શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 39
“જે કૃપાનાથ. આજ્ઞા ફરમાવો.”રામદાસ સૌની આગળ આવીને ઊભા રહ્યા.”રામદાસજી, તમે દરરોજ ભિક્ષામાં પણ કૃષ્ણને જ માગતા હતા તો આજે અમે તમને એ કૃષ્ણની સેવા નું દાન આપીએ છીએ.”
“મહારાજ, હું અબુધ જીવ છું. સેવા ની રીત માં કંઈ સમજતો નથી. કૃષ્ણનું ઘેલો મને આવું ફળ આપી જશે એની તો કલ્પનાય નહોતી. મને સેવા કરવી કઈ રીતે આવડશે?”રામદાસ ચૌહાણ ની પાપણો એ હરખના આંસુ ઓ ના તોરણ બંધાયા.
“એની ચિંતા તમારે કરવાની જરૂર નથી. તમને સેવાની સર્વ રીતભાત શ્રી ગોવર્ધનનાથજી સ્વયં શીખવશે. જેવી સાધના એવું ફળ!”આમ આજ્ઞા કરીને શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજી ને પાગ -પરદનીનો શૃંગાર કરી ઉપર લગાવ દ્વારા મોર ચંદ્રિકા જોડી મુકુટ આ સરખો કરીને ધરાવ્યો. ગુંજા ની માલા કંઠમાં ધરાવી. સદુ પાંડે તથા અન્ય વ્રજવાસીઓએ પોતાની સાથે જે દૂધ, દહીં, માખણ લાવ્યા હતા તે તથા સ્વહસ્તે સિદ્ધ કરેલી અન્ય સામગ્રીનો ભોગ ધર્યો. ત્યારે શ્રીનાથજીએ પ્રસન્નતાપૂર્વક પ્રથમવાર અન્નપ્રાશન કર્યું.
“રામદાસજી, નિત્ય સવારે તમે ગોવિંદ કુંડમાં સ્નાન કરીને જલનું એક પાત્ર ભરી લાવજો. શ્રી ગોવર્ધનનાથજી ને એ જળથી સ્નાન કરાવી, અંગવસ્ત્ર કરીને આજે અમે જેવી રીતે શૃંગાર કર્યા છે એવી રીતે શૃંગાર કરજો. ભગવદ ઇચ્છાથી જે સામગ્રી પ્રાપ્ત થાય એનો શ્રીજીને ભોગ ધરજો અને તે પ્રસાદી થી તમારો નિર્વાહ કરજો. દૂધ, દહીં, માખણ વગેરે તો વ્રજવાસીઓ ધરાવે જ છે એટલે તમારે ચિંતાનું કોઈ કારણ નથી.”
“વળી, પાંડેજી! શ્રી ગોવર્ધનનાથજી અમારું સર્વસ્વ છે. એ ત્રીભુવનના નાથ છે છતાંય સેવા તો એમની બાળ ભાવે જ કરજો, હો. તમે બધાય બહારની સેવામાં તત્પર રહેજો, સાવધાન રહેજો. શ્રીજી જેમ પ્રસન્ન રહે તેમ કરજો. શ્રી દેવદમન તમારા સૌનું કલ્યાણ કરશે. એમના દર્શન કર્યા વિના મહાપ્રસાદ નહીં લેતા”
“અને હા, નરો ક્યાં ગઈ? જો, તારે…..”
“હો સમજ ગઈ, મહારાજ. કછુ બાતે પ્રગટ રૂપસુ નાય કહી જાય! આપકી કૃપા તે લાલાકો સુખ પ્રાપ્ત હોયગો ઐસો હી હો કરુંગી. આપ નિશ્ચિત રહિયો.હા વો થોરો નટખટ જરૂર પર્ વો વાકો સંભાલ લૂંગી…….!”નરો એ મોઘમમાં ઘણું બધું કહી નાખ્યું.
” ઓર…… કુંભનદાસ, યે લાલા રસિક હું હે. ગાયન, વાદન, નૃત્ય ઓર અટપટી લીલાંન કે ભારી શોખીન હૈ. તાસો ઇનકો તુમ નિત્ય કીર્તન સુનાય કે રીઝાઈયો. તુમરી આડીસો યે આપુ હિ પ્રસન્ન રહેંગે ઔર ભક્તન કો હુ સુખ પ્રદાન કરેગે.”
“જેસી આજ્ઞા કૃપાનાથ…..”કહેતાં તો કુંભનદાસ ના કંઠમાંથી કીર્તનની સરવાણી વહેવા લાગી.
શ્રી ગોવર્ધનનાથ કી જય 👏🏻👏🏻👏🏻
શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ — 40
શ્રીનાથજી ને નાના મંદિરમાં પાઠ બિરાજમાન કરી, સેવાનો સૂક્ષ્મ પ્રકાર બાંધી, આચાર્યશ્રી મહાપ્રભુજી અધુરી રાખેલી પરિક્રમા પૂરી કરવા ફરીથી દક્ષિણ તરફ પધાર્યા. શ્રીનાથજીએ પોતાની વિવિધ લીલા હવે મોકળા મને આરંભી. સંપૂર્ણ પ્રગટ નહોતા થયા ત્યાં સુધી ઘણી મર્યાદામાં રહ્યા; પરંતુ વિધિસરના પ્રાગટ્ય અને અન્નપ્રાશન પછી હવે નિકુંજનાયક ને છૂટો દોર મળી ગયો. નિર્દોષ અને મનોહર બાલ લીલા દ્વારા શ્રીનાથજીની જ ભક્તોને શરણે રાખી અનેક પ્રકારનું સુખ આપવા લાગ્યા. કુંભનદાસજી જેવા અંતરંગ સખા નો સાથ મેળવી શ્રીનાથજીએ વ્રજ માં ધૂમ મચાવી દીધી.
“કુંભના, વો દેખ…….. સામનેસુ કોઈ ગ્વાલીન આય રહી હૈ……. ચલ છીપ જાતે હૈ યા વૃક્ષ કી ઓટ મે……”નિત્ય નો ખેલ શરૂ થઈ ગયો.
બપોરનો સમય. વ્રજવાસીઓને માથા પર ભાથાની પોટલી બાંધી ગામને પાદર જવા નીકળે ત્યારે અચૂક કોઈની તો પોટલી લૂંટાય જ!
વૃક્ષ પાસેથી જેવી પેલી પસાર થવા ગઈ કે તરત બંસી વાળો હસ્ત લંબાયો અને મારગ રોકાયો.
” અરી ગ્વાલીન, કોન ગાવ તે યા બીચ દોપ હરિયામે ચલી આત હૈ? તેરે ઘર મેં ઓર કોન હુ નાય હે જો તોકો ઇતનો શ્રમ કરનો પડત હૈ?”
“હો ગાઠયોલી ગાવ તે આત હો,લાલા.”
“અછો? તેરેનામ કા હે રી ?
” પાથો….. “
” સુંન પાથો… ઇતની ધૂપ મેં સિર પે યે બોજા લિકે નંગે પાવ નિકસી હે તો તનીયા યા પેડકી છેયામે વિશ્રામ તો કર લે…..”
“નાય લાલા. મેરોછોરો ગયા ચરા કે થક ગયો હોયગો. વાંકો રોટી દે ને જાત હો. મોકો અવેર હોયગી તો વો ખીજેગો….” કહીને પાથો તો ચાલવા માંડી.
“અરી ઓ ગુજરીયા…. વિશ્રામ ના સહી…… યે ઠંડો જલ પીકે અપની પ્યાસ તો બીજા લે.વામે તોકો કા અવેર હૉયગી?”
ગ્વાલીનના પગ રોકાયા. વનરાવનની ઉભી વાટે બળબળતા તાપમાં ઠંડા જળનું નામ સાંભળીને પથો ની તરસ ઓર વધી ગઈ. દાવ પાર પડી રહ્યો છે. જાણીને શ્રીનાથજીએ કુંભદાસને સંકેત કર્યો. હાથમાં જળ ની મટુકી લઈને વૃક્ષની ઓથે ઉભેલા કુંભનદાસ પાથો તરફ સરક્યા.
પાથો એ માથા પરથી ભાથા થ ની પોટલી ઉતારીને વૃક્ષ નીચે પડેલી એક શીલા પર મૂકી અને પોતે ઊભડક બેસીને બંને હથેળીનો ખોબો કરી જલ પીવા લાગી. ચીલ ઝડપે શ્રીનાથજીએ પોટલી ઉપાડી અને વૃક્ષની આડશમાં જય એને ખોલી એમાંથી બે રોટલી કાઢીને સંતાડી દીધી અને ફરીથી પોટલી બાંધી પાથો પાસે આવી ગયા.
શ્રી ગોવર્ધન નાથ કી જય👏🏻👏🏻👏🏻
:
