માતાની મમતાના અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે, પરંતુ આજે અમે તમને જે વાત જણાવી રહ્યા છીએ તે જરા હટકે છે. ઉત્તર પ્રદેશ ના મુરાદાબાદ રેલવે સ્ટેશન પર બનેલો આ બનાવ ભાવુક કરી દે તેવો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ત્રણ વર્ષના માસૂમ બાળકને હીરો બતાવવામાં આવી રહ્યો છે. આ ત્રણ વર્ષના બાળકે અજાણ્યા શહેરમાં અજાણ્યા લોકો વચ્ચે પોતાની ફરજ ખૂબ સારી રીતે નિભાવી હતી. હકીકતમાં મુરાદાબાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર બનેલા ફૂટ ઓવરબ્રિજ પર એક મહિલા ગરમીને કારણે બેભાન બની ગઈ હતી. મહિલા પાસે રહેલું તેનું નાનું બાળક ભૂખથી તડપી રહ્યું હતું. આ નજારો મહિલાની બાજુમાં બેઠેલા ત્રણ વર્ષના માસૂમે જોયો હતો. જે બાદમાં તેને પોતાની માતા સાથે કંઈક અઘટિત બની રહ્યાનો અંદાજ આવી ગયો હતો.ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં 2 વર્ષની બાળકીએ ગજબની સમજદારી દાખવતા તેની માતાનો જીવ બચાવી લીધો. બેહોશ માતાની મદદ કરવામાં અસહાય પુત્રી રેલવે સ્ટેશન પર હાજર આરપીએફના કોન્સ્ટેબલને તેમની આંગળી પકડીને માતા પાસે લઈ આવી. ત્યારબાદ મહિલાને તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. 2 વર્ષની દીકરી ઉપરાંત મહિલા સાથે 6 વર્ષનું બીજુ બાળક પણ હતું.જે બાદમાં માસૂમ આમતેમ જોવા લાગ્યો હતો, કોઈ મદદ કરે તેવું ન દેખાતા માસૂમ પ્લેટફોર્મ નંબર-1 પર બનેલી જીઆરપી ચોકી તરફ ચાલવા લાગ્યો હતો. ચોકી ખાતે પહોંચીને માસૂમે જવાનોને કંઈક કહેવાનો પ્રયાસ કર્યો પરંતુ તે બોલી શક્યો ન હતો.જે બાદમાં માસૂમ ઇશારોથી પોતાની વાત કહેવા લાગ્યો હતો. મહિલા પોલીસકર્મીને લાગ્યું કે તેને ભૂખ લાગી છે અથવા તે પોતાના પરિવારથી અલગ થઈ ગયો છે. જોકે, બાળકે ઈશારો કરીને મહિલા પોલીસકર્મીઓને પોતાની સાથે ચાલવાની વાત કરી હતી.


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877