દ્વારાસમાજપોતાના સ્વખર્ચે સમાજ સેવાનું કાર્ય શરૂ કર્યું છે.આ રીતનાં સેવાકીય કાર્યથી વાપીની જરૂરિયાતમંદ જનતા માટે અને તેમના પરિવારને આત્મસંતોષ આપી સકસે.
સમાજ સેવા એજ પ્રભુ સેવાનાં સિદ્ધાંત પર કાર્ય કરી રહેલું વલસાડ જિલ્લાનું વાપી સોશ્યલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ૫વર્ષ થી સમાજ સેવાનાં કાર્યો કરતું આવ્યું છે. ટ્રસ્ટનાં પ્રમુખ અને વલસાડ જિલ્લાનાં કળયુગ નાં કર્ણ અને જરૂરિયાતમંદ લોકોના વીર ભામાસા કહી શકાય એવા કિરણ રાવલ અને ટ્રસ્ટનાં અન્ય સભ્યો દ્વારા વલસાડ જિલ્લામાં સહું પ્રથમ વખત વાપી ખાતે પૂરા વર્ષ દરમિયાન વાપીના કોઈપણ વિસ્તાર રહેતા જરૂરતમંદ ભૂખ્યા માણસને ભોજન મળી રહે તે ઉદ્દેશથી મફત રામરોટી અન્નક્ષેત્રની શરૂઆત કરવામાં આવી છે.ટ્રસ્ટ ગ્રુપ દ્વારા તા.૨૧.૧૦.૨૦૨૨થી વાપી ટાઉન,હનુમાન મંદિર પાસે રામરોટી અન્નક્ષેત્રની શુભ શરૂઆત ટ્રસ્ટનાં કિરણ રાવલ દ્વારા કરવામાં આવી હતી. રવિવાર સિવાય દરરોજ બપોરે અને સાંજે એમ બંને ટાઇમ ફૂડ પેકેટ ભૂખ્યા લોકોને બપોરે ૧૨ થી ૧ અને સાંજે ૭ થી ૮ દરમિયાન મળી રહેશે.આ ફૂડપેકેટમાં આજે દાળ,ભાત,૧શાક,૬ રોટલી,પાપડ,કચુંબર અને સાથે પાણીની બોટલ આપવામાં આવી હતી.સાંજે ખીચડી કડી,વેજ બિરિયાની, પુરીશાક,પૌવા જેવી અલગઅલગ જમવાની વસ્તુઓ ફૂડપેકેટમાં આપવામાં આવશે.ટ્રસ્ટ ગ્રુપ દ્વારા નિસ્વાર્થ ભાવે પોતાના સ્વખર્ચે સમાજ સેવાનું કાર્ય શરૂ કર્યું છે.આ રીતનાં સેવાકીય કાર્યથી વાપીની જરૂરિયાતમંદ જનતા માટે અને તેમના પરિવારને આત્મસંતોષ આપી સકસે.
