15 જાન્યુઆરી એ ભારતીય સેના દિવસ છે.
ભારતીય સેના દિવસ એ ફિલ્ડ માર્શલ એમ. કરિઅપ્પાએ (તત્કાલીન લેફ્ટનન્ટ જનરલ) ૧૫ જાન્યુઆરી, ૧૯૪૯ના રોજ ભારતના છેલ્લા બ્રિટિશ કમાન્ડર-ઇન-ચીફ જનરલ ફ્રાન્સિસ બુચેર પાસેથી ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યાના માનમાં દર વર્ષે ૧૫ જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં તેમજ તમામ મુખ્યાલયમાં પરેડ અને અન્ય લશ્કરી પ્રદર્શનોના રૂપમાં ઉજવવામાં આવે છે. સેના દિવસ એ બહાદુર સૈનિકો જેમણે દેશ અને તેના નાગરિકોની સુરક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું હોય તેમને સલામ કરવાનો દિવસ છે. નવી દિલ્હીમાં ઇન્ડિયા ગેટ ખાતે “અમર જવાન જ્યોતિ” ખાતે ભોગ આપેલા ભારતીય સૈન્ય સૈનિકોને શ્રધ્ધાંજલિ આપવાનું શરૂ કરવા માટે દિવસને ભારતમાં સૈન્ય દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ દિવસની દેશભરમાં ઉજવણી થાય છે. મુખ્ય આર્મી ડે પરેડ દિલ્હી કેન્ટોનમેન્ટના કરિઅપ્પા પરેડ મેદાનમાં યોજવામાં આવે છે. આ દિવસે વીરતા પુરસ્કારો અને સેના મેડલ પણ એનાયત કરવામાં આવે છે. ૨૦૨૦માં ૧૫ સૈનિકોને બહાદુરી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. પરમવીર ચક્ર અને અશોક ચક્ર પુરસ્કાર વિજેતાઓ દર વર્ષે આર્મી ડે પરેડમાં ભાગ લે છે. લશ્કરી આયુધો, અસંખ્ય ટુકડીઓ અને લડાયક પ્રદર્શન પરેડનો ભાગ છે. ૨૦૦૨માં કેપ્ટન તાનિયા શેરગિલ આર્મી ડે પરેડની કમાન સંભાળનારા પ્રથમ મહિલા અધિકારી બન્યા હતા. આજે ભારતીય સેના દિવસ નિમિત્તે ભારતીય સેનાને આપણા સૌના ભાવવંદન 👏💐 जयहिंद
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877