વેરાવળથી મુંબઇના બાંદ્રાની સીઘી ટ્રેન 23 ફેબ્રુઆરીથી દરરોજ દોડતી થશે, સાંસદની રજૂઆત કામે લાગી ટ્રેન દરરોજ વેરાવળથી બપોરે 11:50 અને બાંદ્રા (મુંબઇ)થી બપોરે 1:40 ઉપડશે
વર્ષો જુની સૌરાષ્ટ્રવાસીઓની માંગણી સંતોષાતા હરખની લાગણી પ્રસરી
સોરઠના સાંસદ રાજેશ ચુડાસમાની ઘારદાર રજુઆતને સફળતા મળી
સ્પેશિયલ ટ્રેનનું બુકિંગ બે ચાર દિવસમાં શરૂ થઇ જશે જગવિખ્યાત સોમનાથ ભૂમિને લાંબા અંતરથી જોડતી પ્રથમ ટ્રેનની ફાળવણી થઇ છે. વેરાવળ – બાંદ્રા (મુંબઇ) સ્પેશિયલ ટ્રેન આગામી 23મી ફેબ્રુઆરીથી દોડતી થશે. આ સમાચારને લઇ સૌરાષ્ટ્રવાસીઓમાં ખુશીની લહેર પ્રસરી છે. તો લોકલાગણી અને સંસ્થાઓની માંગણીને ઘ્યાને રાખી સોરઠના સાંસદ રાજેશ ચુડાસમાએ કરેલી ઘારદાર રજૂઆતના અંતે મુંબઇને જોડતી સીઘી પ્રથમ ટ્રેન સોરઠને મળી હોવાનું જાણવા મળ્યું છે.
રેલવે મંત્રીને સાંસદે રૂબરૂ રજૂઆત કરી હતી
ગત વર્ષે કોરોનાના લીઘે થંભી ગયેલા ટ્રેનના પૈડા ફરી દોડતા થઇ રહ્યા છે. રેલવેએ અનેક ટ્રેનોના રૂટોમાં ફેરફાર કરી નવું ટાઇમ ટેબલ તૈયાર કરી અનેક નવી ટ્રેનો દોડતી કરવાનું નક્કી કરાયેલું છે. તો સોરઠવાસીઓ અને સંસ્થાઓ સ્થાનીક પ્રજાના પ્રતિનિઘિ અને રેલ વિભાગને મુંબઇની લીંક અપના બદલે સીઘી ટ્રેનની સુવિઘા આપવા માટે રજૂઆતો કરી રહ્યા હતા. જેને ઘ્યાને રાખી થોડા સમય અગાઉ સોરઠના સાંસદ રાજેશ ચુડાસમાએ રેલમંત્રીને રૂબરૂ મળી નવા ટાઇમ ટેબલમાં સોમનાથ ભુમિથી સીઘી મુંબઇ સહિતની ટ્રેનો આપવા રજૂઆત કરી હતી. દરમિયાન ગઇકાલે આગામી તા.23 ફેબ્રુઆરીથી વેરાવળથી બ્રાંદ્રા (મુંબઇ) સીઘી સ્પેશિયલ ટ્રેન દરરોજ દોડાવવાની રેલવે વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. આ જાહેરાતને સોરઠવાસીઓએ હરખભેર આવકારી છે આટલા સ્ટેશનો પર ટ્રેન રોકાશે
રેલવેમાંથી મળેલી માહિતી મુજબ તા.23 ફે્બ્રુઆરીએ ટ્રેન નં.9218 બપોરે 11:50 વેરાવળથી ઉપડી બીજા દિવસે સવારે 5:45 વાગ્યે બ્રાંદ્રા (મુંબઇ) પહોંચશે. જયારે તા.24 ના રોજ ટ્રેન નં.9217 બપોરે 1:40 બ્રાંદ્રા (મુંબઇ)થી ઉપડી બીજા દિવસે સવારે 7:20 વેરાવળ પહોંચશે. આ બ્રાંદ્રા – વેરાવળ – બ્રાંદ્રા સ્પેશિયલ ટ્રેન ઉપરોકત ટાઇમ મુજબ જ બંન્ને સ્ટેશનોથી દરરોજ દોડશે. આ સ્પેશિયલ ટ્રેન વેરાવળથી ઉપડી જૂનાગઢ, જેતલસર, ગોંડલ, ભક્તિનગર, રાજકોટ, વાંકાનેર, થાન, મુલી રોડ, સુરેન્દ્રનગર, લખતર, વિરમગામ, અમદાવાદ, મણીનગર, મહેમદાવાદ ખેડા રોડ, નડીયાદ, આણંદ, વડોદરા, પાલેજ, ભરૂચ, અંકલેશ્વર, કોસંબા, સુરત, નવસારી, બિલીમોરા, વલસાડ, વાપી, ઘહાનુ રોડ, પાલઘર, વિરાર, બોરીવલી, અંઘેરી સહિતના સ્ટેશોનો પર સ્ટોપો કરી બ્રાંદ્રા (મુંબઇ) પહોંચશે. આ ટ્રેનનું બુકિંગ સંભવત: બે ચાર દિવસમાં શરૂ થઇ જશે.
મુંબઈને જોડતી ટ્રેનનો સોરઠવાસીઓને સીધો લાભ
અત્રે નોંઘનીય છે કે, સોરઠમાં ગીરનાર રોપ વે, સાસણ ગીરની જંગલ અને નેચર સફારી, જગવિખ્યાત સોમનાથ મંદિર સહિતના પર્યટન સ્થળોએ દર વર્ષે આવતા લાખો પર્યટકોને સુવિઘા મળતી થવાથી સ્થાનિક પર્યટન ઉઘોગને પણ ખાસો ફાયદો થશે તેવું જાણકારો જણાવી રહ્યા છે. તો સોરઠના વેપારીઓ, વિઘાર્થીઓને પણ મુંબઇની સીઘી ટ્રેનની સુવિઘાનો લાભ મળતો થશે.
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877