જીવન ચક્ર —– એક લઘુસાર
‘
વતનથી આવેલ શામજીઆતા એના ભેરુબંધ ને મળવા માટે પગ ઉપાડયા અને મનમા જુની ભેરુબંધી ની યાદ હિલોળા લેવા માંડી…ભેગા બેસી ચા પીતા પીતા વાતોએ વળગી ને જુનુ યાદ કરવા નિ ઉમંગ થી ઉતાવળે ડગલે જગાઆતા ના દિકરા ના બારણે ટકોરા માર્યા…ખોખારો ખાધો… અને …હરખ થી ..ગામઠીભાષા મા મોટે થી બોલ્યા… જગાભાઈ ..રામ.. રામ… તને તણ {ત્રણ } વરહ થી ભાળ્યો નો’તો અને દ્કિરા ભેગા રે’વા આવી ગયા પછી એકેય’દી આંટો મારવા નથી આવ્યો …એટલે આવ્યો છુ…. જગાભાઈ…. ‘
‘
બારણુ ખુલ્યુ ….. દિકરા ના વહુ સામે ઉભા હતા … શામજી આતા હે કહ્યુ .. બટા હુ…શામજી… જગા નો ભેરુ …. મળવા આવ્યો’તો , આજ હવારે જ આવ્યો, મારા દિકરાએ મંગાવેલ અનાજ- કઠોળ આપવા આવ્યો હતો ને મનમા થ્યુ જગા ને મળી લવ….,
‘
વહુ એ કહ્યુ… દાદા… મારા સસરા તો દિવસ ઉગ્યા ના નિકળી જાય છે…
બપોરે ખાવા ટાણે આવી જાશે…. સાંજે આવજો ને મળી જાશે…. ,
‘
શામજી આતા એ કહ્યુ…. જોવ છુ..હાલો ને…. મને’ય દિકરા એ કહ્યુ છે..કે બાપા… હાંજ ની બસ મા નામ લખાવી નાખુ છુ… જો નહી લખવ્યુ હોય તો હુ મારા ભેરુ ને મળવા આવી જાય …. !!! હાલો હુ જવ છુ… જગા ને કે’જો
શામજી આવ્યો થો….મળવા માટે .. ,
ભાંગેલ પગલે…. શામજી ભાઈ પાછા પગલે હાલવા માંડ્યા અને જગાભાઈના દિકરાના ઘર ના બારણા ભિડાવા નો અવાજ પણ બારણા સાથે ભીડાઈ ગયો …….. ,,,,,
‘
