🌼🍀 🏵️ ॥ પ્રવાસ ॥ 🏵️ 🍀🌼
🌹🙏🌹દ્રષ્ટાંત કથા…🌹🙏🌹
એક દસબાર વર્ષનો છોકરો ઉનાળાના વેકેશનમાં મમ્મીપપ્પા સાથે મામાના ઘરે જતો… આ નિયમ એનો હંમેશાનો હતો,
એક દિવસ આ છોકરીએ પપ્પાને કીધું કે હું હવે મોટો થયો છું, મને બધું સમજાય છે… આ વખતે હું એકલો પ્રવાસ કરીશ અને મામાના ઘરે જઈશ, એના પપ્પાએ ઘણું સમઝાવ્યું પણ એ કોઈનું માનવા તૈયાર નહતો…
છેવટે ઘણીબધી સૂચનાઓ આપીને પપ્પા તૈયાર થયા.
સ્ટેશને બેસાડવા પપ્પા આવ્યા, ઘણી બધી મહત્વની સૂચનાઓ આપી, સાચવીને જા, પહેલી વખત એકલો જાય છે વગેરે વગેરે.
ટ્રેન છૂટવાની પહેલા એના ખીસામાં પપ્પા એક ચિઠ્ઠી મૂકીને કહે છે. ભાઈ તનેજો રસ્તામાં બીક લાગે, અથવા એકલતા અનુભવાય…ત્યારે આ ચિઠ્ઠી જરૂરથી વાંચજે…
ટ્રેન ચાલુ થાય છે. છોકરાનો એકલા જવાનો પહેલો પ્રવાસ.
જેમજેમ ગાડીએ ગતિ પકડી એને બારીમાંથી બહાર જોવાની મઝા આવવા માંડી… દોડતા ઝાડ, નદીનાળા પરથી દોડતી ટ્રેન, ક્યાંક દૂર દેખાતા ડુંગર એ ખુશ થઈ ગયો.
ધીમેધીમે ગાડીમાં ભીડ વધવા લાગી, અજાણ ચહેરા દેખાવા લાગ્યા. હવે એને બીક લાગવા માંડી, કોઈ એને એક ટસ જોઈ રહ્યું હોય એવું એને લાગવા માંડ્યું, હવે એને લાવ્યું ડરના માર્યા રડી પડાશે.
ત્યાંજ એને યાદ આવી પપ્પાએ ખીસામાં મુકેલી ચિઠ્ઠી, પપ્પાએ કહ્યું હતું, એકલતા લાગે કે ડર લાગે તો આ ચિઠ્ઠી જરૂરથી વાંચજે…
એણે થરથરતા હાથે ચિઠ્ઠી કાઠી જેમાં એકજ લાઈન માં લખ્યું હતું…
‘બેટા ડરતો નહીં હું પાછલા ડબ્બામાં બેઠેલો છું’.
એની આંખો ભરાઈ ગઈ… હાસ અનુભવ્યું, ડર જાણે કે ભાગી ગયો…
ભગવાને પણ આપણાં સૌના ખીસામાં આવીજ ચિઠ્ઠી મૂકીને મોકલાવ્યા છે.
પ્રભુનું સ્મરણ અને ઉપાસના આવીજ કોઈ ચિઠ્ઠી દ્વારા સદૈવ આપણી સાથે હોય છે…
તો ડર શેનો રાખવો.
આ પ્રવાસને હસતા રમતા પૂરો કરીયે… બરોબર ને.
આ કોરોનાનો કાળ પણ પૂરો થઈ જાશે, બસ આપણે આપણાં પરિવારનું ધ્યાન રાખવું, અને સમાજમાં એકબીજાના પૂરક બનીને રહીયે.
યાદ રાખજો પાછળના ડબ્બામાં કોઈક તો આપણી ચિંતા કરનાર બેઠું છે.
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
