Explore

Search

August 1, 2025 11:37 am

लेटेस्ट न्यूज़
Advertisements

ધાર્મિક (પ્રવાસ) કથા : 33 જુનાગઢ – ગાયત્રી શક્તિપીઠ : Manoj Acharya

ધાર્મિક (પ્રવાસ) કથા : 33 જુનાગઢ – ગાયત્રી શક્તિપીઠ : Manoj Acharya

ધાર્મિક (પ્રવાસ) કથા : 33
જુનાગઢ – ગાયત્રી શક્તિપીઠ
તા. 13/11/2021, શનિવાર
બપોરે 12.05 થી 12.15
અશોકનો શિલાલેખ જોઇને અમે ગાયત્રી શક્તિપીઠ પહોંચ્યા. અહીં આવવાની ઉત્સુકતા એટલા માટે પણ હતી કે પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” એ 1987 માં અહીં રહીને ‘ભારદ્વાજ કુટીર’ માં સાધના કરી હતી, જેના માટે તેમનાં મિત્ર સ્વ. પથિકજીએ ખાસ નિમંત્રણ આપ્યું હતું અને તેમની સુચનાથી પુજારીશ્રી ફુલાભાઇ અને તેમનાં પરિવારે ખુબ સેવા કરી હતી. આ સમયે તેમની (ડો. ઇન્દ્રવદન આચાર્ય) બદલી રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાંથી થઈને જુનાગઢની બહાઉદીન કોલેજમાં વાઇસ પ્રિન્સિપાલ તરીકે થઈ હતી. જુનાગઢનાં ભવનાથ વિસ્તારમાં આવેલું આ ગાયત્રી મંદિર ભકતોમાં આસ્થાનું અનેરૂં પ્રતિક છે. સને 1979 માં વનવિભાગ દ્વારા ગાયત્રી શક્તિપીઠ બનાવવા માટે જમીનનું સંપાદન થયું અને તે સમયે સૂર્યકાંત આચાર્ય અને હેમાબેન આચાર્ય તથા અન્ય ગાયત્રી ઉપાસકોનાં અથાગ પરિશ્રમથી વનવિભાગની મંજૂરી મળતાં જ સુંદર મજાની ગાયત્રી શક્તિપીઠનું નિર્માણ સને 1981 માં થયું ત્યારે શાંતીકૂંજ, હરિદ્વારનાં શ્રી રામ શર્માજીની નિશ્રામાં જૂનાગઢનાં તેમનાં શિષ્ય અને ખુબ જ સરસ મજાના ગાયક પથીકજીની હાજરીમાં વેદમાતા ગાયત્રીનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. અહીં વેદમાતા ગાયત્રી માતા બિરાજીત છે. આ સ્થાન ખુબ જ રમણીય અને લીલી વનરાજીથી આચ્છાદિત છે. મંદિરનાં પ્રવેશદ્વારની સન્મુખ પુ. ગરૂદેવ શ્રીરામ શર્મા અને ભગવતી દેવીનાં સ્મૃતિ મંદિરની છત્રીઓ આવેલી છે, જેમાં તેમનાં ચરણપગલા છે. સાધકો માટે અહીં અનેક નાની સાધના કુટીરો બનાવેલી છે, જે આપણાં ઋષિઓનાં નામ પર છે. પ્રથમ કુટીર ભારદ્વાજ ઋષિનાં નામે છે, જ્યાં પુ. ગુરુદેવ શ્રી માડીએ અહીં લગભગ 6 મહિલા સુધી સાધના કરી હતી, જેની મુલાકાત લઇને અમે ધન્યતા અનુભવી. આ કૂટીરનો ફોટો પણ અત્રે આપ્યો છે. હાલ તો આ તમામ કુટીરો જીર્ણોદ્ધારનાં દ્વારે ઊભી છે. જો કે સમયાનુસાર નવી ઇમારત ઉભી કરવામાં આવી છે, જ્યાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ શક્તિપીઠમાં અનેકવિધ ધાર્મિક અને સામાજીક કાર્યક્રમોનું આયોજન થતું રહે છે. 🙏🏻 જય માં 🙏🏻
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
➡️ નોંધ : અમારા આ પ્રવાસમાં મારા ધર્મપત્ની નયના, દિકરીબા દિવ્યા, જમાઇ કૃતાર્થકુમાર અને દિકરો ભાર્ગવ પણ હતો, જેણે પ્રવાસના સંસ્મરણોરૂપ સુંદર વિડીયો પણ બનાવેલો છે, જેમાંનો બીજો વિડીયો પણ અહીં પ્રસ્તુત છે.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements