દરેક હિંદુ લોકોએ જરૂર જાણવી જોઈએ શ્રાવણ મહિનાની આ વાતો
શ્રાવણના મહિનામાં વિશેષ ભગવાન શિવ અને માં પાર્વતીની પૂજાનું વિશેષ મહત્વ છે. હિંદુ ધર્મની પૌરાણિક માન્યતાઓ અનુસાર શ્રાવણ મહિનાને અને ખાસ કરીને દેવોના દેવ મહાદેવ ભગવાન શંકરનો મહિનો માનવામાં આવે છે. આ સબંધમાં પૌરાણિક કથા છે કે જયારે સનત કુમારોએ મહાદેવને આ મહિનો પ્રિય હોવાનું કારણ પૂછ્યું, તો મહાદેવ ભગવાન શિવે જણાવ્યું છે કે જયારે દેવી સતીએ એના પિતા દક્ષના ઘરમાં યોગશક્તિથી શરીરનો ત્યાગ કર્યો હતો અને બીજા જન્મમાં દેવી સતીએ પાર્વતીના નામથી હિમાચલ અને રાની મૈનાના ઘરમાં પુત્રીના રૂપમાં જન્મ લીધો. પાર્વતીએ યુવાવસ્થામાં શ્રાવણ મહિનામાં નિરાહાર રહીને કઠોર વ્રત કર્યું અને શિવજીને પ્રસન્ન કરીને વિવાહ કર્યા, જે પછીથી જ મહાદેવ માટે આ મહિનો વિશેષ થઇ ગયો, જેની આપણે સૌ ભાવથી ભક્તિ અને પૂજા કરીએ છીએ.
🌷 ।। हर हर महादेव ।। 🌷
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય, રાજકોટ
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877