યુનિક એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝ પરિયા દ્વારા આજે પરિયા ખાતે આવેલા પીડીલાઈટ કંપનીમાં રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૫ બોટલ યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો જેમાં બપોર સુધીમાં ૫૦ બોટલ યુનિટ એકત્ર કરવામાં સફળતા મળી હતી. યુનિક એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના વર્ષ ૨૦૦૩માં કરવામાં આવી હતી જેના દ્વારા આર્થિકરીતે પગભર ન હોય એવા ૧૫૦ થી ૨૫૦ કુટુંબને અનાજ કીટ સતત ૧ થી ૩વર્ષ સુધી પૂરી પાડવામાં આવી રહી છે તેમજ શૈક્ષણિક ક્ષેત્રમાં સ્કુલોમાં શૈક્ષણિક કીટ વિતરણ સહીત કોરોના જેવા સમયમાં ટીફીન સેવા પણ પૂરી પાડવામાં આવી હતી ત્યારે આજે રક્તદાન શિબિર યોજી એક યુનિટ માંથી ત્રણ જિંદગીને નવજીવન મળી શકે એવા ઉમદા હેતુ સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિર દરમ્યાન પિડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝના નિર્મિતભાઈ વ્યાસ,દર્શકભાઈ ઓઝા, તેમજ યુનિક ચેરીટેબલ ટ્રસ્ટના સભ્ય તુષાર દેસાઈ,વિરલભાઈ દેસાઈ, રીતેશ દેસાઈ,પાર્થ મહેતા,તેમજ સમગ્ર કાર્યક્રમના ચેરમેન હર્ષ દેસાઈ,તેમજ મિતેશ પટેલ હાજર રહ્યા હતા.
નોધનીય છે કે યુનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકો સુધી કપડા પહોંચે તે હેતુથી ઓછા વપરાયેલા સ્વચ્છ કપડા એકત્ર કરી અંતરિયાળ ગામોમાં જરૂરિયાતમંદ લોકો સુધી પહોચતા કરવાનું પણ કાર્ય કરવામાં આવી રહ્યું છે; આમ યુનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક દાઇત્વ કરવાના ઉમદા હેતુથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિનો સેવાકીય યજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે.



Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877