શ્રીદમણિયા માછી મહાજનની શ્રીમદ્ દેવી ભાગવત્ કથાથી લેસ્ટર લંડનમા સનાતનનો જયઘોષ, કેશવભાઈ બટાકે સર્વ હિન્દુ સમાજને કથાના લાભ લેવા કર્યુ આહ્વાન

Views: 16
0 0
Spread the love

Read Time:8 Minute, 1 Second

लंदन :   દિનાંક ૧૧-૦૮-૨૦૨૫
*શ્રીદમણિયા માછી મહાજનની શ્રીમદ્ દેવી ભાગવત્ કથાથી લેસ્ટર લંડનમા સનાતનનો જયઘોષ, કેશવભાઈ બટાકે સર્વ હિન્દુ સમાજને કથાના લાભ લેવા કર્યુ આહ્વાન*
🔺 *માછી સમાજના કુલગુરુ ગોપાલદાસ મહારાજને કર્યો દંડવત પ્રણામ્, માછી સમાજના લોકોને કુલગુરુથી ગુરૂ દીક્ષા લેવા કર્યો હાકલ*
🔺 *આંતરરાષ્ટ્રીય યુવા કથાકાર શાસ્ત્રીશ્રી ધ્રુવકુમાર ભટ્ટ શ્રીદમણિયા માછી મહાજન હૉલમાં ભાવિક ભક્તોને પોતાની ૬૬ મી કથા તરીકે દેવી ભાગવતના કરાઈ રહ્યા છે રસપાન*
      શ્રીદમણિયા માછી મહાજન હૉલમાં શ્રીમદ્ દેવી ભાગવત્ કથાથી લેસ્ટર, લંડન, યૂકેમાં હિન્દુ સનાતન ધર્મના જયઘોષ થઈ રહ્યો છે. માછી સમાજના કુલગુરુ બેતિયા ગાદ્યાચાર્ય શ્રી શ્રી ૧૦૦૮ બેતિયા પીઠાધીશ્વર અગ્રદેવ દ્વારાચાર્ય શ્રીમહંત ગોપાલદાસ ગુરૂ રામમિલનદાસજી શાસ્ત્રીના સાનિધ્યમાં આંતરરાષ્ટ્રીય યુવા કથાકાર શાસ્ત્રીશ્રી ધ્રુવકુમાર ભટ્ટ જઈએ ૧૦ ઑગસ્ટથી શ્રીદમણિયા માછી મહાજન હૉલમાં લેસ્ટર, લંડનમા શ્રીમદ્ દેવી ભાગવત્ કથાના રસપાન ભાવિક ભકતોને કરાઈ રહ્યા છે. ૧૦ મીએ ભવ્ય પોથી યાત્રાથી શ્રીમદ્ દેવી ભાગવત્ કથાના શ્રીગણેશ કરવામાં આવ્યું હતું. કથાના પ્રથમ દિવસે કથાકાર શાસ્ત્રીશ્રી ધ્રુવકુમાર ભટ્ટજીએ ભક્તોને શ્રીમદ્ ભાગવત કથાના મહાત્મ્ય સમઝાવ્યુ હતું. બીજા દિવસે ૧૧ મીએ કથાકાર શાસ્ત્રીશ્રી ધ્રુવકુમાર ભટ્ટજીએ નવરાત્રિ અને કુળદેવી મહિમાના બખાણ કર્યા હતા. ભાવિક ભક્તોએ ધ્યાનપૂર્વક કુળદેવીની મહિમા સાંભળ્યા હતાં. ૧૨ મીએ સતી પ્રાગટય / નવ દુર્ગા પ્રાગટય, ૧૪ મીએ શિવ વિવાહ અને ૧૫ મીએ ગણપતિ પ્રાગટય કથા પ્રસંગ થશે. ૧૫ મીએ કથા સાથે મહાપ્રસાદ થઈ શ્રીમદ્ દેવી ભાગવત્ કથાની પૂર્ણાહુતિ થઈ જશે. શ્રીદમણિયા માછી મહાજન, લેસ્ટર-યૂકે દ્વારા શ્રીમદ્ દેવી ભાગવત્ કથાનું ભવ્ય આયોજન કરાઈ રહ્યું છે. શ્રીદમણિયા માછી મહાજન, લેસ્ટર-યૂકેના પ્રમુખશ્રીથી લઈને સેક્રેટરી, ટ્રેઝરર સહિતના હોદ્દેદારોથી માંડી આખી કમેટી અને મેમ્બરોએ મળીને શ્રીમદ્ દેવી ભાગવત્ કથાના સુંદર આયોજન કરી રહ્યા છે. ભાવિક ભક્તોએ કથાના રસપાન કરી રહ્યા છે. બીજી બાજુએ, માછી સમાજના અગ્રણી અને એનઆરઆઈ ગ્રુપ લંડન-યૂકેના કન્વીનર કેશવભાઈ બટાકે શ્રીમદ્ દેવી ભાગવત્ કથાના આયોજનની સરાહના કરી હતી. એનઆરઆઈ કેશવભાઈ બટાકે સેન્ટ્રલ લંડનથી જારી કરેલ પ્રેસ બયાનમાં કહ્યું કે ” હૂં સૌથી પહેલાં માછી સમાજના કુલગુરુશ્રી ગોપાલદાસ મહાજનજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ્ કરી મારી ભૂલ-ચૂકની ક્ષમા યાચના કરૂં છૂં. જગતમાં ગુરૂથી બડા કોઈ નથી. કુલગુરુશ્રી અમારા અને અમારા માછી સમાજ પર હમેશા કૃપાદૃષ્ટિ બનાવીને રાખે એવી મારી પ્રાર્થના છે.” કેશવભાઈ બટાકે વધુમાં જણાવ્યું કે” શ્રીમદ્ દેવી ભાગવત્ કથાના આમંત્રણ આપવા બદલ હૂં શ્રીદમણિયા માછી મહાજન, લેસ્ટર-યૂકેના પ્રમુખશ્રીથી સહિતના હોદ્દેદારો અને કમિટી મેમ્બર્સના આભાર વ્યક્ત કરું છું. હૂં ટુંક સમયમાં કથામાં હાજરી આપી શ્રીદમણિયા માછી મહાજનના પદાધિકારીઓ અને કમિટી મેમ્બરોથી મળીશ.” એનઆરઆઈ કેશવભાઈ બટાકે કથાકાર શાસ્ત્રીશ્રી ધ્રુવકુમાર ભટ્ટજીને સાદર પ્રણામ્ કરી જણાવ્યું કે શાસ્ત્રીજી આંતરરાષ્ટ્રીય યુવા કથાકાર તરીકે દેશ અને વિદેશમાં સારી પ્રસિદ્ધી મેળવી રહ્યા છે. શાસ્ત્રી ધ્રુવકુમાર ભટ્ટજીની આ ૬૬ મી કથા છે. ૪ વર્ષ પહેલાં શાસ્ત્રીશ્રી ધ્રુવકુમાર ભટ્ટજીનું  લંડન પાર્લામેન્ટમાં સિદ્ધાશ્રમ હૈરો, યૂકેના કર્ણધાર એચએચ રાજરાજેશ્વર ગુરૂજી દ્વારા અંતર્રાષ્ટ્રીય
યુવા કથાકાર તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. હૂં આવીને શાસ્ત્રી ધ્રુવકુમાર ભટ્ટજીના પણ આશીર્વાદ લેશું. કેશવભાઈ બટાકે કહ્યું શાસ્ત્રી ધ્રુવકુમાર ભટ્ટ, શાસ્ત્રી મહેશભાઈ ભટ્ટજી, આંતરરાષ્ટ્રીય કથાકાર પ્રફુલભાઈ શુક્લજી, રાજરાજેશ્વર ગુરૂજી જેવા સંતોના પ્રતાપેજ લંદન, યૂકે, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, જાપાન, યૂએસએ સહિત દુનિયા ભરમાં હિન્દુ સનાતન ધર્મના પ્રચાર-પ્રસાર એને જયઘોષ થઈ રહ્યુ છે. મારી લેસ્ટર, લંદન માં વસતાં માછી સમાજ સહિત દરેક હિન્દુ સમાજના લોકોને નમ્ર વિનંતી છે કે અહીં પરિવાર આવીને શ્રીમદ્ દેવી ભાગવત્ કથાના શ્રવણ લાભ લઈ પુણ્યના ભાગી બનો. પોતાના બાળકોને લઈને કથામાં આવો. નવી પેઢીને ઉચ્ચ શિક્ષણ સાથે તેમણે ધર્મપરાયણ અને સંસ્કારવાન બનાવવું છે. માછી સમાજના લોકો પણ આવે અને માછી સમાજના કુલગુરુથી દીક્ષા લેવી જોઈએ. મોટી સંખ્યામાં કથામાં પહોંચી હિન્દુત્વ અને સનાતનનો જયઘોષ કરો. ” અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીમદ્ દેવી ભાગવત્ કથા સાંજે ૫. ૩૦ થી ૭.૩૦ સુથાર ચાલે છે.
                                   
                                                               *દ્વારા*
                                                **Keshav Batak,*
                                        *Convener, NRI Group,*
                                *President, Salute Tiranga,*
                                      *United Kingdom*

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *