🌹લીવ ઈન રિલેશન 🌹 સ્વજન કહેવાય કોને તમે આવોતો હું જાણું, સદન કહેવાય કોને તમે આવો તો હું જાણું,. બેફામ, લીવ ઈન રિલેશન શિપ. એકદમ ખોખલો સબંધ જેનાથી સમાજ સાચા દામ્પત્ય જીવનની વ્યાખ્યાનો છેદ ઉડાડતાં શિખ્યા જેના કારણે ભારતીય સંસ્કૃતિની લગ્ન પ્રથા સાવ મજાક બનતી જાય છે ભદ્ર સમાજ ને અને લોકોને પોષાતી વાતો હવે તો નાના નાના ઘરોમાં પગ પેસારો કરી રહી છે જેના કારણે ભારતીય લોકોને સબંધો પર થી વિશ્વાસ ઘટી રહો છે, ફાયદા અને ગેર ફાયદા ઉપર એક દ્રષ્ટિ કરીએ જેમ ઓછું મીઠું (નમક) જીવલેણ, મીઠું ખાધા વિના જયારે ઉપવાસ કરો છો અથવા ફિટનેસ ફિક્ર છો તો સોડિયમ નિ ઊણપ થી 6 પ્રકારનાં રોગ થાય છે તેમ જ જો લીવ ઈન રિલેશન વિષય પર આજ ઘ્યાન નહી દોરીએ તો ભયંકર જોખમ રહે, જોખમ ધ્યાન માં રાખીને જ આપણા સમાજ માં નવ યુવાન પેઢી ને જ્ઞાન સાથે માહીતી આપતા રહેવું ખુબ જ જરૂરી છે, આજ કાલ દરેક ને બંધન વગરનું જીવન જ્યાં બધુ જ હોય પણ બંધન નથી અને હા આ લીવ ઈન રિલેશન મા એવું નથી કે માત્ર યુવતી ને વેઠવું પડે છે ઘણી વખત યુવક ને પણ વેઠવું પડે છે, સમાજ લોકો થી બનેલ છે જયારે લોકોના નિર્ણયો આચાર વિચાર રહેણી કહેણી માં ફેરફાર થાય છે ત્યારે એ અસર સમાજ પર પણ થાય છે, મને તો લાગે છે સમાજ માં બંધનો ટુટતા જાય છે અને પરીવાર કુટુંબ કબિલા એ બધું જે ક્યારેક ખુશી ખુશી બંધાયેલા રહેતા હવે સચવા તો નથી, યુવતીઓ નો પિતા પક્ષ લીવ ઈન રિલેશન મા થી નિકળી ને પરત ફરી હોય તો આપનાવ તો ન હોય ત્યારે યુવતીઓ વ્યભિચારણ બની જાય છે , બે વર્ષ ના લીવ ઈન રિલેશન મા જો સંતાન થાય તો તેની બાળપણ છીનવાય જાય છે પિતા નો અથવા માતા નો પ્રેમ મળતો નથી અને ઘણી વખત આ બને માંથી એકપણ નો પ્રેમ મળતો નથી, બાળક અના થાલાય માં મોકલાય છે, આજની નવી પેઢીને મતે લીવ ઈન રિલેશન ના ફાયદા જિંદગી વધું માણી શકે મનની ઈચ્છા મુજબ ચાલવું ન કોઈ રોક ટોક બહાર સબંધો શોધવા નીકળી પડવું , ભારતીય સંસ્કૃતિની લગ્ન પ્રથા નાબૂદ થઈ જશે, જયારે કોઈ પણ સ્ત્રી પોતાની સ્વ ખુશી થી આ આંધળા અને ગંદા અનુસરણ માટે તૈયાર થતી નથી પણ જયારે સતત થતું અપમાન ચાહે પિતા ઘરે ચાહે પતિ ઘરે હોય સદી ઓ થી માત્ર સ્ત્રી જ એગજેસ્ટ કરે છે જયારે કોઈ માર્ગ ન હોય તો એક હુફ મેળવવા માટે આ તરફ એક પગ ભરે છે તો તે ઉચિત નથી જરૂર છે જાગૃતિ ની અને યુવતીઓ ને પોતાને સક્ષમ કરવી જોઈએ સ્ત્રી કોઈ રમકડું નથી જેની સાથે રમ્યા બાદ ફેંકી દીધી મારુ લેખન સમાપ્ત કરું છું સમાજ માં બંધનો નહી પણ સબંધો પર વિશ્વાસ રાખવો જરૂરી છે 🙏🌹 અસ્તુ, નીરૂબેન આશરા મુંબઇ વિરાર