Explore

Search

August 1, 2025 11:47 pm

लेटेस्ट न्यूज़
Advertisements

” પ્રેમ થી પ્રગટે એજ પરમાત્મા ” :- પ્રફુલભાઇ શુક્લ

” પ્રેમ થી પ્રગટે એજ પરમાત્મા ” :- પ્રફુલભાઇ શુક્લ

દમણ ભાગવત કથા મા ભવ્ય કૃષ્ણ જન્મઉત્સવ ઉજવાયો

દમણ સોમનાથ ભવન ભેંસરોડ શ્રી કોળી પટેલ સમાજ ભવન ખાતે પૂર્વ સાંસદ સ્વ. ડાહ્યાભાઈ પટેલ ના સ્મરણાર્થે ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની 859 મી ભાગવત કથા મા આજે ભાગવતજી ના પ્રધાન ઉત્સવ “કૃષ્ણ જન્મઉત્સવ” ની ઉજવણી ધામધૂમ થી કરવામા આવી હતી. આ પૂર્વે નિત્ય નિયમ પ્રમાણે ચોથા દિવસ નો ભાગવત દશાંશ યજ્ઞ સંપન્ન થયો હતો.નિત્ય નિયમ પ્રમાણે ઉપસ્થિત મેહમાનો દ્રારા પોથી તેમજ વ્યાસપુજન થયું હતુ.આજે કથા મા ગજેન્દ્ર મોક્ષ સમુદ્ર મંથન ની કથા તેમજ વામન ચરિત્ર અને રામજન્મ ઉત્સવ ની કથા નુ પણ વર્ણન થયું હતુ.” જય શ્રી રામ” નો ભવ્ય નાદ કરવામા આવ્યો હતો. કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ વ્યાસપીઠ પરથી કહ્યું હતુ કે “જગત ના ઝેર પીવે એ શિવ અને જગત મા ઝેર ફેલાવે એ જીવ “,” આખી દુનિયા 22 મી જાન્યુઆરી એ રામ જન્મોત્સવ મનાવસે, પણ દમણ ભાગ્યશાળી છે કે આજે જ રામ જન્મ ઉત્સવ મનાવે છે”, ” પ્રેમ થી પ્રગટે એજ પરમાત્મા”, પ્રાણી માત્ર નો પ્રેમ પરાકાષ્ઠા એ પહોંચે ત્યારેજ પરમાત્મા નુ પ્રાગટ્ય થાય છે. કથા ના મુખ્ય યજમાન જીગ્નેશભાઈ ડાહ્યાભાઈ પટેલ, હેતાક્ષીબેન જીગ્નેશભાઈ પટેલ, ચંચળબેન ડાહ્યાભાઈ પટેલ, જાગૃતિબેન ડાહ્યાભાઈ પટેલ અને એમના સમગ્ર પરિવાર દ્રારા ભગવાન કૃષ્ણ પરમાત્મા ની પ્રથમ જાખી પારણું ઝૂલાવી ને કરવામા આવી હતી સાથે કથાકાર પ્રફુલભાઇ શુક્લ અને રેખાબેન પ્રફુલભાઇ શુક્લ એ પણ પારણું ઝૂલાવી ને ભાગવતજી ની આરતી કરી હતી.અબીલ, ગુલાલ, કંકુ ની છોળો વચ્ચે વિશાળ સંખ્યા મા ભાવિક ભક્તો ભગવાન ના કીર્તન મા મદમસ્ત બન્યા હતા. બાળકો દ્રારા ગોવાળિય બની ને મટકી ફોડવામાં આવી હતી. કૃષ્ણ જન્મ ઉત્સવ નુ તાદશ દ્રશ્ય રજુ કરવામાં આવ્યું હતુ.કથા ના આચાર્ય ચેતનભાઈ જોષી (ભીમપોર ) અને વિપ્રવૃંદ દ્રારા પુરુસૂક્ત તેમજ મધુરાષ્ટકમ નો પાઠ કરવામાં આવ્યો હતો.”નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ” ના પ્રચંડ નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતુ. સંગીતકારો મહેન્દ્ર પટેલ, દિપક બારોટ, અર્જુન સોલંકી, બિપિન પટેલ, પ્રતીક પટેલ દ્રારા કીર્તન ની રમઝટ બોલાવાઈ હતી.ઉપસ્થિત હજારો શ્રોતાઓ એ ભગવાન કૃષ્ણ પરમાત્મા ના આવવાના વધામણાં લીધા હતા.સમગ્ર દમણ પ્રદેશ ખરા અર્થ મા આજે “કૃષ્ણમય”બન્યો હતો.આજે કથા મા પૂર્વ પ્રિન્સિપાલ બી. એન. જોષી (કિલ્લા પારડી), લલિતભાઈ ઓઝા (વાપી), સિમ્પલબેન કાંટેલ(સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ ભાજપ ના મહિલા મોરચા અધ્યક્ષ), ફાલ્ગુનીબેન પટેલ.રીનાબેન પટેલ (જિલ્લા પંચાયત સભ્ય), ફાલ્ગુનીબેન આર. પટેલ (દમણવાડા જિલ્લા પંચાયત સદસ્ય)કરશનભાઈ ભરવાડ, મુકેશ ગોસાવી, ભરતભાઈ પટેલ,મેવાડા બ્રહ્મ સમાજ ના અલ્પેશભાઈ ભટ્ટ, મુકેશભાઈ ત્રિવેદી,મુકેશભાઈ દેસાઈ (પારનેરા પારડી),લખમભાઈ ટંડેલ (દિલીપ નગર એસોસિયેશન પ્રમુખ ) મેહમાનો પધાર્યા હતા. જેમનું સ્વાગત જેન્તીભાઇ ખારીવાડ, ઉમેશભાઈ પટેલ,ઉપેન્દ્રભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ, બાબુભાઇ પટેલ દ્રારા કરવામા આવ્યું હતુ. આવતી કાલે કથા મા ગોવર્ધન પૂજા ઉત્સવ ની ઉજવણી થશે જેની તૈયારીઓ આયોજકો દ્રારા થઇ રહી છે.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements