ધાર્મિક કથા : ભાગ 54 એક પ્રશ્નનો સુંદર જવાબ અને ચાતુર્માસનો સુંદર મહિમા 👏🌹હરી ૐ🌹👏 અષાઢ સુદ ૧૩/૧૪ ના દિવસે સુંદર પ્રશ્ન આવ્યો. પ્રશ્ન પૂછનાર એક યુવાન હતો… તેણે સહજતાપૂર્વક પૂછ્યું કે… ગુરૂજી શું જગતનો નાથ ખરેખર પોઢી ગયો?! મેં કહ્યું… કેમ કોઈ શંકા છે….? ના.. પણ આ ભગવાન વિષ્ણુ તો જગતના સર્જનહાર છે અને તે પોઢી જાય.. અને તે પણ ચાર મહીના સુધી…. તો પછી સૃષ્ટિનો વ્યહવાર કેમ ચાલશે? મેં કહ્યું… દેશના વડાપ્રધાન અઠવાડિયા માટે વિદેશ જાય છે તો દેશનો વ્યહવાર અટકી જાય છે? કોઈ એક કંપનીનો પ્રમુખ મહીના માટે ફરવા જાય તો કંપની ચાલતી નથી ? એ તો કોઈને કારભાર સોંપીને જાય છે. બસ, આજ રીતે મારો જગતનો નાથ પણ કારભાર સોંપીને જાય છે.! “પણ કેવી રીતે?” જગતનો નાથ પોઢી જાય ને તરત ગુરુ શક્તિ જાગૃત થાય છે. ગુરુપૂર્ણિમા પર્વ એ તમને ખાતરી આપે છે કે તમારું ધ્યાન રાખવા ગુરુ પરંપરા બેઠી છે… જાગૃત છે. એ પછી થોડા જ દિવસોમાં ત્યાંજ શ્રાવણ માસમાં ભગવાન મહાદેવ તમારું ઘ્યાન રાખવા માટે તૈયાર જ છે. શ્રાવણ પૂરો થતાં જ વિઘ્નહર્તા ગણેશની સવારી આવી પહોંચે છે. ગણેશજી કૈલાશ જાય ત્યાં ભાદરવો મહિનો આવે ને તમારાં પિતૃઓનું પર્વ ચાલુ થાય એટલે તમારું ધ્યાન પિતૃઓ રાખે છે. પિતૃ પર્વ પુરું થાય ને કે તરત આદ્યશક્તિ મા જગદંબા સિંહ પર સવારી કરીને આવી પહોંચે છે. પછી તો આવી દિવાળી જયાં સરસ્વતિ, લક્ષ્મી અને ને મહાકાળી તમારું ધ્યાન રાખે છે. અને તમે તૈયાર થઇ જાઓ છો દેવ દિવાળી ઉત્સવ ધામધૂમથી ઉજવવા માટે… કેમકે જગતનો નાથ જાગી ગયો હોય છે..! 🙂🙏🏻 ▶️ આ ચાતુર્માસમાં તમને ગુરુ પરંપરા સતત જાગૃત રાખે છે. તમે જાગતા રહેજો… પ્રભુ તમારું ઘ્યાન રાખવા તમારા હૃદય કમળમાં જ બેઠો છે… 🙏🏻 👏🌹 હરી ૐ 🌹👏 સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય (શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)