો શિવજીને પૂછે છે કે શા માટે શ્રાવણ મહિનો જ શિવપુજા માટે ઉત્તમ ગણાય છે. તયારે શિવજી પોતે કહે છે કે શ્રાવણ મહિનાના દિવસો દરમ્યાન માતા પાર્વતીએ શિવજીને મેળવવા માટે કઠોર તપ કરેલુ અને શિવજી માતા પાર્વતીને પ્રસન્ન થયા હતા ત્યારબાદ માતા પાર્વતીના શિવજી સાથે વિવાહ થાય છે. આમ શ્રાવણ મહિનામાં શિવજી પ્રસન્ન થયા હોવાથી શ્રાવણ મહિનો શિવપુજા માટે ઉત્તમ ગણાય છે. શિવ એટલે જ કલ્યાણ, શિવ એટલે જ નિરાકાર અખંડ તત્વ. તેજ પરમ આશ્રયસ્થાન, તેજ પરમ હેતુ, તે જ દર્શન, તેજ દ્રશ્ય, તે જ દ્રષ્ટા, તેજ પૂર્ણ છે. શિવ એ નામ નથી, ચૈતન્યની ઓળખ છે. શિવસદન એ સ્થાન નથી પણ ચૈતન્યનો વિસ્તાર છે. શિવ પરમ મંત્ર છે, શિવ પરમ જ્ઞાન છે, શિવ પરમ યોગી છે. શિવ પરમ અધ્યાત્મ છે. શિવ પરમ બીજ છે અને સાથે પરમ ફળ પણ છે. આપણા સમાજમાં શિવલિંગ વિશે પણ અલગ અલગ ગેરમાન્યતા પ્રવર્તી રહી છે પરંતુ શ્ર્લોક પ્રમાણે જોઇએ તો શિવલિંગનું મહત્વ આ પ્રમાણે છે. મુલતો બ્રહ્મરૂપાય એટલે કે શિવલિંગ ત્રણ ભાગમાં વહેંચાયેલ છે. જેમાં મુળમાં જે ભાગ જમીન અંદર એટલે કે થાળની અંદરનો ત્રીજો ભાગ છે તે આધારરૂપે બ્રહ્માજી છે, મધ્યતો વિષ્ણુરૂપાય એટલે શિવલિંગનો મધ્ય ભાગ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે. અગ્રત શિવરૂપાય એટલે શિવલિંગ છે. આમ શિવલિંગની પુજા કરવાથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય ભગવાનનું પૂજન થાય છે. આ વર્ષે શ્રાવણ મહિનો પુરા 30 દિવસનો રહેશે. શ્રાવણ મહિના દરમ્યાન પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયના સવા લાખ અથવા 51 હજાર અથવા 11 હજાર મંત્રના જાપ કરવાથી જીવનની પીડા દુર થાય છે. શ્રાવણ મહિના દરમ્યાન શિવ મહિમ્ન સ્ત્રોતના પાઠ કરવા જોઇએ અને દરરોજ પુરાણોકત રૂદ્રાભિષેક બોલતા બોલતા શિવજી ઉપર જલ ચડાવવાથી મનોકામના સિધ્ધ થાય છે તથા ભાગ્ય બળ વધશે. આ ઉપરાંત શિવલિંગની ઉપર અલગ અલગ દ્રવ્ય ચડાવી અને દરરોજ પુજા કરી શકાય છે. સંતાન પ્રાપ્તિ માટે ચોખા ચડાવવા, ધન પ્રાપ્તિ માટે બીલીપત્ર, લાંબા આયુષ્યની પ્રાપ્તિ માટે દુર્વા ચડાવવા, રાજયોગ માટે ઘી ચડાવવું, બીમારીમાંથી મુકત થવા માટે દુધ, નવગ્રહ શાંતિ માટે કાળા તલ, સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ માટે શેરડીનો રસ ચડાવવો ઉત્તમ ગણાય છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે મહાદેવજીને હળદર તથા તુલસી કયારેય ચડાવવા નહીં. સામાન્ય રીતે શિવ મંદિરોમાં શિવ પૂજન અર્ચન, અભિષેક, સત્સંગ સહિતના અનુષ્ઠાનોની વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવતી હોય છે.
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
[
] Manoj Aachary: ધાર્મિક શિવ કથા : ભાગ 282
શ્રાવણ સુદ ત્રીજ : સતી જન્મ. શીવ સતી વિવાહ. દક્ષ યજ્ઞ વિધવંશ તથા દક્ષને શ્રાપ અને કનખલને આશીર્વાદ
🕉️ 🛕 🚩 🛕
શિવ પુરાણ મુજબ મહારુદ્ર પરમેશ્વર હતા પરંતુ સૃષ્ટિના સર્જન માટે એક સ્ત્રી શક્તિ આદિ શક્તિ જરૂરી હતી એટલે પ્રકૃતિમાંથી આદિ શક્તિ પ્રગટ થયા અને વાયુ મંડળમાં સ્થાન બનાવ્યું.. શિવજીનાં કહેવાથી બ્રહ્માજીને સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું કામ સોંપાયું અને વિષ્ણુ ભગવાનને સૃષ્ટિનું લાલન-પાલન-પોષણનું કામ સોંપાયું. બ્રહ્માજીએ 4 સનકાદી, સપ્ત ઋષિઓ, જગતનાં પ્રથમ પુરૂષ-સ્ત્રી મનુ અને શતરૂપા ઉપરાંત દક્ષ પ્રજાપતિને માનસ પુત્ર તરીકે ઉત્પન્ન કર્યા હતા જેને ઘેર 26 દીકરીઓ હતી.. પરંતુ એમને આદિ શક્તિના તપ દ્વારા એક વરદાન માગ્યું અને એક દિવ્ય તેજ અને શક્તિઓવાળી એક દીકરી વરદાનમાં માંગી. સમય જતાં આ પૃથ્વીના પ્રથમ પ્રજાપતિ દક્ષના ઘેર સતીનો જન્મ થયો.. પિતા ભ્રહ્માનું પાંચમું મુખ કપાઈ જવાથી સમય જતાં દક્ષ શિવથી ઘૃણા કરવા લાગ્યા અને એક સમયે દક્ષની સભામાં માન આપવા શિવ ઉભા ના થયા એટલે દક્ષને વેર ભાવના ઉતપન્ન થઈ.. દક્ષ પ્રજાપતિને નહોતી ખબર કે સતી આદિ શક્તિ છે. સતી તો ધીમે ધીમે શિવભક્તિમાં લીન થવા લાગી અને નંદાવૃતનું પાલન કરી શિવજીનાં પંચાક્ષર મંત્રનો જાપ કરતા શિવજીને પતિ સ્વરૂપમાં પામવા કઠોર તપશ્ચર્યા કરવા લાગ્યા પરંતુ પિતા દક્ષ એમના વિરુદ્ધ હતા.. ઉંમર લાયક થતા સતીનો સ્વયંવર કરવામાં આવ્યો, જેમાં વર તરીકે શિવની મૂર્તિને સતીએ હાર પહેરાવ્યો અને મહાદેવે સાક્ષાત પ્રગટ થઈને સતીનો પત્ની તરીકે સ્વીકાર કરી હિમાલયમાં લઇ ગયા.. વેર અને બદલો લેવાની ભાવનાથી સમય જતાં દક્ષે એક યજ્ઞનું આયોજન કર્યું અને બધા દેવી દેવતાઓને બોલાવ્યા પરંતુ શિવ સતીને આમંત્રણ ના આપ્યું.. બહુ સમજાવ્યા છતાં સતી શિવની વાત ના માન્યા અને વગર આમંત્રણ પિતાના ઘેર હવનમાં ગયા. પરંતુ ત્યાં શિવનું સ્થાન નહોતું જે અપમાનજનક થયું. આ સહન ના થતા સતીએ આદિશક્તિનું રૂપ લઇને હવનમાં જ શરીરનો ત્યાગ કર્યો.. આ ખબર મહાદેવને મળતા જ શિવે જટામાંથી વિરભદ્ર ઉત્પન્ન કર્યા અને દક્ષનો નાશ કરી બકરાનું મોઢું લગાવ્યું અને વિરભદ્રે સમગ્ર સભાનો નાશ કર્યો. બળેલા શરીરને લઇને મહાદેવ હજારો વર્ષો સુધી બ્રહ્માંડમાં ભટક્યા અને શ્રુષ્ટિનો સંચાર સ્થિર થઈ ગયો. ત્યારે આદિ નારાયણે ચક્ર દ્વારા સતીના મૃત શરીરમાં 51 કટકા કર્યા. જ્યાં જ્યાં સતીના શરીરના આ 51 કટકા પડ્યા ત્યાં એક શક્તિપીઠની સ્થાપના થઇ ગઇ અને માતાજી તરીકે પૂજાવા લાગ્યા અને એમની રક્ષા માટે એક એક કાલ ભૈરવ મહાદેવે ઉત્પન્ન કર્યા. દક્ષને એમના પાપનું ભાન થયું અને બકરાના મોઢા દ્વારા શિવ ભક્તિ શરૂ કરી.. જ્યાં આ ઘટના બની તે હરિદ્વારમાં આવેલ કનખલને પવિત્ર કરવા વરદાન મળ્યું કે ત્યાં આદિ કાળ સુધી ગંગા વહન કરશે.. આજે પણ આ સ્થાન મોજુદ છે. મહાદેવ ફરીથી વૈરાગ્ય ધારણ કરીને હજારો વર્ષોની તપસ્યા માટે અમરનાથ તરફ પ્રયાણ કર્યું..
હર હર મહાદેવ.. જય મહાકાલ..
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
😊😊🌸🌸🙏🏽🙏🏽
[
Manoj Aachary: ધાર્મિક શિવ કથા : ભાગ 283
રુદ્ર પ્રાગટય અને બ્રહ્માને શ્રાપની કથા
🙏🏽🌸🙏🏽🌸🙏🏽
જ્યારે આ સમગ્ર બ્રહ્માંડમાં શૂન્ય અવકાશ હતો.. કંઈપણ ન હતું ત્યારે એક દિવ્ય સ્તંભ ઝળહળતો હતો.. જેમાંથી 2 દિવ્ય જ્યોત પ્રગટ થઈ. એક ઉપર બ્રહ્માંડમાં ગયું અને એક ક્ષીર સાગર સમુદ્રમાં. કરોડો વર્ષની તપસ્યા બાદ બંનેને જાણવાની ઇચ્છા થઇ કે અમોને પ્રગટ કરનાર કોણ..? ત્યારે દિવ્ય સ્તંભની નીચે જે શોધ કરવા ગયા તે આદિ નારાયણ બન્યા.. અને આકાશમાં ગયા તે બ્રહ્માજી.. પરંતુ અભિમાન આવ્યું કે બ્રહ્માંડમાં સૌથી મોટું કોણ..? એટલે એક શરત મૂકી કે જે આ દિવ્ય સ્તંભનો છેડો ગોતે એ સૌથી મોટા ભગવાન.. આદિ નારાયણ પાતાળ સુધી ગયા પરંતુ કોઈપણ ના મળ્યું એટલે એમને દિવ્ય સ્તંભને નમસ્કાર કર્યા અને ઉભા રહી ગયા પણ ચતુરાઈપૂર્વક બ્રહ્માજીએ એક કેતકીના પુષ્પને કીધું કે જો તું બોલી આપે કે મેં આ દિવ્ય સ્તંભનો છેડો પામી લીધો તો હું તને વરદાન આપીશ એટલે કેતકી પુષ્પ માની ગયું.. બંને ભેગા થયા અને આદિ નારાયણ સામે કેતકીએ ખોટી જુબાની આપી.. એવામાં દિવ્ય સ્તંભમાંથી એક કાળ પુરુષ પ્રગટ થયા ને ક્રોધિત થઈને ખોટી જુબાની આપવા બદલ કેતકીને શ્રાપ આપ્યો કે આજ પછી મારી પૂજામાં તારું સ્થાન નહિ મળે અને બ્રહ્માને જણાવ્યું કે તમેં ખોટું બોલ્યા છો એટલે પાંચમા મુખનું હું છેદન કરું છે અને બ્રહ્માનું પાંચમું મુખ કપાઈ ગયું. એક જૂઠના લીધે બ્રહ્માનું સત્ નાશ પામ્યું અને તેઓ રાજસી દેવ બન્યા. આથી જ તેમના બનાવેલા સર્જન અમુક યુગો પછી નાશ પામે છે. ભગવાન નારાયણ સત્ય હતા એટલે એ મહાદેવના આરાધ્ય દેવ બન્યા. એ પછી મહાદેવે કહ્યું કે હે બ્રહ્મા! અનંત કાળથી મેંજ વિનાશ કરેલ સૃષ્ટિની ઉત્પતિ માટે મેં તમારું પુનઃ સર્જન કર્યું છે.. કાળક્રમે તમારો અંત થાય છે મારો નહિ.. હું જ છું મહારુદ્ર. ભગવાન શિવ સૃષ્ટિના સંહારક છે એટલે તેમના સંહારક સ્વરૂપને રુદ્ર કહેવામાં આવે છે. આમ શિવપુરાણમાં પ્રથમ ભાગમાં રુદ્ર ઉત્પતિની કથાનું વર્ણન જોવા મળે છે. ભગવાન શિવને સ્વયંભૂ કહેવામાં આવે છે જેનો અર્થ છે કે તે અજાત છે. તે ના આદિ છે અને ના અંત છે એટલે તો ભોલેનાથને અજાત અને અવિનાશી કહેવામાં આવે છે.
જય મહાકાલ હર હર ભોલે..
🙏🏽🌸🙏🏽🌸🙏🏽🌸🙏🏽
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877