સામાજિક કાર્યોમાં જાણીતી સંસ્થા જેસીઆઈ ઇન્ડિયાના નેશનલ પ્રેસિડન્ટે પારડીની મુલાકાત લીધી હતી જ્યાં જેસીઆઈ વલસાડ,પારડી,વાપી, વાંસદા રોયલના પ્રમુખ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.જેસીઆઇ વલસાડની ટીમ દ્વારા સુંદર સ્વાગત નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.સમગ્ર ભારતભર માં સેંકડો યુવા સભ્યો ધરાવતી એક માત્ર સામાજિક સંસ્થા જે અનેક સેવાકીય કર્યો કરી સમાજ નું ઋણ અદા કરે છે. એ સંસ્થાના નેશનલ પ્રેસિડેન્ટ JFS અંસુ સરાફ પારડી ખાતે આવેલી ફાઉન્ટન હોટલમાં આયોજિત જેસીઆઈના વિશેષ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. રાષ્ટ્રીય અધ્યક્ષ અંસુ સરાફે મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે તેમનો પારડી આવવાનો ઉદ્દેશ વલસાડ,વાપી,પારડી અને વાંસદા રોયલ જેસીઆઈ દ્વારા આગામી દિવસોમાં વિવિધ પ્રોજેકટ નું આયોજન કરવામાં આવનાર છે જેમાં કેટલાક ગામો દત્તક લેવા કે કેટલીક સ્કૂલો દત્તક લેવી જેવા પ્રોજેકટ ઉપર વિશેષ ચર્ચાઓ કરવી તેમજ સલાહ સૂચનો આપવા તેમજ જેસીઆઈ ના કોઈ સભ્યોને કોઈ પ્રશ્નો હોય તો તે સાંભળીને સંસ્થાના પાયા વધુ મજબૂત કરવાના પ્રયાસ સ્વરૂપ એક રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તેઓ પારડી ખાતે હાજરી આપી છે.તેમણે વધુમાં જણાવ્યું કે જેસીઆઈ સંસ્થા ૧૮ વર્ષ થી ૪૦વર્ષ સુધીના યુવા વર્ગની સંસ્થા છે જેમાં અનેક એવા પ્રોગ્રામ ચાલી રહ્યા છે જેના થકી દરેક સભ્ય એક સારો વક્તા બની શકે છે અને પોતે આત્મનિર્ભર બનીને લીડરશિપ સ્કિલ મેળવી આગળ વધી શકે છે જેસીઆઈ માં કુલ ૬૦હજાર સભ્યો છે જ્યારે ચાલીસી વટાવી ગયેલ પણ ૨લાખ સભ્યો સેવા આપી રહ્યા છે અને એટલા મોટી સંખ્યામાં સભ્યો ધરાવતી સંસ્થાના દરેક સભ્યો પોતાના ધંધા રોજગારમાં પણ ફાયદો લઈ શકે છે. રાષ્ટ્રીય પ્રમુખ પારડી આવતા તેમનું સ્વાગત ઢોલતાસા તેમજ હર્ષ ઉલ્લાસપૂર્વક સાથે કરવામાં આવ્યું હતું.જેજે ગાથા ઠાકોર દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ નો પરિચય અનોખી રીતે આપવામાં આવ્યો.કાર્યક્રમ દરમ્યાન ઝોન૮ ના પ્રમુખ જેસી ઇસાન અગ્રવાલ,ટુર કોર્ડીનેટર જેસી ઉજ્જવલ શાહ,જેસીઆઇવલસાડના પ્રમુખ HGF સંદીપ ઠાકોર,જેસીઆઇ વાપીના પ્રમુખ જેસી અમિત પટેલ, જેસીઆઇ પારડીના પ્રમુખ ધર્મિંન કોઠારી,જેસીઆઇ વાંસદા રોયલ ના પ્રમુખ જેસી દિવ્યતા શાહ તેમજ જેસી સભ્યો હાજર રહ્યા હતા. કાર્યક્રમ ની અંતે સેક્રેટરી જેસી મિસા ગાંધી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.