ગઇકાલે પલસેટ ગામમા લગ્ન પ્રસંગે ફુડ પોઇઝનીંગ થઇ જવાથી ગામના મોટા ભાગના લોકોને ઝાડા ઉલટી ચાલુ થઇ ગયા હતા,તાત્કાલીક 108 બોલાવી અને પોતાની સગવડથી 10 માણસો જનસેવામા તથા 10 માણસો Daman હોસ્પિટલ દમણમા એડમીટ થઇ ગયા હતા,છતાય પરિસ્થીતી એકદમ બગડી ગઇ હતી,કંગરાવ ગામમા ડોક્ટર મિલાપ રાઠોડ ના ભાઈની બેબીના મેરેજ હોય આ સમાચાર મળતા ડોક્ટર મિલાપ રાઠોડ પલસેટ ગામ જે સાધન મળ્યું તે લઈ પહોંચી ગયા હતા,ડોક્ટર મિલાપ રાઠોડ સાહેબે 108 એમ્બ્યુલન્સની સીસ્ટરની મદદ લઇ ઇંજેક્શન દવાઓ આપી લગભગ 35 માણસોની તાત્કાલીક સારવાર આપી હતી અને મોટી જાનહાની બચાવી લીધી હતી,અને જાનૈયાઓને માનસિક રીતે તૈયાર કરી રાત્રે દશ વાગ્યે જાન કઢાવી હતી અને પોતે પણ જાનની પાછળ પાછળ આવ્યા હતા,કેટલાકને તો ગામ કંગરાવ પહોંચ્યા બાદ પણ સારવાર આપી હતી,આમ ડોક્ટર મિલાપ રાઠોડ સાહેબ ના લીધે લગ્ન પ્રસંગનુ શુભ કાર્ય શક્ય બન્યુ હતુ….. 🙏