૧૯-૧૦-૨૦૨૩
નાર્થ એવિંગટનના કંજરવેટિવ કાઉન્સિલર સંજય મોઢવાડિયાના ધરે થઈ આંતર્રાષ્ટ્રીય સંત કથાકાર ભરતભાઈ વ્યાસની પધારમણી
- ખાસ આમંત્રણે સેન્ટ્રલ લંડનથી લેસ્ટર સંજય મોઢવાડિયાના ધરે પહોંચ્યા એનઆરઆઈ ગ્રુપ લંડન યૂકેના કન્વીનર અને સનાતન ધર્મના ધ્વજવાહક કેશવભાઈ બટાક ‘દમણવાલા’
- Abbey ના કંજરવેટિવ કાઉન્સિલર નાગસ અગાથ, કાઉન્સિલર જયંતિલાલ ભાઠેલા, માછી અગ્રણી પ્રેમાભાઈ સાગરે પણ સંજય મોઢવાડિયાના ધરે પહોંચી સંત કથાકાર ભરતભાઈ વ્યાસના દર્શન અને સત્સંગ લાભ લીધા હતા
લંડન . લેસ્ટર સિટી કાઉન્સિલના કંજરવેટિવ પાર્ટીના કાઉન્સિલર અને દમદાર નેતા સંજય મોઢવાડિયાના ધરે ૧૮ મીએ આંતર્રાષ્ટ્રીય સંત કથાકાર ભરતભાઈ વ્યાસની પધારમણી થઈ હતી. સંજય મોઢવાડિયા અને તેમની ધર્મપત્ની સંત કથાકાર ભરતભાઈ વ્યાસના આત્મીયતાપૂર્ણ સ્વાગત કરી ઉચ્ચ આસને બેસાડી આશીર્વાદ લીધો હતો. સંજય મોઢવાડિયાના અને તેમની ધર્મપત્ની વિશુદ્ધ સનાતની રીતે ધરે પધારેલ ભૂદેવ ભરતભાઈ વ્યાસની યથાશક્તિ સેવા કરી અને સ્વાસ્થ્યના હાલ તથા ધરે સુધીની યાત્રા વિશે પૂછ્યું હતું. સંત કથાકાર ભરતભાઈ વ્યાસે મોઢવાડિયા દંપતિના આતિથ્ય અને સેવા ભક્તિની પ્રશંસા કરી આશીર્વાદો આપ્યો હતો. સંજય મોઢવાડિયાના ખાસ આમંત્રણે એનઆરઆઈ ગ્રુપ લંડન યૂકેના કન્વીનર અને યૂકેમા સનાતન ધર્મની ધ્વજાવાહક કેશવભાઈ બટાકે સેન્ટ્રલ લંડનથી લેસ્ટર મોઢવાડિયા દંપતિના ઘરે પહોંચા હતા. કેશવભાઈ બટાક સાથે કંજરવેટિવ કાઉન્સિલર જયંતિલાલ ભાઠેલા અને માછી અગ્રણી પ્રેમાભાઈ સાગરે પણ સંજયભાઈ ઘરે સંત કથાકાર ભરતભાઈ વ્યાસના દર્શન આશીર્વાદના લાભ લેવા પહોંચ્યા હતા. Abbey ના કંજરવેટિવ કાઉન્સિલર નાગસ અગાથ પણ પોતાની ધર્મપત્ની સાથે સંજય મોઢવાડિયાના ધરે આવ્યા અને સંત મહારાજ ભરતભાઈ વ્યાસને પ્રણામ કરી આશીર્વાદો મેળવ્યા હતા. સંજયભાઈના ઘરે પધારમણી દરમિયાન સંત કથાકાર ભરતભાઈ વ્યાસે સત્સંગ કરી ઉપસ્થિતોને કર્મયોગ માર્ગે મોક્ષ પ્રાપ્તિનો રહસ્યો સમઝાવ્યો હતો. કેશવભાઈ બટાકે પણ
આંતર્રાષ્ટ્રીય કથાકાર ભરતભાઈ વ્યાસ સાથે મુલાકાતમા યુનાઇટેડ કિંગડમમા સનાતન ધર્મના પ્રચાર-પ્રસાર અને સનાતની લોકોની હિતોની રક્ષા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દેશ દુનિયામાં ૫૫૦ થી વધારે ભાગવત અને શ્રીરામ સહિતના ધાર્મિક કથાઓ કરનાર સંત કથાકાર ભરતભાઈ વ્યાસ અત્યારે એક મહીનાના યૂકે પ્રવાસે આવેલા છે. યૂકે, લેસ્ટર લંડનમાં રહેતા જે પણ સનાતની ભાઈયો બહેનો કથાકાર ભરતભાઈ વ્યાસ મહારાજને પોતાના ઘરે પધારમણી કરાવવા ઇચ્છતા હોચ તો ભરતભાઈ વ્યાસને મોબાઇલ નંબર ૯૮૨૫૩ ૪૯૧૪૧ પર સંપર્ક કરી શકે છે.
લી .
મીડિયા પ્રભારી,
એનઆરઆઈ ગ્રુપ,
યૂકે લંડન



Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877