ગુજરાતી સાહિત્યનાં અમર સાહિત્યકાર શામળ ભટ્ટ (1694-1769) નો આજે જન્મદિવસ છે. ૧૭ ના શતકના ઊત્તરાધમાં અને ૧૮ શતકના પૂવાર્ધમાં ત્રણ મહત્વના કવિઓ થઈ ગયા. પ્રથમ ‘અખો’ જેમને છપ્પા આપી ને ત્રીજા નેત્રની પ્રસાદી આપી. બીજા પ્રેમાનંદ જેમણે આખ્યાન આપી ‘પાંચમો’ વેદ લખ્યો અને ત્રીજા ‘શામળ ભટ્ટ’ જેમણે પદવાર્તા આપી ને જીવનરસના કવિ બન્યા. તેમના પિતાનું નામ વીરેશ્વર અને માતાનું નામ આનંદીબાઈ હતું. તેમના ગુરુ નાના ભટ્ટ હતા. તેઓ વેગણપુર (આજે અમદાવાદનું ગોમતીપુર) ખાતે જન્મ્યા હતા. તેઓ પરંપરાગત કથાકાર પુરાણી અને ભવૈયાઓની સ્પર્ધાને કારણે આર્થિક સંકડામણ અનુભવતા હતા. આથી તેમણે તેમના પુરોગામીઓની કથાઓને નવા અર્થથી રજુ કરવાની શરુ કરી જેથી શ્રોતાઓનો રસ જળવાઈ રહે. બાદમાં તેઓ જમીનદાર રખીદાસની વિનંતી અને મદદથી સિંહુજ (હાલ મહેમદાવાદ પાસે) જઈ વસ્યા. શામળ ભટ્ટે ૨૬ રચનાઓનું સર્જન કર્યું છે. તેમની પદ્યવાર્તાઓ તેમના પુરોગમીઓના સંસ્કૃત સર્જનો અને લોકકથાઓ આધારિત છે. તેમના કેટલાક સંસ્કૃત સર્જનોમાં સિંહાસન દ્વાત્રિંશકા, વેતાલપંચવિશન્તિ, શુકસપ્તતિ, ભોજપ્રબંધ વગેરેનો સમાવેશ થાય છે. તેના પરથી રચેલી સિંહાસન બત્રીસી, વેતાળ પચ્ચીસી, સુડા બહોતેરી તેમના જાણીતા સર્જન છે. આ ત્રણેય સર્જનમાં વાર્તામાં વાર્તા હોય તેવું બંધારણ છે. તેમાં ઘણી જાદુઈ અને કાલ્પનિક બાબતો જેમકે આત્માનું એક શરીરથી બીજા શરીરમાં જવું, ઉડતા પગરખાં, બોલતા પશુઓ વગેરે પણ છે. વિક્રમ રાજા આ કથાઓનું મુખ્ય પાત્ર છે. તેમાં ઘણા સુત્રો અને કોયડાઓ પણ છે. તેમના અન્ય સર્જનોમાં નંદબત્રીસી, શુકદેવાખ્યાન, રખીદાસ ચરિત્ર, વનેચરની વાર્તા, પાંચ-ડંડા, ભદ્રભામિની, રેવાખંડ, ચંદ્ર-ચંદ્રાવતી, મદનમોહના, પદ્માવતી, બરાસ-કસ્તુરી વગેરેનો સમાવેશ થાય છે. આ કથાઓમાં બુદ્ધિચાતુર્યની સમજ આપતા ઘણા છપ્પા (છ પંક્તિના ટુચકા) પણ સમાવી લેવાયા છે. અંગદવિશતિ, રાવણ-મંદોદરી સંવાદ, દ્રૌપદીવસ્ત્રાહરણ, શિવપુરાણ વગેરે તેમના પુરાણો અને મહાકાવ્યો આધારિત આખ્યાનો છે. આ ઉપરાંત તેમણે પતાઈ રાવળનો ગરબો, રણછોડજીના શ્ર્લોકો, બોડાણાખ્યાન, ઉદ્યમકર્મસંવાદ વગેરેનું સર્જન કર્યું છે. શામળે તેમની પદ્ધવાર્તાઓ તે સમયના લોકો સમજી શકે તેવી ભાષામાં કીધી છે. શામળે પદવાર્તાઓની વચ્ચે છપ્પા અને શુભાષિતો પણ આપ્યા છે. તેમના છ્પ્પાઓમાં ઊપદેશ અને નિતિબોધ જોવા મળે છે. મનુષ્યના જાતિ સ્વભાવ, સ્ત્રી-પુરુષનો સંપર્ક, નારીને વશ થઇને રહેતા પતિઓ, વચન પાલનોનો મહિમા, બ્રહ્મ હત્યા, સ્ત્રી હત્યા, શુકન-અપશુકન, પુરુષાર્થ, પાપ-પુણ્ય વગેરે. તેમને આપેલી સુભાષિતો 👇 પેટ કરાવે વેઠ, જીવતો નત ભદ્રા પામશે, લક્ષ્મી તેને લીલા લહેર, ગાજ્યા મેહ વર્ષા નહિ, ભસ્તો કૂતરો નવ ખાય, નારી નરકની ખાણ, માતર પરગણાના સિંહુંજ ગામનાં જાગીરદાર પટેલ રખીદાસે તેમને જમીન અને રહેવા માટે ઘર આપ્યું હતું. તેમની એક કવિતાએ મહાત્મા ગાંધીને સત્યાગ્રહનો વિચાર આપ્યો હતો. ભાવવંદન 👏💐 સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય (શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)