૦૯૪૦૪ ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદેભારત એક્સપ્રેસ ટ્રેન ને આજે તા. ૩૦સપ્ટેમ્બર ૨૦૨૨ નાં રોજ ગાંધીનગર થી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ટ્રેનને લીલીઝંડી બતાવી રવાના કરી હતી. આ ટ્રેન ગાંધીનગર કેપિટલ થી અમદાબાદ, વડોદરા અને સુરત સ્ટોપેજ થયાં બાદ સીધી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને ટ્રેન નું સ્ટોપેજ છે. આ ટ્રેન આજે વાપી રેલવે સ્ટેશન નાં પ્લેટફોર્મ નંબર ૨ પરથી સાંજે ૫.૨૭ કલાકે પુરપાટ ગતિ એ પસાર થઇ રહી હતી ત્યારે વાપી રેલ્વે સ્ટેશન નંબર ૧ પર કાળું ટી-શર્ટ અને કાળું પેન્ટ પહરેલ એક વ્યક્તિ પ્લેટફોર્મ નંબર ૧ પરથી ઉતરી પ્લેટફોર્મ નંબર ૨ પર વંદેભારત ટ્રેન નાં ટ્રેક(પાટા) પર આવી ગયો હતો. વંદેભારત એક્સપ્રેસ ટ્રેન એકદમ નજીક આવી જતા વંદેભારત એક્સપ્રેસ ટ્રેન નાં ડ્રાઈવરે જોરદાર હોર્ન મારતાં એ વ્યક્તિ જલ્દી પ્લેટફોર્મ નંબર ૨ પર ચડી ગયો હતો. સ્ટેશન પર ઊભા રહેલાં પેસેન્જરો પણ અવાચક થઈ ગયા હતા કે આ વ્યક્તિ આત્મહત્યા કરવા કે કોઈ કલાબાઝી (સ્ટંટ) કરવા માંગતો હતો. શું ઘટના બની છે તેની માહિતી મેળવવાની પેસેન્જરો કોશિશ કરતાં જોવા મળ્યાં હતાં. થોડું મોડું થઈ ગયું હોત તો આ કાળા કપડાં પહરેલ વ્યક્તિ આજે ટ્રેન ની અડફેટે આવી ગયો હોત તો વાપી સ્ટેશન ખાતે વંદેભારત એક્સપ્રેસ ટ્રેન નો પહેલો અકસ્માત પોલીસ ચોપડે નોંધાઇ ચૂક્યો હોત. વંદેભારત ટ્રેન આજે વાપી સ્ટેશન થી પસાર થવાની હોવાથી પોલીસ પણ એકદમ સતર્ક હતી અને અનેકવાર માઇક પરથી રેલવે ટ્રેક ઓળંગવા નહિ તેની વારંવાર એનાંઉસમેન્ટ કરવામાં આવ્યું હોવા છતાં આ કાળા કપડાં પહેરીને આત્મહત્યા નો ઈરાદો રાખનાર કે સ્ટંટ કરનાર આ વ્યક્તિ કોણ????