રાજકોટથી પ્રકાશિત થતા ‘આઝાદ સંદેશ’ સાંધ્ય દૈનિકનાં મેનેજરશ્રી રવિભાઈ ટંડનના નિવાસસ્થાને પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી (ઝાલાવાડનાં ઇતિહાસવિદ ડો. ઇન્દ્રવદન આચાર્ય) ની પધરામણી અષાઢ સુદ આઠમની નવરાત્રિએ રાત્રે 9 વાગે થઈ ત્યારે તેમનાં ધર્મપત્ની શ્રીમતી વૈશાલીબેન અને રવિભાઈનાં બહેન સોનલે પણ અત્યંત ભાવથી સ્વાગત કર્યું. સોનલબેન ICICI BANK માં ઓડિટ વિભાગનાં અધિકારી છે અને રવિભાઈનાં ધર્મપત્ની વૈશાલીબેન રાજકુમાર કોલેજમાં શિક્ષક છે. ટંડન પરિવાર પુ. ગુરુદેવ પ્રત્યે અત્યંત આસ્થા ધરાવે છે અને સંસ્થા દ્વારા આયોજીત દરેક કાર્યક્રમમાં હાજર હોય છે. તેમના નાના ભાઈ જીતેન્દ્ર અને તેમનાં ધર્મપત્ની શ્રીમતી નેહા તેમનાં દિકરીબા વૈષ્ણવી પરથી ‘વૈષ્ણવી ટોયઝ’ નામે જંકશન પ્લોટ – ગાયકવાડી વિસ્તારમાં સુંદર મજાની શોપ ધરાવે છે. અને હા, મજાની વાત એ છે કે ત્રણેય ભાઇ-બહેન ત્રણેય માળમાં સાથે જ રહે છે. બસ, દુઃખ એક જ વાતનું છે કે મમ્મી-પપ્પા નવનિર્મિત આ ત્રણ માળનું નિવાસસ્થાન બનાવીને હવે આ દુનિયામાં નથી રહ્યા. પુ. ગુરૂદેવે સૌને શુભાશીર્વાદ પાઠવી રાત્રે 11 વાગે વિદાય થયા.