૧ જુલાઈ ૨૦૨૨ નાં રોજ રોટરી ક્લબ ઓફ વાપી ફીનિક્સ દ્વારા ચલા, વાપી સ્થિત ગંગાબા સીવણ ક્લાસ માં પ્રોજેક્ટ કૌશલ્ય હેઠળ આર્થિક રીતે વંચિત મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સીવણ કામ શીખવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ક્લબના પ્રમુખ હેમંતભાઈ પ્રજાપતિ તથા મંત્રી શ્રીમતી શીતલબેન ટેલરની આગેવાની હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩ ના આ સર્વપ્રથમ પ્રોજેક્ટના પહેલા બેચમાં ૧૫ મહિલાઓને ૩ મહિનાની તાલીમ આપવામાં આવશે. આ પ્રોજેક્ટમાં સહાયક રૂપે માં ફાઉન્ડેશન દ્વારા શિક્ષકો તેમજ સિમ્બાયોસિસ સિસ્ટમસ દ્વારા સીવણ સામગ્રી પૂરી પાડવામાં આવશે. પ્રોજેક્ટ ઇવેન્ટ ચેર શ્રીમતી પૂનમબેન ધૂતની ઉત્સાહભેર કામગીરી અને ક્લબના અન્ય સભ્યોના સહકારથી રોટરી ક્લબ ઓફ વાપી ફીનિક્સ દ્વારા નવું બીડું ઝડપવામાં આવ્યું જેના ઉદઘાટન સમારંભમાં વાપી નગરપાલિકાનાં પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન તથા કોર્પોરેટર જયેશભાઈ કંસારાએ હાજરી આપી કાર્યક્રમની શોભામાં અભિવૃધ્ધિ કરી હતી.