🌹ગુજરાતી મેળો🌹 સિનેજગત🌹 ભાગ 97🌹 મિત્રો આજે આપણે નિમૉતા લેખક .ફિલોસોફર અને ગુજરાતી સિને જગતના વિશ્વ વિખ્યાત. કોમેડિ કિગ રમેશ મહેતા વિશે જાણીશું ..,,,,,,,,,રમેશ મેહતા નો જન્મ રાજકોટ જીલ્લા ના ગોડલ તાલુકા ના નવાગામ ખાતે માતા મુક્તાબેન ગિરધરભાઈ મહેતા ના ઘરે 23 જૂન ૧૯૩૪ ના રોજ થયો હતો.નાનપણથી જ રાજકોટ મા ભણવાની સાથે સાથે નાટકો મા ભાઞ લેતા હતા ,અને અભ્યાસ . મા SSC મા ફૈલ થયા. હતા .રાજકોટ મા P.W.Dમાં માસીક 65 રૂપિયા થી નોકરી ની શરૂઆત કરી હતી.સાથે સાથે નાટકૉ અને ફિલ્મો એક લેખક બનવાના સપના હતા.. તેથી નોકરી છોડી.. અને મુંબઇ ખાતે નાટક ની એકેડમી કૉલેજ મા ટ્રેનિંગ લીધી હતી. તેમણે અમદાવાદમાં ભારતભૂષણ થિયેટરમાં રૂપિયા સો. ના પગારથી સટેજ પર કામ શરૂ કરેલ હતુ .અને એકવાર એક સ્ટોરી રાઇટર જોશી બીમાર હોવાથી અધૂરી વાર્તા રહી ગઈ હતી જે અરવિંદ પંડયા ના કહેવાથી પ્રથમ ફિલ્મ હસ્તમેળાપ ની સ્ટોરી પુરી તેમણે કરી હતી અને ફિલ્મ સુપરહિટ નીવડી અને ત્યાર પછી ક્યારેય પાછું વળીને જોયું નથી અનેક ફિલ્મો. ના રાઈટર અને નિમૉણ કરેલ છે. પ્રથમ નાટક હતું , સુડી વચ્ચે સોપારી..અને બિજુ .હુ તારો વર ,થી શરૂઆત કરી હતી..અને પ્રોફેશનલી નાટકો લખવાના શરૂ કર્યા હતા અને અનેક નાટકો લખેલ છે , ગુજરાતી ફિલ્મોનાં લેખક તરીકે 22 ફિલ્મો લખી છે. હસ્ત મેળાપ પ્રથમ ફિલ્મ મા નાનો રોલ કરેલ .1969 મા જેસલ તોરલ મા. કૃષ્ણકાંત નું એક્સિડન્ટ થવાથી રમેશ મહેતા એ કોમેડિયન તરીકે કામ કર્યું હતું અને બની ગયા કોમેડી કિંગ રમેશ મહેતા . ગુજરાતી તમામ કલાકારો માં સૌથી વધુ ફિલ્મો કરેલ છે, લગભગ ૨૦૦ થી વધુ ફિલ્મોમાં અભિનય કરેલ છે ,જ્યારે કોઈ પ્રોડ્યુસર નિર્માતા રમેશ મહેતા વગર ફિલ્મોનો વિચાર કરી શકતા ન હતા જેમાં પ્રથમ પેઢી માં ઉપેન્દ્ર ત્રિવેદી સ્નેહલતા અને રમેશ મહેતા મંજરી દેસાઈ ની જોડી એ ૧૯૭૦ થી 1990 ના દાયકામાં જમાવટ કરી હતી ,ત્યાર પછી નરેશ કનોડિયા સાથે અનેક સુપરહીટ ફિલ્મો આપેલ છે , ભાગ્યે જ કોઈક એવા બે પેઢી ના ગુજરાતી કલાકારો હશે કે જેની સાથે રમેશ મહેતા એ કામ નહીં કરુંયુ હૉય હિરૉ બદલાતા રહ્યા પણ રમેશમેહતા અડિખમ રહ્યા હતા ગુજરાતી. હાસ્ય ના બેતાજ બાદશાહ ની તેમની ખાસ બોલવાની અદા લોકોમા યાદગાર બની ગઈ હતી, અને ભાગ્યે જ કોઈ ફિલ્મ એવી હશે કે તેમના પર ગીત નુ ચિત્રકરણ ન થયું હોય…સૌથી વધુ મંજરી દેસાઈ સાથે ફિલ્મો હશે.પરદા પર આવતા જ લોકો મા.આનંદ છવાઈ જતો..ઓ હો હો હો હો હો.કા ઞોરી શુ નામ રાખયાસ…ચંપા ગૌરી….હૂમ હૂમ હૂમ.મને એમ કે તારો બાપ તને આવવા નહી દયે હો ,પણ ચંપુડી તૂતો આવી હો હો હો ઓ હો.હાલ હાલ મેળા મા…..ઐ ગૂગંળી ના કાકરી કાઢ કાકરી આવા ઢગલાબંધ યાદગાર ડાયલોગસ ખુદ ના જ બનાવેવા હતા..હવે જાજી માથી થોડી યાદગાર ફિલ્મો..જોશુ .જેસલ તોરલ, હોથલ પદમણી ,સોન કંસારી, શેતલને કાંઠે, રાજા ભરથરી, ભગત ગોરા કુંભાર, સોરઠિયાની સોન્ ,મેરુ મુળાદે ,વાલો નામોરી ,ગાજરની પીપૂડી, ખુદની લખેલી હતી,અને હિરો ખુદ હતા . વણઝારી વાવ હિરણને કાંઠે , ઢોલામારુ, દેશરેજોયાદાદાપરદેશજોયા, રાજ રાજવણ, ઢોલી ,દિકરો મારોલાડકવાયો ,મણીયારો , મરદનો માંડવો ,મેના ગુજૅરી, મારો રસીયો ,માનવીની ભવાઈ ,સંતુ રંગીલી, શેઠ જગડુશા ભાદર તારા વહેતા પાણી, ઝુલણમોરલી, નળ દમયંતી ,જેવી અનેક નવી જૂની ફિલ્મોમાં કોમેડિયન રોલ અને સેકન્ડ હિરૉ ની ભૂમિકા કરેલી છે, તેમણે લગ્ન વિજયાબેન સાથે કરેલ ,અને બે પુત્ર અને બે પુત્રી છે તેમણે અંતિમ દિવસો મા. મુંબઈથી પોતાના વતન રાજકોટ માં રહેવા માટે આવી ગયા હતા ,અને ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૨ ના રોજ ગુજરાતી સિને જગત ને અલવિદા કરી હતી.. આપણા સૌરાષ્ટ્ર-ગુજરાતના આ મહાન કોમેડિયન કલાકાર ને ભાવભરી સૌ વાચકો અને સિનેજગત તરફથી 🌹શ્રદ્ધાંજલિ🌹 અર્પિત🙏 શુક્રવારે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો,,, હે એ હે તારી માને બજર નું બંધાણ ખાટલા બગાડયા પાટલા બગાડ્યા ,બગાડ્યા ખાટલા ના વહાણ અરે. તારી માને બજર નું બ ંધાણ જ્યારે સંતુ રંગીલી માં કિશોરકુમાર ગીત રમેશ મહેતા માટે ગાયુ હતુ . શબ્દ હતા,,, મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી ,,,લિ,✍️નવિન રાણા🌹કલાજગત🌹કલાનગરી🌹ભાવનગર,
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877