ઉમરગામ નગરપાલિકામાં વિકાસનાં કામોનું
ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
એ ડી ભંડારી, સોળસુંબા દ્વારા : ઉમરગામ નગરપાલિકાનાં વિવિધ રૂપિયા ૧૯.૮૭ કરોડનાં
વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા રૂપિયા ૧૦.૮૨ કરોડનાં વિકાસ કામોનું લોકાર્પણ કાર્યક્રમ
ગુજરાત રાજ્યનાં કેબિનેટ મંત્રી (નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ) કનુભાઇ દેસાઈનાં હસ્તે
કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં વલસાડ જીલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ
નૈમેશ વે, આઈએએસ તથા ઉમરગામ તાલુકાનાં ધારાસભ્ય રમણલાલ
પાટકરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ઉમરગામ નગરપાલિકાનાં પ્રમુખ મનીષ રાય,
ઉપપ્રમુખ જયશ્રી માછી, કારોબારી અધ્યક્ષ અંકુશ કામળી અને ચીફ ઓફિસર એ એચ
સિન્હ વિગેરેઓએ સમગ્ર કાર્યક્રમનું સરસ રીતે આયોજન અને સંચાલન કર્યું હતું. સદર
કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડી વિશેષ હાજરી આપી હતી.
ગુજરાત રાજ્યનાં કેબિનેટ મંત્રી (નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ) કનુભાઈ
દેસાઈ અને ઉંમરગામ તાલુકાનાં ધારાસભ્ય રમણલાલ પાટકરનાં માર્ગદર્શન
હેઠળ, ઉમરગામ નગરપાલિકાનાં પ્રમુખ મનીષ રાય, કારોબારી અધ્યક્ષ અંકુશ
કામળીની આવડતે ઉમરગામ નગરપાલિકાને વિકાસશીલ બનાવ્યું છે.
ખાતમુહુર્તનાં કામો..
૧. ઉમરગામ નગરપાલિકાનાં વોર્ડ નં.
૫માં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવાનું કામ.
(વ્યવસાય વેરા યોજના : રકમ રૂપિયા ૪.૬૭
કરોડ) ૨. ઉમરગામ નગરપાલિકાનાં વોર્ડ
નં. ૫માં કૃત્રિમ તળાવ ડેવલપ કરવાનું કામ.
(૧૫ માં નાણાંપંચ યોજના વર્ષ : ૨૦૨૦-૨૧,
૨૦૨૧-૨૨ : રકમ રૂપિયા ૨.૩૧ કરોડ) ૩.
ઉમરગામ નગરપાલિકામાં બ્યુટીફિકેશનનું
કામ વિવિધ વિસ્તારમાં મ્યુરલ પેઇન્ટીંગ અને
સેલ્ફી પોઇન્ટ, ટ્રી પ્લાન્ટેશન કરવાનું કામ.
(સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ
યોજના વર્ષ : ૨૦૨૪-૨૫ : રકમ રૂપિયા
૧.૯૨ કરોડ) ૪. ઉમરગામ નગરપાલિકામાં
અક્રામારૂતિ સર્કલથી ટાઉન બસ સ્ટેન્ડ સુધી
આઇકોનીક રોડ શુશોભિત કરવાનું કામ.
(સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ
યોજના વર્ષ : ૨૦૨૪-૨૫ : રકમ રૂપિયા
૩.૦૫ કરોડ) ૫. ઉમરગામ નગરપાલિકાના
વિવિધ વિસ્તારોમાં આર.સી.સી. રોડ અને
વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ
બનાવવાનું કામ. (વ્યવસાય વેરા અને ૧૫
માં નાણાંપંચ યોજના : રકમ રૂપિયા ૬.૭૪
કરોડ) ૬. ઉમરગામ નગરપાલિકામાં સ્મશાન
ગૃહ રિનોવેશન અને વિવિધ વિસ્તારોમાં પે
એન્ડ યુઝ ટોઇલેટ બ્લોક બનાવવાનું કામ.
(વ્યવસાય વેરા યોજના : રકમ રૂપિયા ૧.૧૮
કરોડ)
લોકાર્પણનાં કામો..
૧. ઉમરગામ નગરપાલિકા બિલ્ડીંગ,
જુની નગરપાલિકા, કાયર સ્ટેશન,
રેસ્ટ હાઉસ અને અક્રામારૂતિ તળાવ
પર સોલાર રૂફ ટોપ નાંખવાનું
કામ. (૧૪ મું નાણાંપંચ યોજના
વર્ષ : ૧૮-૧૯ અને ૧૯-૨૦ રકમ
રૂપિયા ૩.૦૧ કરોડ) ૨. ઉમરગામ
નગરપાલિકાનાં વોર્ડ નં. ૪ માં
વાચનાલય (લાઇબ્રેરી) બનાવવાનું
કામ (મનોરંજ્ન યોજના
વર્ષ
૨૦૧૬-૧૭, ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯,
૨૦૧૯-૨૦ : રકમ રૂપિયા ૧.૨૨
કરોડ) ૩. ઉમરગામ નગરપાલિકાનાં
વોર્ડ નં. ૫ માં કામરવાડ તળાવ
ડેવલપમેન્ટ કરવાનું કામ. (સ્વર્ણિમ
જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ
યોજના UDP-૮૮ વર્ષ : ૨૦૨૦-૨૧:
રકમ રૂપિયા ૨.૪૫ કરોડ) ૪.
ઉમરગામ નગરપાલિકાનાં વોર્ડ નં.
૫ માં ડંપીંગ સાઇટ બનાવવાનું
કામ અને વેસ્ટ પ્રોસેસિંગ ઇન્સ્ટોલ
કરવાનું કામ. (વ્યવસાય વેરા અને
૧૫ માં નાણાંપંચ યોજના વર્ષ :
૨૦૧૬-૧૭, ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯,
૨૦૧૯-૨૦, ૨૦૨૦-૨૧ અને
૨૦૨૦-૨૧ (ટાઇડ) : રકમ રૂપિયા
૪.૧૪ કરોડ)
કન્ટેન્ટ પોસ્ટ : ૧૮ નવેમ્બર ૨૦૨૪
By લોકપ્રભા
ડિજિટલ કન્ટેન્ટ A D Bhandari | Lokprabha Digital Content | x.com/thelokprabha
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877