વાપી તા.૩
પરાગ જોષી દ્વારા
વાપી નગપાલિકા ની ચુંટણી સમયે કોર્પોરેટર કુંજલ ભાઇ શાહે જણાવ્યું હતું કે વોર્ડ નં.૯ માં મેડિકલ સહાય થી જે વંચિત રહ્યા હોય તેમને આયુષ્માન ભારત કાર્ડ કાઢીને આપશું. જે અંતર્ગત વાપી ની તપોવન-૨ સોસાયટી માં કાર્ડ બનાવવાનું કાર્ય શરૂ કરી દીધું છે; અને આજે તપોવન-૨ સોસાયટી માં કૂંજલ ભાઇ તથા સોસાયટીના રહીશો નાં હસ્તે વાપી નાં અન્ય રહીશોને ૫૦ કાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્ય દર રવિવારે કરવામાં આવશે.
આ અંગે કૂંજલ ભાઇ શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ની જાહેરાત કરી હતી કે જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માન ભારત કાર્ડ બધાને આપવામાં આવશે પરંતુ આ અંગે ઘણાં ઓછાં લોકોને આ અંગે માહીતી છે. વાપી નગપાલિકા ની ચુંટણી સમયે મે ઘોષણા કરી હતી કે વોર્ડ નં.૯ માં મેડિકલ સહાય થી જે વંચિત રહ્યા હોય તેમને આયુષ્માન કાર્ડ કાઢી ને આપશું. જેમાં ૭૦૦ જેટલાં કાર્ડ બનાવવામાં આવ્યા છે; જેમાંથી આજે ૫૦ કાર્ડ નું વિતરણ વાપી વાસીઓ ને કરવામાં આવ્યું છે. જન આરોગ્ય યોજના હેઠળ પરિવાર ને વર્ષ નાં પાંચ લાખ ની સહાય મળે છે. પરિવાર નો મુખ્ય સદસ્ય બિમાર હોય અને બે લાખ નો ખર્ચ થયો હોય ત્યારે ઘર નો બીજો સદસ્ય બિમાર હોય તેને પણ બે લાખ રૂપિયા ની સહાય મળે છે. કુલ એક પરિવાર ને ૫ લાખ ની વર્ષે સહાય મળે છે. આ સહાય જનસેવા, રેમ્બો, હરીયા સાથે સરકારી હોસ્પિટલ માં ઉપલબ્ધ છે.
કાર્ડ વિતરણ પ્રસંગે મિત્તલ બેન શાહ, મેઘના બેન શાહ તથા સોસાયટીના રહીશો હાજર રહ્યાં હતાં.
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877