મહાવીર સ્વામીનાં શાસનનાં 2600 વર્ષ બાદ એક વિરલ અને દિવ્ય ઘટનાનાં આપણે સૌ સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. રાષ્ટ્ર સમ્રાટ પૂ. સંતશ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબનાં સુશિષ્યા મહા તપસ્વી પૂ. શ્રી પરમ સૌમ્યાજી મહાસતીજીનો 1008 આયંબિલ તપનો પૂર્ણાહુતિ મહોત્સવ જુહુ, મુંબઈ ખાતે તા. 28 એપ્રિલ 2024 નાં રોજ ભવ્ય રીતે ઉજવવાનો છે એ નિમિત્તે તેમને પારણા માટે સાકર વહોરાવવાની છે. આ નિમિત્તે જૈન અર્હમ ગ્રુપનાં સભ્યશ્રીઓ શ્રી ભરતભાઈ દોશી તથા અરૂણાબેન દોશી તેમજ પુ. ગુરૂદેવનાં જૈન શિષ્યો શ્રીમતી ગીતાબેન શૈલેષભાઈ દોશી, તેમનાં સુપુત્રી કોમલ પૂ. શ્રી મહાસતીજીની ચિત્રપ્રતિમા અને ચાંદીનો કળશ લઇને પુ. ગુરૂદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” પાસે શ્રી સિદ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ ખાતે તા. 12 એપ્રિલ, શુક્રવારે સાંજે 5.30 વાગે ખાસ આવી પહોંચ્યા હતા, જ્યાં સૌનું ભાવપૂર્વક સ્વાગત કરીને પુ. શ્રી માડીએ પારણા માટે સાકર વહોરાવી હતી. આ ખુબ જ સુંદર પ્રસંગે પુ. શ્રી માડીનાં અન્ય જૈન શિષ્ય શ્રી નવીનચંદ્ર દોશી, તેમનાં ધર્મપત્ની શ્રીમતી પ્રવિણાબેન, ભાવનગરથી આવેલા મારા મિત્ર શ્રી હેમંત કનાડા સહિત અમે (મનોજ આચાર્ય) પણ સાકર વહોરવાનો લાભ લીધો હતો, જેનાં ફોટોગ્રાફ તથા આગામી 28 એપ્રિલે યોજાનાર કાર્યક્રમનો સમજણ માટેનો સુંદર વિડિયો પણ અહીં આપેલ છે. જરૂર જુઓ. 🙏🏻। जय जिनेन्द्र। 🙏🏻