viral message…..
Big Breaking ;
વડોદરામાં આજે આકાશ કાળું થયું.! મહાન રાજવીની અમૂલ્ય ભેટ વડોદરામાં શિક્ષણની માતૃસંસ્થામાં અંધકાર છવાયો. મ.સ.યુનીમાં લોકશાહીની નનામી નીકળી.ભાજપના ગદ્દાર નેતાઓના કારણે શિક્ષણનો મૃત્યુ ઘંટ વાગ્યો..
આજે ભાજપે વિધાનસભામાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ- 2023 મંજૂર કર્યું;
ચાર વખત નામંજૂર થયેલું બિલ ફરી રજૂ કરી અને ભાજપે બહુમતીથી પસાર કર્યું: કૉંગ્રેસ ના ધારાસભ્યો એ કર્યો વિરોધ.
કોમન એક્ટની અને બીલની વિરોધમાં કોંગ્રેસે કર્યું મતદાન.
સ્વપ્નદ્રષ્ટા મહાન રાજવી સયાજીરાવ ગાયકવાડની મહાન ભેટ એવિ અમૂલ્ય 100-વર્ષ જુની સંસ્થા એમ.એસ.યુનિ.ને ભાજપ સરકાર શાસકોએ ગુલામીની બેડીઓમાં બાંધી તેની સ્વાયતતા ખતમ કરી…
માતૃસંસ્થાને ખતમ વડોદરાના ભાજપના ગદ્દારોએ કરી.. વડોદરાના ભાજપના 10-ધારાસભ્યોએ આજે વિધાનસભામાં કાળા કાયદાનું સમર્થનમાં કરી સહી કરી વડોદરા વિરોધી કૃત્ય કર્યું,શું વડોદરા વિરોધી ઓ ને વડોદરા માફ કરશે.. જ્યારે જ્યારે વિશ્વવિખ્યાત એમ. એસ. યુનિ ની વાત થશે ત્યારે એએ 10 ધારાસભ્યો ને લોકો યાદ રાખશે.
વડોદરા શહેર અને જિલ્લાના ધારાસભ્ય શ્રીઓ શ્રી યોગેશ પટેલ, યુનિ મા ટેકો જીએસ રહેલા શ્રી કેયુર રોકડીયા, યુનિ.ના પૂર્વ ઝુઝરું નેતાશ્રી શૈલેષ મહેતા સોટ્ટા, શ્રીમતી મનીષા વકીલ, શ્રી ચૈતન્ય દેસાઈ, યુનિ.પૂર્વ નેતા અને દંડક શ્રી બાળું શુક્લા,શ્રી કેતન ઇનામદાર, શ્રી અક્ષય પટેલ,પાદરાના શ્રી ચૈતન્યસિંહ ઝાલા.
વડોદરાવાસીઓ પોતે કરેલી ભૂલ એટલે 28 વર્ષથી ખોબે ખોબે મત આપી ભાજપીઓ જીતાડ્યા.. ભ્રષ્ટ ભાજપના નેતાઓને કરેલા 28 વર્ષથી કરેલા આંધળું સમર્થનનું પરિણામ મળ્યું.. ખૂબ શરમજનક
ગદ્દાર વડોદરા વિરોધી ભાજપને આવતી પેઢીઓ યાદ રાખશે.
આખરે આજે મસયુ સહિતની ૧૧-યુનિવર્સિટીની સ્વાયત્તતા સમાપ્ત થઈ.
વડોદરાવાસીઓ નહી જાગે..ભાજપે ગુલામ બનવી દીધા છે…
માતૃસંસ્થા માટે કોણ જાગશે?
આજે સ્વાયત્ત યુનિવર્સિટીની સ્વાયત્તતા નો મૃત્યું ઘંટ વાગી ગયો.? વડોદરા જોતું રહ્યું ?.
Save MSU save Baroda
ભાજપ સરકાર એક જમાનાની જગવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્વાયત્તતા પર કાપ મૂકતું ગૂજરાત કોમન યુની. બિલ ૨૦૨૩ વિધેયક આજે ભાજપ સરકારે વિધાનસભા સત્રમાં રજૂ કરી મંજૂર કર્યું।
વડોદરાના ભાજપના અત્યારના અને પૂર્વ તમામ સેનેટ સભ્યો,નેતાઓ, વિધાર્થી નેતાઓ સિન્ડિકેટ સભ્યો,ધારાસભ્યશ્રીઓ, સાંસદ તથા તમામ નેતાઓ એ માતૃસંસ્થા એમ.એસ.યુનિ.માં શિક્ષણ મેળવ્યું છે..અને મોટા થયા છે તેઓ પાર્ટીના આદેશનું પાલન કરી યુનિની વિરુધ્ધ માં જાહેરમાં સરકારે સૂચિત નવા ગૂજરાત કોમન યુની એક્ટ 2023 જેવા કાળા કાયદાનું સમર્થન કર્યું.જે અત્યંત દુઃખદ અને શરમજનક પણ છે.
આજે ભાજપના નેતાઓ જાણે છે કે પોતાની સરકાર જ યુનિ.ને ખતમ કરવા કોમન યુનિ.એક્ટ લાવી રહ્યા હતા..અને પોતાની માતૃસંસ્થાનું ચીરહરણ થતું જોઈ રહ્યા છે…ભાજપના વામણા નેતાઓ પોતાના રાજકીય સ્વાર્થ માટે પોતાની માતૃસંસ્થા એમ .એસ યુનિ.માટે સરકાર તરફી અને કાળા કાયદા સ્ટેટમેન્ટ આપ્યા છે.. તેમણે પોતાની માતૃસંસ્થા સાથે ગદ્દારી, વડોદરાવાસીઓ સાથે ગદ્દારી કરી છે..હું સત્તામાં રહેલા તમામને નામ જોગ લખવા માંગું છું કે આપ વડોદરા સાથે અન્યાય તમે કેવી રીતે કરી શકો ?
હું વડોદરામાં ચૂંટાયેલ વડોદરા શહેર અને જિલ્લાના સિનિયર ધારાસભ્ય શ્રી યોગેશ પટેલ, યુનિમા ટેકો જીએસ રહેલા શ્રી કેયુર રોકડીયા, યુનિ.ના પૂર્વ ઝુઝરું નેતાશ્રી શૈલેષ મહેતા સોટ્ટા, શ્રીમતી મનીષા વકીલ,શ્રી ચૈતન્ય દેસાઈ, યુનિ.પૂર્વ નેતાઅને દંડક શ્રી બાળું શુક્લા,શ્રી કેતન ઇનામદાર, શ્રી અક્ષય પટેલ ,પાદરાના શ્રી ચૈતન્યસિંહ ઝાલા સહિત યુનિ ના પૂર્વ નેતાઓ એક શબ્દ બોલી શક્યા નથી.
એમને અપીલ કરી હતીકે ચોમાસું સત્રમાં સરકાર આ કાળા કાયદાનું બિલ પસાર કરવાની છે.એ પહેલાં અને વિધાનસભામાં વડોદરા વિરોધી બિલ પસાર ન થવા દે અને વડોદરા ને બચાવી લે.. નહિતર આપ સૌને ભવિષ્યની પેઢી માફ નહિ કરે.. પરંતુ આ નેતાઓએ પોતાની માતૃસંસ્થા સાથે ગદ્દારી, વડોદરાવાસીઓ સાથે ગદ્દારી કરી અને ચુપ રહ્યા છે.
મહાન રાજવી શ્રી સયાજીરાવે ભેટ આપેલી અમૂલ્ય આ વિશ્વ વિખ્યાત સંસ્થા વડોદરા શહેર અને જીલ્લાના વિધાર્થીઓના અભ્યાસ,જીવનના ઘડતર માટે છે. વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓ વિદ્યાર્થી ના જીવન ઘડતરમાં પણ નેતૃત્વના પાઠ ભણવા માટે જરૂરી..જે ખતમ થઈ
હજી પણ જો સૌ જાગે અને ભાજપ ના ગદદારો સામે જનઆંદોલન કરે તો આ કળા કાયદાનું અમલીકરણ રોકી શકાય
જે નેતાઓ અને નાગરિકો શ્રેષ્ઠીઓ શિક્ષણશાસ્ત્રીઓ ,અને શહેરના નાગરિકો,વિદ્યાથીઓ,વિદ્યાર્થી સંગઠનો આ માતૃ સંસ્થા ને બચવવા મેદાને નહી આવે..અને આ કાળો કાયદો રોકશે નહી તો આ આગવી ઓળખ ધરાવતી આ વિશ્વવિખ્યાત સંસ્થા ખતમ થઈ જશે..અને સત્તામાં રહેલા નેતાઓ કાયમી વડોદરાના ગદ્દાર ગણાશે..અને સત્તામાં નથી તેઓ સૌ નપુસંક ગણાશે…અને સૌને જાહેરજીવનમાં રહેવાનો નૈતિક અધિકાર નથી..અને વડોદરા વાસીઓ આ સૌ ગદ્દારો ને યાદ રાખશે.
આ પત્ર સૌને લખવાનું કારણ એ છે કે આટલી મોટી અલગ ઓળખ ધરાવતી મસયુનીમાં વડોદરા અને વડોદરામાં રહેતા નાગરિકોના બાળકો માટે 70 ટકા બેઠકો અનામત છે.જે તમામ માટે ભણવાની વ્યવસ્થા છે.નામના ધરાવતી યુની સિવાય બહારગામ ભણવા જવાનું વડોદરાના નાગરીકો માટે આર્થિક રીતે કચડી નાખશે..
આ યુની.ને કોમન બનાવવાની શું જરૂર છે. અત્યારે પણ સરકારનો કન્ટ્રોલ છે. તો શા માટે એક સામાન્ય યુની બનાવવા માંગો છો..ભાજપના નેતાઓ પોતાની અન્ય ખાનગી યુનિ .ઓને લાભ કરાવવા, વ્યાપારીકરણ કરવા આ બિલ લાવ્યા છે. એવું સૌ કહે છે અને આ સ્વાયત્ત સંસ્થાને ખતમ કરી મોંઘી ફી વાળી મોંઘીદાટ યુની.બનાવવા માગે છે.. અંગ્રેજી માધ્યમ ખતમ કરવા માગે છે .કોમન યુની. થાય તો અભ્યાસક્રમ એક થાય શિક્ષકો ગુજરાતી માધ્યમવાળી યુનીમાં થી આપની યુનિ મા ટ્રાન્સફર થાય ..તો કેવી રીતે ચાલી શકે.
પરંતુ મને આજે પણ વિશ્વાસ છે કે વડોદરાના હિતચિંતકો માતૃસંસ્થા માટે લડશે..ભૂતકાળમાં હિતચિંતકો મસ યુની.ની સ્વાયત્તા માટે લડ્યા છે એ પણ હકીકત છે..સૌ જાગે તે આપણા માટે લડાઈ લડવાની છે..
2004, 2016, 2021,માં સરકારે પ્રયત્ન કરેલા જેમાં સૌથી મોટો ફાળો વડોદરાના તમામ સમાચારપત્રો ,લોકલ અને રિજિયોનલ ટીવી મિડિયાનો અભૂતપૂર્વ અને આભાર માનવા લાયક ફાળો હતો.
સમાચારોના તંત્રીશ્રીઓ વરિષ્ઠ અને તમામ પત્રકારોના લીધે ભૂતકાળમાં આપણે યુનીને બચાવી શક્યા છીએ.. દીવ્યભાસ્કર, ગૂજરાત સમાચાર, સંદેશ,લોકસ્ત્તા,ગૂજરાત મિત્ર, ટીવીમાં સયાજી સમાચાર, TNN ટીવી અને VNM ટીવી સહીત ઘણા નામ લખી શકાય તેમ છે.
જેમાં નોધપાત્ર રીતે યુની.ના પૂર્વ વિદ્યાર્થી નેતાઓ જેવાકે વરિષ્ઠ પત્રકારો સર્વ શ્રી અનિલ દેવપુરકર,શ્રી વિશ્વજીત પારેખ શ્રી અજય દવે,યુનિ ના પ્રોફે. શ્રી ડો આઇ આઇ પંડયા,શ્રી કાસિમ ઉનીયા યોગેશ અકોલકર યુની. બૂટા અને બુસાના આગેવાનો સહિત યુનિ પૂર્વ સેનેટ, સિંડિકેટ, NSUIના નેતાઓ, પૂર્વ તમામ વિદ્યાર્થી નેતાઓ, યુની જીએસ-વીપી વિગેરે એ લડત લડી હતી.
હજારો વાલીઓ ભણવાનું છોડાવશે! કોમર્સ,સાયન્સ આર્ટસ જેવા કોર્સમાં કોમન એક્ટ આવવાથી ગ્રેજ્યુએટ થવા થશે એન્જીનીયરીંગ મેડિકલ જેવો લાખો રૂપિયાનો ખર્ચ…જે વડોદરા વાસીઓ નાગરિકો માટે કમરતોડ..હજારો લોકો ભણશે નહી..
આ બાબતે વધુ જન જાગૃતિ માટે પ્રયત્ન કરવામાં આવશે..
Save MSU Save Baroda.
