પવિત્ર ચૈત્ર માસ ચાલી રહ્યો છે અને પુ. ગુરૂદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” નું વિશેષ અનુષ્ઠાન પણ ચાલી રહ્યું છે. 30 વર્ષ જુની અમારી અખંડ મિત્રતાનાં સાક્ષીરૂપ એવા શ્રી કિશોરભાઈ મકવાણાને તથા તેમનાં ધર્મપત્ની શ્રીમતી ચંદ્રિકાબેનને અલગ અલગ સમયગાળા દરમિયાન ગુરૂદિક્ષા આપવામાં આવી. કિશોરભાઈને સવારનાં હવન સમયે મંત્રદીક્ષા આપવામાં આવી અને તેમનું આધ્યાત્મિક નામ કૃષ્ણાનંદ પ્રદાન કરવામાં આવ્યું અને એ પછી તેમનાં ધર્મપત્ની શ્રીમતી ચંદ્રિકાબેનને પણ ગુરૂદિક્ષા આપવમાં આવી. શ્રી કિશોરભાઈ પુ. શ્રી માડીનાં 1994-96 દરમિયાન વિદ્યાર્થી રહી ચુક્યા છે જ્યારે પુ. શ્રી રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં ડો. ઇન્દ્રવદન આચાર્ય તરીકે પ્રિન્સીપાલ હતા અને એ સમયે શ્રી કિશોરભાઈ બજરંગ દળનાં પ્રમુખ હતા. હાલ તેઓશ્રી ઓશો સંન્યાસી છે તેમજ રાજકીય ક્ષેત્રે પણ કદાવર વ્યકિતત્વ ધરાવે છે. પુ. શ્રી માડી માં તેમની અપાર આસ્થા છે અને શ્રી સિદ્ધ ગાયત્રી શક્તિપીઠનાં કોઇપણ ધાર્મિક તથા સામાજીક કાર્યોમાં સદા અગ્રેસર રહે છે. જ્યારે પણ ગુરુ-શિષ્યનું મિલન થાય ત્યારે બંન્ને વચ્ચેનો રાજીપો જોવા જેવો હોય છે. जय हो।