શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ ખાતે પાંચ અને છઠ્ઠી નવરાત્રિ પણ ખુબ જ સરસ ભકિતમય વાતાવરણમાં ઉજવાઇ ગઇ અને ભક્તજનોએ માનાં ગુણગાન ગરબારૂપે ગાયા. પાંચમી નવરાત્રિએ માતાજીની કિંમતી સાડી રશ્મિતા નિલેશ અગ્રાવત (રાજકોટ) તરફથી હતી. પ્રસાદની સેવા અને આરતીનો લાભ પુ. શ્રી માડીનાં શિષ્યા રાજકોટ ખાતે રહેતા રીટાબેન દોશી, તેમનાં સુપુત્ર પાર્થ, સુપુત્રી વિરાલી (વિશાખાપટનમ) તથા તેમનાં પરિવારજનોએ લીધો હતો જ્યારે પાંચમી નવરાત્રિએ માતાજીની કિંમતી સાડી ભાઇ-બહેનની જોડી એવા દિક્ષા જાની (અમદાવાદ) તથા નિર્ઝર જાની (ચંડીગઢ) તરફથી હતી. સવારની વિશેષ પુજા અને આરતીનો લાભ તેમજ પ્રસાદની સેવા રાજકોટ ખાતે રહેતા ઝાલાવાડ ઔદિચ સહસ્ત્ર બ્રહ્મસમાજનાં પૂર્વ પ્રમુખ અને પુ. શ્રી માડીનાં સૌથી જુના શિષ્યોમાંના એક એવા શ્રી લલિતભાઇ રાવલ (દિક્ષીત નામ આશાનંદ), તેમનાં સુપુત્રી જયશ્રી અને પુત્રવધુ તથા શ્રી રણજીતસિંહ પરમાર અને તેમનાં સુપુત્રી ભાગ્યશ્રી બારડ તરફથી હતો.


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877