આગામી તા.૨૦ ફેબ્રુઆરી મહાસુદ અષ્ટમી શનિવાર દુર્ગાષ્ટમી ખોડિયાર જયંતિ ઉજવવા માં આવશે, જ્યોતિષશાસ્ત્રમાં મનાવવામાં આવે છે આવા શુભ દિવસે ગોચર નો ચંદ્ર તેની ઉચ્ચ રાશી વૃષભ રાશી અને રોહીણી નક્ષત્ર સ્વામી ચંદ્ર આવતો હોવાથી એસ્ટ્રોલોજર પૂર્વી જોશીના જણાવ્યા મુજબ આજનો દિવસ જે જાતકોને જન્મકુંડળીમાં ચંદ્ર ગ્રહ ની અશુભ અસર હોય તેવા જાતકોએ ચંદ્ર ગ્રહ-દેવતા ના મંત્ર જાપ કરવા જોઈએ “ૐ સોમાય નમઃ “ તેમજ કુળદેવી, ગ્રામ્ય દેવી ની ઉપાસના, શિવ ઉપાસના ચંદ્રની અશુભ અસર નિવારણ માટે ઉત્તમ ગણાશે. જે જાતકોના જીવનમાં લાંબા સમયથી પરેશાની, માનસિક ચિંતા, ઉદ્વેગ અકારણ ચિંતા રહેતી હોય તેમને ઘરે માતાજીને ચુંદડી અને શ્રીફળ સાથે શણગાર અર્પણ કરવા, જેથી આગામી સમયમાં શુભત્વ ની પ્રાપ્તિ થશે અને સુહાગ ની રક્ષા કરશે, આપણા શાસ્ત્રોમાં આજના દિવસે બાલિકા પૂજન તથા તેને દક્ષિણા અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે હાલમાં ચાલતી મહામારી કોરોના વાયરસ ની બીમારી ની અસર ને નાથવા માટે દરેક પરિવારમાં એક વ્યક્તિ આજના દિવસે સંપૂર્ણ મૌન રહે તો કુદરતી રીતે નિશ્ચિત સહાય જોવા મળશે.