India-China Standoff: રાજનાથ સિંહે કહ્યુ- ચીન સાથેનો વિવાદ ઉકેલાયો નથી, યથાસ્થિતિ બરકરાર
India-China Standoff: રાજનાથ સિંહે કહ્યુ- ચીન સાથેનો વિવાદ ઉકેલાયો નથી, યથાસ્થિતિ બરકરારરક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે જો કોઈ દેશ વિસ્તારવાદની નીતિ અપનાવે છે તો ભારતની પાસે એટલી તાકાત છે કે તેને રોકી શકે
રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે જો કોઈ દેશ વિસ્તારવાદની નીતિ અપનાવે છે તો ભારતની પાસે એટલી તાકાત છે કે તેને રોકી શકે
India-China Standoff: પૂર્વ લદાખમાં ચીનની સાથે ચાલી રહેલી સરહદ વિવાદની વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh)એ બુધવારે મોટું નિેવેદન આપ્યું છે. રાજનાથ સિંહનું કહેવું છે કે ચીનની સાથે લદાખ સરહદ પર ચાલી રહેલા વિવાદ (Ladakh Border Dispute)નો હજુ કોઈ યોગ્ય ઉકેલ નથી નીકળ્યો. LAC પર યથાસ્થિતિ બનેલી છે. રક્ષા મંત્રીએ કહ્યું કે, ચીનની સાથે વાતચીતનો દોર ચાલુ છે, ટૂંક સમયમાં સૈન્ય સ્તરની વધુ એક મંત્રણા થવાની છે. જોકે, હજુ સુધી જે પણ ચર્ચા થઈ છે તેનું કોઈ પરિણામ નથી નીકળ્યું, હજુ યથાસ્થિતિ બનેલી છે પરંતુ તે પણ યોગ્ય નથી.
સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે જો કોઈ દેશ વિસ્તારવાદની નીતિ અપનાવે છે તો ભારતની પાસે એટલી તાકાત છે કે તેને રોકી શકે.
