વિશ્વના સૌથી મોટા એક્ઝિબિશન..
લંડનમાં WTM નો શુભારંભ : કેશવ બટાકને આમંત્રિત કર્યા
- ભારત સહિત વિશ્વના અનેક દેશોના સ્ટોલ લાગ્યા.
લંડન: લંડનમાં તા.1 નવે.થી 3 નવે.સુધી ચાલનાર વિશ્વના સૌથી મોટા એક્ઝિબિશનની શરૂઆત થઈ ગઈ છે જેમાં એન.આર.આઈ.ગ્રુપ લંડન(યુનાઇટેડ કિંગડમ) ના કન્વિનર અને મૂળ દમણના રહીશ કેશવ બટાકને આમંત્રિત કરવામાં આવ્યા છે.આ ડબલ્યુ. ટી.એમ.ની માહિતી આપતાં કેશવ બટાકે જણાવ્યું છે કે, આ એક્ઝિબિશનનો હેતુ વિશ્વમાં પર્યટન ક્ષેત્રની ઓળખ અને જાણકારી આપવાનો છે.આ ઉદ્દેશ્યથી અહીં દેશ વિદેશની ટ્રાવેલિંગ એજન્સીઓ અને ટૂર ઓપરેટરો પોતપોતાના સ્ટોલ લગાવીને પોતાના દેશના પર્યટનની જાણકારી આપતાં હોય છે.આ એક્ઝિબિશન ખૂબજ આકર્ષણનું કેન્દ્ર બને છે. જેને નિહાળવા મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડે છે.
ઉલ્લેખનીય છે કે કેશવ બટાકે વર્ષ 2019 માં અહીં યોજાયેલ એક્ઝિબિશનમાં દાદરા નગર હવેલી અને દમણ – દીવના પર્યટનને પરિદ્રશ્ય કરનારી કોફી ટેબલ બૂકને ઇન્ડિયન હાઈ કમિશનર રૂચિ ઘનશ્યામ, ઉત્તરાખંડના પર્યટન મંત્રી સતપાલ મહારાજ, ગુજરાતના પર્યટન મંત્રી જવાહર ચાવડા સહિત અનેક મહાનુભાવોના હસ્તે સોંપીને સંઘપ્રદેશની ઐતિહાસિક ધરોહરનો પ્રચાર , પ્રસાર કર્યો હતો.કેશવ બટાકે ભારતના પર્યટન ક્ષેત્રનો વિકાસ થાય અને દેશને એક નવી ઓળખ મળે તેવી આશા વ્યક્ત કરી છે.
