ચલા સ્થિત સુંદરમ સોસાયટીમાં છેલ્લા સાત વર્ષથી સોસાયટી નાં ગણેશ ભક્તો પ્લાસ્ટર ઓફ પેરિસ થી બનેલી ગણપતિ દાદા ની મૂર્તિ લાવી ને તેને વિસર્જન બાદ પણ તેનો નાશ થતો નથી જે વાત ની જાણ હોવાથી છેલ્લાં સાત વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિ લાવીને સોસાયટીમાં બનાવવામાં આવેલ કુત્રિમ તળાવ કે ટાંકી માં ગજાનંદ નું વિસર્જન કરે છે. આ વર્ષે ગાયના છાણમાંથી બનેલા ૧૨ ગણપતિજીનું વિસર્જન સાતમા દિવસે સોસાયટી માં કુત્રિમ તળાવ માં કરવામાં આવ્યું હતું અને તે પાણી બીજા દિવસે સોસાયટી માં ઉગેલા વૃક્ષો અને છોડમાં ગાયના છાણનું પવિત્ર જળ રેડવામાં આવ્યું હતું.
ભારત દેશ નાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આ ગણેશ ચતુર્થી વખતે આ રીત અપનાવવા માટે અપીલ કરી હતી જેની જાહેરાત અમદાવાદ રેલવે સ્ટેશન પર કરવામાં આવી હતી. જે ચલા ની સુંદરમ સોસાયટીમાં તેની ઝલક જોવા મળી હતી. આ રીતનાં વિચાર સાર્વજનિક મંડળો નાં ગણેશ ભક્તો દર વર્ષ કરશે તો વિર્સજન બાદ ગણપતિજી નું દરિયા કિનારે થતું અપમાન બંધ થશે અને દરિયા કિનારે થતો થતો કચરો દરિયા માં જતો અટકશે અને દરિયાઇ જીવો સુરક્ષિત રહી સક્સે. કારણ કે ગણેશ વિર્સજન દરિયા કિનારે ભેગો થતો કચરો સાફ કરવા માટે અભિનેત્રી પરિણીતી ચોપરા એ એક વીડિયો દ્વારા લોકો ને અપીલ કરી છે.




Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877