Explore

Search

July 20, 2025 12:38 pm

लेटेस्ट न्यूज़
Advertisements

આજ ફિર જીનેકી તમન્ના હૈ : Niru Ashra

આજ ફિર જીનેકી તમન્ના હૈ : Niru Ashra

આજ ફિર જીનેકી તમન્ના હૈ!
કેર્લીફોર્નિયા યુનિવર્સીટીના સાઈકોલોજી વિભાગના પ્રોફેસર ડો. રચેલ વોએ એક અભ્યાસમાં કહ્યું છે કે-
“મોટી ઉંમરમાં નવો હુન્નર શીખવાથી, છ જ સપ્તાહમાં તમારું મગજ ત્રણ દાયકા જેટલું યુવાન થઇ જાય છે.”

વૈજ્ઞાનિકો કહે છે કે-
“યાદદાસ્ત ઓછી થવી, નિર્ણયશક્તિ ધીમી થઇ જવી અને બોલવામાં મુશ્કેલી આવવી તેવી મોટી ઉંમરની અલ્ઝેઈમરની બીમારીમાં ફોટોગ્રાફી, સંગીત, પેઇન્ટિંગ કે લખવા જેવા શોખ મગજના પાવરને મજબુત બનાવે છે!

જીવંત રહેવા માટે જીવવું જરુરી છે. . . . .
ઉમંગ સાથે,
ઉત્સાહ સાથે,
સ્વિકાર સાથે,
અને
ગમતીલી પ્રવૃતિઓ સાથે
તથા
ગમતીલા વ્યક્તિ સાથે.
આ જ મંગળ જીવન!

ઉંમર અને શોખને કે ઉંમર અને ગમતી પ્રવૃતિને કોઇ બંધન હોતુ નથી.

તમારુ જીવન; તમારા શોખ!
આપણા દેશમાં, સમાજમાં લોકોને ઉંમરને લઈને બહુ વાંધા હોય છે.
આ ઉંમરે તેણે આવું બધું કરવાની શું જરૂર છે?” *
એવું લોકો પૂછ-પૂછ કરે.
આ માનસિકતા બદલવાની જરૂર છે. તમારામાં થનગનાટ હોય, અને મન ખુલ્લું હોય, તો તમે જે ચાહો તે શીખી શકો છો.
શોખને ઉંમરનુ કોઇ બંધન નહિ હોવું જોઈએ.
ઉલ્ટુ ઉંમર થાય, તેમ શોખનું મહત્વ વધવુ જોઇએ.
શોખ ખર્ચાળ હોય, તેવુ પણ જરૂરી નથી.
શોખ હોવો જરુરી છે.
એક ધ્યેય, મક્સદ, પાગલપન જરૂરી છે.

મોટી ઉંમરે કેવી રીતે જીવાય!?
તે વહીદા રહેમાન પાસે શીખવા જેવું છે.
‘પ્યાસા,’ ‘કાગજ કે ફૂલ,’ ‘સાહેબ, બીબી ઔર ગુલામ,’ ‘ગાઈડ’ અને ‘નીલ કમલ’ જેવી યાદગાર ફિલ્મોની સ્ટારને તેની સમકાલીન એક્ટ્રેસ આશા પારેખ (74) અને હેલન (81) સાથે ખાસ બહેનપણાં છે.
ત્રણે અવારનવાર રખડવા ઉપાડી જાય.
સિનેમા જોવા જાય. ખાવા-પીવા માટે ભેગાં થાય.
એકલા હશો તો તુટી જશો.
પેલી લાકડાની ભારી જેવુ.
સંયુક્ત હશો તો જલદી નહિ તુટો!

Like minded લોકો સાથે જીવવાનો આગ્રહ જરૂરી છે.
મોટી ઉમ્મરે Marriage પણ કરાય.
અથવા Live in Relationships માં પણ રહેવાય.
પણ મસ્ત જ જીવાય!
આ મસ્ત જીવન માટે શારીરિક અને આર્થિક તંદુરસ્તી એ પાયાની શર્ત છે.
બાકી ઘડપણ એ દયા નથી, વૈભવ છે!
ઇશ્વરે આપેલી ઉમદા તક છે.
જે તમે તમારા વ્યસ્ત જીવનમા નહિ કરી શક્યા, ન પામી શક્યા તે બધુ જ ઘડપણમાં મેળવવાની સુવર્ણ તક છે.!

હમણાં થોડા દિવસ પહેલાં ટ્વિંકલ ખન્નાએ વહીદા રહેમાન સાથે એક નાનકડો ઈન્ટરવ્યુ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.
એમાં ટ્વિંકલે પૂછ્યું હતું કે-
“હવે જીવનમાં શું કરવાનું બાકી છે?”
ત્યારે વહીદાએ આંખનું મટકું માર્યા વગર કહ્યું હતું, સ્કૂબા ડાઈવિંગ!!
ટ્વિંકલ સ્તબ્ધ થઇ ગઈ!
“૮૧ વર્ષની ઉંમરે સ્કુબા ડાઈવિંગ કરવું છે?”
“તો શું થયું?”
વહીદાએ વળતો સવાલ કર્યો.
“હું તંદુરસ્ત હોઉં, તો હું એ પણ કરી જ શકું.”

“તો શું થયું?”
તેમાં ઢળતી ઉંમરે કેવી રીતે વ્યસ્ત અને સકારાત્મક જીવાય, તેનો મંત્ર છુપાયેલો છે.
શિક્ષણનો અર્થ જ થાય શીખવું!
તમે કોઇની પણ સારપના એકલવ્ય થઈ જ શકો!
તમે જ તમારા ગુરુ.
તમારુ જીવન જ તમારૂ ગુરુર!

છેલ્લે..

મારે મારા અરમાનોને મારી મરવું નથી.
કોઇ મને દોરવે, કોઇ મને જીવાડે
એમ મારે જીવવું નથી.

મારુ જીવન, મારી ઇચ્છપુર્તિ સાથે
મસ્ત જાય અને અસ્ત થાય.

*બસ એજ પ્રાર્થના, આ જ મારો મોક્ષ!!!

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements