Read Time:1 Minute, 12 Second
વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારમાં આવેલ બરૂડિયા વાડ,છતરિયા,દાણા બજાર,મોગરવાડી જેવા વિસ્તારોમાં થી ૯૦૦ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં વલસાડ જિલ્લા પોલીસ કર્મચારીઓ પૈકી પીએસઆઈ જે એસ રાજપૂત અને હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ અને તેમની ટિમ દ્વારા લોકોની સેવામાં અવિરત વરસતા વરસાદ વચ્ચે અનેક લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવા માટે મદદ રૂપ થયા હતા અનેક ઘરોમાં એવા પણ વૃદ્ધો હતા જે ઉઠીને ચાલી પણ ન શકતા હતા.એવા તમામ વૃદ્ધોને બહાર કાઢવા માટે પોતાના હાથ થી કે ખભે ઊંચકીને પોતાના માતા પિતા હોય એ રીતે ખૂબ કાળજી પૂર્વક પોલીસ કર્મીઓ કામગીરી કરતા જોવા મળ્યા હતા તેમની આ કામગીરી જોઈ સ્થાનિકો પણ તેમની આ સરાહનીય કામગીરીને વધાવી રહ્યા હતા.
